કોરોના વાયરથી મૃત્યુ પામનારની સંખ્યા 563 પાર, 28000 લોકો સંક્રમિત
બેઈજિંગઃ ચીનમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. કોરોના વાયરસથી મરનારની સંખ્યા 163ને પાર પહોંચી ચૂકી ચે. જ્યારે આ વાયરસથી પીડિત લોકોની વાત કરીએ તો અત્યાર સુધી આ વાયરસે 28000 લોકોને પોતાના લપેટામાં લઈ લીધા છે. બુધવારે આ વાયરસથી 73 લોકો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ વાયરસના ખતરાને જોઈ ચીનમાં પિજ્જા હટ અને કેએફસીના 30 ટકાથી વધુ સ્ટોર્સને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યા છે.

263 લોકોના મોત
ચીનના સ્વાસ્થ્ય અધિકારીનું કહેવું છે કે આ વાયરસથી 563 લોકોના મોત થઈ ચૂક્યા છે. સોમવારે આ વાયરસના કુલ 20438 મામલા સામે આવ્યા હતા, પરંતુ થોડા દિવસોમાં આમા 35 ટકાનો વધારો થયો છે. દરરોજ એક હજાર લોકો આ વાયરસની લપેટમાં આવી રહ્યા છે. જ્યારે આ વાયરસના ખતરાને જોતા તમામ દેશે પોતાના નાગરિકોને ચીનથી બહાર કાઢવાની મુહિમમાં લાગેલા છે. અમેરિકાએ વુહાનથી બે વિમાન દ્વારા પોતાના નાગરિકોને અહીંથી કાઢ્યા છે.

પુખ્તા ઈલાજ હાજર નથી
હજી સુધી કોરોના વાયરસનો કોઈ પુખ્તા ઈલાજ સામે આવ્યો નથી. દુનિયાભરના સ્વાસ્થ્ય સંગઠન આ વાયરસથી નિપટવા માટે જરૂરી પગલાં ઉઠાવી રહ્યા છે, દરેક દેશ આ વાયરસનો સામનો કરવા માટે પોતાના દેશમાં મોટા પગલાં ભરી રહ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આને વૈશ્વિક સ્વાસ્થ્ય ઈમરજન્સી ઘોષિત કરી છે. અત્યાર સુધીમા ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા જાપાન, ફ્રાન્સમાં કોરોના વાયરસના દર્દીઓ સમે આવ્યા છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, સિંગાપુરે એવા વિદેશીઓ પર આવવાનો પ્રતિબંધ લગાવી દીધો છે જેમણે હાલમાં જ ચીનનો પ્રવાસ કર્યો છે. વિયતનામે ચીનથી આવતી તમામ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

ભારતમાં પ્રતિબંધ
કોરોના વાયરસના વધી રહેલા ખતરાને ધ્યાનમાં રાખી ચીનથી આવતા યાત્રીઓ માટે 15 જાન્યુઆરી બાદ જાહેર થયેલ વીજા રદ્દ કરી દેવામાં આવ્યા છે. બેઈજિંગ સ્થિત ભારતીય દૂતાવાસે કહ્યું કે, 'સ્પષ્ટ કરવામાં આવે છે હાલના વીજા હવે માન્ય નહિ રહે. જે લોકો ભારત આવવા માંગે છે તેઓ વીજા માટે શાંઘાઈ (visa.beijing@mea.gov.in), બેઈજિંગ (Ccons.shanghai@mea.gov.in) અને ગ્વાગ્જ્હો (Ccons.shanghai@mea.gov.in) સ્થિત દૂતાવાસનો સંપર્ક કરી શકે છે.