For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાની જો બાઇડન સરકારના એ સંકેતો જે નરેન્દ્ર મોદી માટે બની શકે છે મોટું દબાણ

અમેરિકાની જો બાઇડન સરકારના એ સંકેતો જે નરેન્દ્ર મોદી માટે બની શકે છે મોટું દબાણ

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

નરેન્દ્ર મોદી અને જો બાઇડન
Click here to see the BBC interactive

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના પ્રશાસનના શરૂઆતના કેટલાક સંદેશા એ વાતનો સંકેત આપે છે કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધ સંભવ છે કે વધુ પ્રગાઢ બનશે પરંતુ કેટલા એવા તથ્ય છે જેના સંદર્ભમાં બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂતીએ હજુ પરીક્ષામાંથી પસાર થવાનું છે.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન બંને દેશ પોતાના રાજકીય અને રણનીતિગત સંબધોને પ્રગાઢ કરવાની દિશામા સતત કામ કરી રહ્યા હતા. ભારતને પાકિસ્તાન અને ચીન સાથેની તકરારની સ્થિતિમાં સતત અમેરિકાન સાથ મળતો રહ્યો હતો.

આ મુદ્દાઓ પર ભારતને હજુ પણ અમેરિકાનો સાથ મળવાની આશા છે પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્યના મામલે અમેરિકાનું વલણ જૂદું હોઈ શકે છે. વેપારના મામલાઓ પર પણ બંને દેશો વચ્ચે મતભેદ હોવાની આશંકા છે.


મોદી સરકાર પર દબાણ

શું ભારતના બાઇડનના પ્રશાસન સાથે પણ ટ્રમ્પ સરકાર જેવા જ સંબંધો રહી શકશે?

સામાન્ય રીતે અમેરિકા મજબૂત ભારતને ચીન વિરુદ્ધ 'કાઉન્ટર બૅલેન્સ’ની જ જેમ જુએ છે. બાઇડનના કાર્યકાળમાં પણ કદાચ જ આ વલણમાં ફેરફાર આવશે કારણ કે ચીન સાથે અમેરિકાના સંબંધો વધુ ખરાબ થઈ ચૂક્યા છે. પરંતુ તેમ છતાં બાઇડન ટ્રમ્પની સરખામણીએ ભારત પર લોકતંત્ર પ્રત્યે પ્રતિબદ્ધ હોવા બાબતે કદાચ જોર આપશે.

બાઇડનની વિદેશનીતિનો એક મુખ્ય હેતુ સમગ્ર વિશ્વમાં લોકતંત્રને વેગ આપવાનો અને સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. તેઓ પોતાના કાર્યકાળના પ્રથમ વર્ષે જ એક વૈશ્વિક શિખર સંમેલનની યોજના ઘડી રહ્યા છે જે 'એક ઉદાર વિશ્વની ભાવનાને વેગ આપવાના હેતુથી આયોજિત કરવામાં આવશે.’

દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર હોવાના કારણે ભારત સ્વાભાવિક પણ આ આયોજનનો ભાગ હશે. પરંતુ કેટલાક ટીકાકારો કથિતપણે હિંદુ બહુમતીના એજન્ડાને લઈને દેશની લોકતાંત્રિક પરંપરાઓમાં પડતી જુએ છે અને તેને લઈને ચિંતિત છે.

અંગ્રેજી અખબાર ધ ટેલીગ્રાફમાં રાજકીય વિશ્લેષક અસીમ અલી જણાવે છે કે, “બીજું કોઈ પણ લોકતંત્ર આટલી ભારત જેટલી ઝડપથી પડતી તરફ આગળ નથી વધી રહ્યું”

તેઓ લખે છે, “બાઇડન પ્રશાસન પાસે એવા ઘણા વિકલ્પો છે જે ભારતને ફરી પાછા લોકતંત્રના રસ્તા પર કોઈ પણ કૂટનીતિક તકરારે લાવી શકે છે.”

મોદીના કેટલાક ટીકાકારો માને છે કે તેમની સરકાર દેશના લોકતાંત્રિક અને ધર્મનિરપેક્ષ પાયાને સતત ધ્વસ્ત કરવામાં લાગેલી છે. મીડિયા અને ન્યાયિક વ્યવસ્થામાં હાજર પોતાના સહયોગીઓની મદદથી તેઓ આવું કરી રહ્યા છે. રાજકીય વિશ્લેષક પ્રતાપ ભાનુ મેહતા તેને 'ન્યાયિક બર્બરતામાં ઊતરવાનું’ કહે છે.

સરકાર અને તેના ટીકાકારો વચ્ચે તકરારનો સૌથી નવો મામલો ત્રણ કૃષિકાયદાઓ અંગે બનેલો છે. આ કાયદાઓ વિરુદ્ધ વિરોધપ્રદર્શન કરી રહેલા ખેડૂતો સતારૂઢ ભાજપના કેટલાક નેતા અને સમર્થન 'દેશદ્રોહી’ અને 'આતંકવાદી’ કહીને બ્રાન્ડ કરી રહ્યા છે.

સત્તાધારી પાર્ટીનું તંત્ર સાધરણપણે આવાં સંબોધનનો ઉપયોગ પોતાની ટીકા બંધ કરાવવા માટે કરે છે.

