For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત પર સૌથી મોટો ખતરો, તેજીથી ઓગળી રહ્યો છે હિમાલયનો ગ્લેશિયર

ભારત પર સૌથી મોટો ખતરો, તેજીથી ઓગળી રહ્યો છે હિમાલયનો ગ્લેશિયર

|
Google Oneindia Gujarati News

હિમાલયનો ગ્લેશિયર ઓગળવાથી સાઉથ એશિયા પર ગંભીર ખતરો મંડરાઈ રહ્યો છે. હિમાલય વારંવાર ખતરાનું આલાર્મ વગાડે છે પરંતુ સરકારો પાસે હિમાલયને લઈ કોઈ ઠોસ ઉપાય નથી. કેમ કે એટલું તો સ્પષ્ટ છે કે જો હિમાલય કોઈદિવસ પોતાનો પ્રકોપ દેખાડવો શરૂ કરશે તો તેની તબાહી રોકી શકવી માણસની ત્રેવડ નહિ હોય. હિમાલયથી ગ્રીનલેન્ડ સુધી ગ્લેશિયર ઓગળવાથી ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને ભૂટાન પર ગંભીર ખતરો મંડરાયો છે.

તેજીથી ઓગળી રહ્યો છે ગ્લેશિયર

પાછલા કેટલાક વર્ષોમાં ઉત્તરાખંડમાં આવેલ આપદાઓને જોતાં સમજી શકાય છે કે હિમાલયે કેવા પ્રકારની ચેતવણીઓ આપી છે પરંતુ સરકાર આ ખતરાથી નિપટવા માટે કોઈ કોશિશ કરતી નથી જણાતી. રિપોર્ટ મુજબ હિમાલયના પેટમાં દુનિયાનો ત્રીજો સૌથી વધુ બરફ જમા છે, જે કાફી તેજીથી ઓગળી રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગને કારણે હિમાલય પર બરફની ચાદર તેજીથી પાતળી થઈ રહી છે, જેના લપેટામાં ભારત, પાકિસ્તાન, નેપાળ અને ભૂટાનના કેટલાય શહેર આવી શકે છે. રિપોર્ટ મુજબ 1975ની સરખામણીએ 2016 સુધી હિમાલય ક્ષેત્રનું ટેમ્પરેચર એક ડિગ્રી વધી ચૂક્યું હતું, જેના કારણે સતત તેજીથી બરફ ઓગળવો શરૂ થઈ ગયો હતો. પાછલા 40 વર્ષોમાં હિમાલય પર રહેલ ગ્લેશિયરે પોતાનું એક ચોથાઈ ઘનત્વ ગુમાવી દીધું છે અને હિમાલય પર રહેલ બરફમાં સતત ટૂટ ફૂટ થઈ રહી છે.

વધતા તાપમાનથી ગંભીર ખતરો

જાન્યુઆરીમાં કોલંબિયા યૂનિવર્સિટી દ્વારા પ્રકાશિત રિપોર્ટ મુજબ વર્ષ 1975થી વર્ષ 2000 સુધી જેટલી તેજીથી બરફ ઓગળી છે તેટલી બરફ માત્ર પાછલા બે વર્ષમાં ઓગળી ચૂકી છે. કોલંબિયા યૂનિવર્સિટીના રિપોર્ટ મુજબ પાછલા 40 વર્ષમાં હિમાલય પર રહેલ 650 ગ્લેશિયરનું અધ્યયન કરવામાં આવ્યું છે. આ ગ્લેશિયર હિમાલય પર 2 હજાર કિલોમીટરના વિસ્તારમાં પશ્ચિમથી પૂર્વ દિશા તરફ ફેલાયેલ છે. આ રિસર્ચ વિશે જણાવતાં કોલંબિયા યૂનિવર્સિટીના રિસર્ચર જોશુઆ મૉરેરે કહ્યું હતું કે હિમાલય પર આટલી તેજીથી ગ્લેશિયર કેમ ઓગળી રહ્યા છે તે સ્પષ્ટ નથી થઈ શક્યું અને તેની ગતિ વિશે પણ માલૂમ કરી શકાયું નથી, પરંતુ તેની ગતિ બહુ મોટા ખતરા તરફ ઈશારો કરી રહી છે. વર્ષ 2000 પહેલાં ગ્લેશિયર ઓગળવાની ગતિ હરેક વર્ષે 0.25 મીટરહતી, જે વર્ષ 2000 બાદ વધીને અડધો મીટર દર વર્ષ થઈ ગઈ. અને આ બહુમ મોટો ખતરો છે.

