For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનમાં Coronavirusથી મરનારની સંખ્યા 350ને પાર

ચીનમાં Coronavirusથી મરનારની સંખ્યા 350ને પાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ચીનમાં જીવલેણ કોરોના વાયરસના કારણે દરરોજ લોકોના જીવ જઈ રહ્યા છે, મૃત્યુનો આંકડો દરરોજ સતત તેજીથી વધી રહ્યો છે. ચીનમાં કોરોના વાયરસથી મરનારની સંખ્યા 350ને પાર પહોંચી ચૂકી છે. કાલે કોરોના વાયરસથી 56 લોકોના મોત થયા છે, જે બાદ મૃત્યુનો આંકડો 350ને પાર થઈ ગયો છે. જ્યારે કોરોના વાયરસથી પીડિતોની સંખ્યા 17205 થઈ ગઈ છે. જ્યારે 2 ડઝનથી વધુ દેશોમાં કોરોના વાયરસથી સંક્રમિત કુલ 175 દર્દી મળી આવ્યા છે. તમામ દેશ પોતાના નાગરિકોને ચીનથી બહાર કાઢવામાં લાગ્યા છે.

હેલ્થ ઈમરજન્સી

હેલ્થ ઈમરજન્સી

જણાવી દઈએ કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાયરસને પહેલા જ હેલ્થ ઈમરજન્સી ઘોષિત કરી દીધી છે. જે બાદ કેટલાય દેશોએ ચીનની ઉડાણો પર પ્રતિબંધ લગાવી દીધો છે, સાથે જ ચીનથી આવતા પર્યટકોના આવવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. જણાવી દઈએ કે સી ફૂડથી ફેલાતા કોરોના વાયરસથી સંક્રમિત થવાનો ખતરો તેમને વધુ છે જે લોકો હવાઈ યાત્રા કરે છે, કેમ કે ચીનથી પરત ફરેલા સંક્રમિત યાત્રીની લપેટમાં આવવાથી એરપોર્ટ પર હાજર કઈપણ શખ્સ કોરોના વાયરસથી સંક્રમિત થઈ શકે છે. જો કે આ ખતરો એવા લોકોને વધુ છે, જે ઈન્ટરનેશનલ યાત્રા કરે છે.

પીડિતોને ઠંડ લાગે છે

પીડિતોને ઠંડ લાગે છે

અત્યાર સુધી માનવામાં આવી રહ્યું હતું કે કોરોના વાયરસ સમુદ્રી ખાદ્ય પદાર્થોના કારણે જ ફેલાયો છે. પરંતુ કેટલાક રિપોર્ટ્સે આનું કનેક્શન જાનવરો સાથે જણાવ્યું છે જ્યારે અન્ય કોબરા સાપોને આના માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે કોરોના વાયરસથી સંક્રમિતોને શ્વાસ લેવાની બીમારી થાય છે અને પીડિતોને ઠંડ લાગે છે, જે નિમોનિયાના લક્ષણ જેવા જ હોય છે.

1960માં થઈ હતી ઓળખ

1960માં થઈ હતી ઓળખ

ઉલ્લેખનીય છે કે હ્યૂમન કોરોના વાયરની ઓળખ પહેલીવાર 1960ના દશકમાં થઈ હતી. મનુષ્યો વચ્ચે કોરોના વાયરસ સંક્રમણ હંમેશા શિયાળાના મહિનાની સાથોસાથ શરૂઆતી વસંદ દરમિયાન થાય છે. કોરોના વાયરસના કારણે થનાર ઠંડીથી બીમાર વ્યક્તિને લગભગ ચાર મહિના બાદ આ સંક્રમણ બીજીવાર થઈ શકે છે.

લખનઉઃ હિંદુ મહાસભાના અધ્યક્ષ રંજીત બચ્ચનની ગોળી મારીને હત્યાલખનઉઃ હિંદુ મહાસભાના અધ્યક્ષ રંજીત બચ્ચનની ગોળી મારીને હત્યા

English summary
The death toll from Coronavirus in China surpasses 350
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X