For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આતંકવાદીઓ અફઘાનિસ્તાનથી ભારતમાં પ્રવેશી શકે છે - રશિયાએ કાશ્મીર અંગે ચિંતા વ્યક્ત કરી

રશિયન રાજદૂતે કહ્યું છે કે, જે રીતે તાલિબાન ઉભરી આવ્યું છે, તે ભારતની સાથે સાથે રશિયા માટે પણ ખૂબ જ ચિંતાનો વિષય છે. અફઘાનિસ્તાનની ધરતી પર હવે આતંકવાદનો નવો જન્મ થઈ શકે છે, જે રશિયા તેમજ ભારત સુધી ફેલાઈ શકે છે.

|
Google Oneindia Gujarati News

મોસ્કો : તાલિબાને અફઘાનિસ્તાન પર ક્બજો જમાવ્યા બાદ રશિયાએ ભારત માટે ચિંતા વ્યક્ત કરી છે. રશિયાએ ચિંતા વ્યક્ત કરી છે કે, કાબુલ પર તાલિબાનનું શાસન એ ભારત માટે ચિંતાનો વિષય છે. કારણ કે, તાલિબાન શાસન હેઠળ ફરી એકવાર ભારતમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થઈ શકે છે.

Russia

આતંકવાદની ચિંતા

આતંકવાદની ચિંતા

ભારતમાં રશિયાના રાજદૂત નિકોલે કુડાશેવે આતંકવાદ અંગે મોટું અને ચિંતાજનક નિવેદન આપ્યું છે. રશિયન રાજદૂતે કહ્યું છે કે, જે રીતે તાલિબાન ઉભરી આવ્યું છે, તેભારતની સાથે સાથે રશિયા માટે પણ ખૂબ જ ચિંતાનો વિષય છે. અફઘાનિસ્તાનની ધરતી પર હવે આતંકવાદનો નવો જન્મ થઈ શકે છે, જે રશિયા તેમજ ભારત સુધીફેલાઈ શકે છે. આતંકવાદીઓ ફરી એક વખત કાશ્મીરમાં પગ ફેલાવી શકે છે. અફઘાનિસ્તાન પર તાલિબાનના શાસન બાદ રશિયન રાજદૂતે ચિંતા વ્યક્ત કરી છે.

ભારત-રશિયાનો સહયોગ મહત્વપૂર્ણ છે

ભારત-રશિયાનો સહયોગ મહત્વપૂર્ણ છે

કુડાશેવે રશિયન દૂતાવાસમાં વાતચીત દરમિયાન પત્રકારોને જણાવ્યું હતું કે, આતંકવાદ વિરોધી સહયોગ વિવિધ સ્તરે ભારત-રશિયા વાતચીતનો મહત્વનો ભાગ છેઅને મોસ્કો અફઘાનિસ્તાનમાં સ્થિરતા અને ટકાઉ વિકાસ સુનિશ્ચિત કરવા માટે કાબુલમાં સમાવેશી સરકાર ઇચ્છે છે. આ સાથે જ ભારતની સત્તાવાર મુલાકાતે આવેલાબાંગ્લાદેશના પ્રસારણ મંત્રી હસન મહમૂદે પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયામાં પત્રકારોને જણાવ્યું હતું કે, તેમનો દેશ અફઘાનિસ્તાનમાં વિકાસને નજીકથી જોઈ રહ્યો છે. કારણ કે,તેમના દેશમાં તાલિબાન શાસનનો પ્રભાવ યથાવત છે. બાંગ્લાદેશના મંત્રીએ કહ્યું કે, અમે તાલિબાન પર નજર રાખી રહ્યા છીએ. દક્ષિણ એશિયન ક્ષેત્રમાં સ્થિરતા માટેઅફઘાનિસ્તાનમાં સ્થિરતા નિર્ણાયક છે. બાંગ્લાદેશ અત્યારે તાલિબાન સરકારને માન્યતા આપવાનું વિચારી રહ્યું નથી.

રશિયા ભારત સાથે છે

રશિયા ભારત સાથે છે

ભારતમાં રશિયાના રાજદૂત કુડાશેવે કહ્યું છે કે, અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન બાદ રશિયા માને છે કે, આતંકવાદનું મોજું ફરી પાછુ આવી શકે છે, અને તે ભારત

અને રશિયા બંને પર અસર કરશે. રશિયા આતંકવાદ સામેની લડાઈમાં ભારતનો મહત્વનો સહયોગ ઈચ્છે છે અને બંને દેશો એકબીજાને ઘણી મદદ પણ કરી રહ્યા છે.

જો અફઘાનિસ્તાનમાં ગૃહયુદ્ધ ફાટી નીકળે, તો આતંકવાદ સમગ્ર દક્ષિણ એશિયામાં ફેલાઈ શકે છે. રશિયાએ કહ્યું, જ્યાં સુધી આતંકની ઘટનાનો સવાલ છે, અમે અમારી

ચિંતા ભારત સાથે શેર કરીએ છીએ. આતંકવાદનો ખતરો રશિયન પ્રદેશ અને કાશ્મીરના પ્રદેશ પર વધુ છે. અમે એક સમાવેશી સરકાર ઈચ્છીએ છીએ, અમે આશા

રાખીએ છીએ કે, અફઘાનિસ્તાનની ભૂમિ આ ક્ષેત્રના અન્ય દેશોમાં ફેલાતા આતંકનું સ્ત્રોત નહીં બને.

અફઘાનિસ્તાનમાં સ્થિરતા ચિંતાનો વિષય છે

અફઘાનિસ્તાનમાં સ્થિરતા ચિંતાનો વિષય છે

રશિયાએ જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં સ્થિરતાનો મુદ્દો પણ રશિયા માટે ખૂબ જ ચિંતાનો વિષય છે અને રશિયા ભારત સાથે પોતાની ચિંતાઓ વહેંચવાનું ચાલુ રાખેછે અને દ્વિપક્ષીય રીતે બંને દેશો આતંકવાદ સામે મળીને કામ કરવાનું ચાલુ રાખે છે. રશિયા ઈચ્છે છે કે, અફઘાનિસ્તાનમાં સ્થિર અને સમાવેશી સરકાર બને, જેમાં દરેકવિભાગનું પ્રતિનિધિત્વ હોય.

કુડાશેવે કહ્યું કે, તાલિબાન દ્વારા રચાયેલી સરકારને હાલ માન્યતા આપવાની વાત કરવી એ ઉતાવળ હશે. નવી તાલિબાન સરકારે સાબિત કરવું જોઈએ કે, તે એકજવાબદાર સરકાર છે અને એક સમાવેશી સરકાર બનાવવા માટે સક્ષમ છે. જેમાં અફઘાનિસ્તાનના લઘુમતીઓ સહિત સમુદાયના તમામ વર્ગોનું પ્રતિનિધિત્વ છે.

English summary
Russia has expressed concern over the Taliban's rule in Kabul That is a matter of concern for India. Because, under the Taliban regime, there may be an increase in terrorist incidents in India once again.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X