દુનિયાભરના ગ્લેશિયર ઓગળી રહ્યા છે

દુનિયાભરના ગ્લેશિયર ઓગળી રહ્યા છે

દુનિયાભરમાં 2 લાખથી વડા ગ્લેશિયર છે અને ગ્લોબલ વૉર્મિંગને કારણે દરેક ગ્લેશિયર પર રહેલો બરફ ઓગળતો શરૂ થઈ ગયો છે. ધરતી પર ગ્લેશિયરને જ મીઠા પાણીનો ભંડારો કહેવાય છે અને ગ્લેશિયર ઓગળનાર બરફથી જે પાણી મળે છે, તેના પર કરોડો લોકોના જીવન નિર્ભર કરે છે. પરંતુ પાછલા કેટલાક વર્ષોમાં ધરતી પર કાર્બન ઉત્સર્જન, જીવાશ્મ ઈંધણનો ખુબ ઉપયોગ થયો, જેને કારણે ઓજોન પડમાં ગાબડું પણ થયું અને તેની સીધી અસર ગ્લેશિયર પર પડે છે. જેને લઈ ઈંટરગવર્મેંટલ પેનલ ઑન ક્લાઈમેટ ચેંજે બે મહિના પહેલાં રિપોર્ટ આપ્યો હતો કે આ સદીના અંત સુધી હિમાલયના ગ્લેશિયર પોતાની એક તૃતિયાંશ બરફ ગુમાવી દેશે અને જો દુનિયામાં પ્રદૂષણ આ ગતિએ જ વધતું રહ્યું તો વર્ષ 2100 સુધી યૂરોપના 80 ટકા ગ્લેશિયર સંપૂર્ણપણે ઓગળી જશે અને લોકોને તરસા મરવાની નોબત આવી જશે.

માનવ જાતિના અસ્તિત્વ પર ખતરો

માનવ જાતિના અસ્તિત્વ પર ખતરો

ક્લાઈમેટ ચેંજ એક્ટિવિસ્ટ માઈક હુડમાએ 8 મેના રોજ એક રિપોર્ટ શેર કરતા કહ્યું કે દુનિયામાં રહેલ ગ્લેશિયરથી માત્ર 1 દિવસમાં 11 બિલિયન ટન ગ્લેશિયર ઓગળે છે જે 40 લાખ ઓલંપિક મેદાન જેટલો સ્વીમિંગ પૂલ ભરવા માટે કાફી છે.

વેક્સીન પોલિસી પર SCમાં બોલી મોદી સરકાર- 'કોર્ટે હસ્તક્ષેપ કરવાની જરૂરત નથી, અમારા પર ભરોસો કરો'<br />વેક્સીન પોલિસી પર SCમાં બોલી મોદી સરકાર- 'કોર્ટે હસ્તક્ષેપ કરવાની જરૂરત નથી, અમારા પર ભરોસો કરો'

તેમણે કહ્યું કે હવે સ્થિતિ એવી છે કે એક પળ પણ તમે બરબાદ ના કરી શકો કેમ કે તમારી પાસે રહેવા માટે બીજો એકેય ગ્રહ નથી. તેમણે કહ્યું કે હવામાં પ્રદૂષણનું સ્તર એટલું વધી ચૂક્યું છે કે માત્ર વાયુ પ્રદૂષણથી હર વર્ષે દુનિયામાં 70 લાખથી વધુ લોકોનાં મોત થઈ રહ્યાં છે. જ્યારે તેમણે કહ્યું કે અમેરિકામાં હાજર ગ્લેશિયર પહેલા લગાવવામાં આવેલ અનુમાનના મુકાબલે 100 ગણો વધુ ગતિએ ઓગળી રહ્યો છે. ગ્લેશિયર ઓગળવાથી આખી માનવ જાતિના અસ્તિત્વ પર બહુ ગંભીર સંકટ આવી શકે છે કેમ કે દુનિયાની મોટાભાગની આબાદીનું જીવન માત્ર અને માત્ર ગ્લેશિયરના કારણે જ ટકેલું છે. હિમાલયના ગ્લેશિયરથી જે પાણી નિકળે છે તેના પર 2 અરબ એટલે કે 200 કરોડ લોકો નિર્ભર છે. ખેતી માટે પણ આ ગ્લેશિયરથી જ પાણી મળે છે. જો ગ્લેશિયરથી પાણી મળતું બંધ થઈ જાય તો સાઉથ એશિયાના તમામ દેશ જેમાં ભારત, પાકિસ્તાન, નેપાળ, બાંગા્લદેશ અન ભૂટાન સૌથી વધુ પ્રભાવિત થશે.

English summary
The biggest threat to India is the rapidly melting glaciers of the Himalayas
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X