ભારતમાં હાજર અમેરિકન દૂતાવાસે ચાર ફેબ્રુઆરીના રોજ એક નિવેદનમાં કહ્યું છે કે, “અમે માનીએ છીએ કે શાંતિપૂર્ણ પ્રદર્શનો કોઈ પણ લોકતંત્રની ઓળક છે... અમે વિભિન્ન પાર્ટીઓ વચ્ચે કોઈ પણ પ્રકારના મતભેદને વાતચીતના માધ્યમ થકી ઉકેલ શોધવાની રીતને પ્રોત્સાહિત કરીએ છીએ.”


કાશ્મીર મામલે ભારતના વલણ પર વક્ર દૃષ્ટિ

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન

ઑગસ્ટ 2019માં ભારત પ્રશાસિત કાશ્મીરમાં તેની સ્વાયત્તતા ખતમ કર્યા બાદ ભારત સરકારે સુરક્ષાસંબંધી કઠોર પગલાં ભર્યાં હતાં. સરકારે દૂરસંચારનાં તમામ માધ્યમોને બંધ કરી દીધાં હતાં. હજુ પાછલા વર્ષે અહીં ફરી વખત ઇન્ટરનેટ શરૂ કરવામાં આવ્યું છે.

ભારત સરકારના આ વલણ પર બાઇડન સહિત ડૅમોક્રૅટિક પાર્ટીના ઘણા નેતાઓએ પોતાની ચિંતા પ્રગટ કરી છે પરંતુ ભારતે આ તેને હકારાત્મક રીતે નથી લીધું.

કાશ્મીરને લઈને અમેરિકન સાંસદ પ્રમિલા જયપાલની આપત્તિઓ બાદ વિદેસમંત્રી સુબ્રમણ્યમ જયશંકરે ડિસેમ્બર, 2019માં અમેરિકાન સાંસદો સાથે થનારી એક બેઠક રદ કરી દીધી હતી.

પ્રમિલા જયપાલ હવે બાઇડન પ્રશાસનના એક મહત્ત્વપૂર્ણ સભ્ય છે. તેઓ કૉન્ગ્રેસનલ પ્રોગ્રેસિવ કૉકકસનાં પણ અધ્યક્ષ છે. તેમાં એવા ડૅમોક્રૅટ નેતાઓ પણ મોટી સંખ્યામાં સામેલ છે જેઓ માનવાધિકાર હનનના મામલે પ્રખર ટીકાકાર છે.

અસીમ અલી લખે છે, “કોઈને ય મોટા પાયે ટીકાની આશા નથી. બાઇડનને ઘણી બારીકાઈથી કે પછી કઠોરપણે મોદીને પોતાના પ્રભાવમાં લેવાના છે જેથી મોદી સ્વેચ્છાએ આ વાતે ધ્યાન આપે.”

એ જોવા જેવી વાત હશે કે આગળ શું થાય છે, કારણ કે અમેરિકા અવારનવાર ચીન અને રશિયાની લોકતાંત્રિક મૂલ્યોની અવહેલના કરવા માટે ટીકા કરતું રહે છે તો શું તે ભારત સાથે પણ આ જ વલણ અખત્યાર કરશે.


વેપાર સંબંધી અસંમતિઓ

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી

વેપારના ક્ષેત્રમાં પણ ભારત અને અમેરિકા વચ્ચેના મતભેદ સામે આવી શકે છે. પાછલા કેટલાક દાયકાઓથી આ બંને દેશો વચ્ચેના વેપારમાં સતત વૃદ્ધિ થઈ છે પરંતુ તેમ છતાં વધુ ટ્રાફિક, બૌદ્ધિક સંપદાનો અધિકાર અને કામના વીઝા જેવા કેટલાક વણઉકલ્યા મામલા જળવાયેલા છે.

મોદી તરફથી અર્થવ્યવસ્થા મામલે આત્મનિર્ભર બનવાનું આહ્વાન આ યાદીને આગળ વધારવાનું છે.

ઘણા લોકો મોદી સરકારની સંરક્ષણવાદી નીતિને લઈને ગભરાયેલા છે. જે અંતર્ગત સરકારનો જોર ઘરેલુ સ્તરે ઉત્પાદન કરવા અને તેનો ઘરેલુ સ્તર પર જ ઉપયોગ કરવાને લઈને છે.

આનાથી વિદેશી કંપનીઓને ભારતમાં વેપાર કરવામાં મુશ્કેલી થશે અને તે ભારતીય વેપારને બહારના દેશોમાં આંચકો આપનાર હશે.

જાન્યુઆરીમાં ડેલી મિન્ટે ભારત માટે નિયુક્ત ભૂતપૂર્વ અમેરિકન રાજદૂત કેનીથ જસ્ટરના હવાલાથી લખ્યું હતું. “આ ભારતની ક્ષમતાને વૈશ્વિક માપદંડો પર એક ચેઇન સાથે જોડાવવાને પ્રભાવિત કરશે અને તેના કારણે ભારતીય ગ્રાહકોએ મોંઘવારીનો સામનો કરવો પડશે.”

બંને દેશો વચ્ચે વેપારી સમજૂતી આ વાતને લઈને અટકેલી પડી છે કે ભારત પોતાનું બજાર અમેરિકન કંપનીઓ માટે વ્યાપક પ્રમાણમાં ખોલવા માટે તૈયાર નથી.

બીજી તરફ બાઇડને કહ્યું કે તેઓ જ્યાં સુધી પોતાના દેશમાં બધુ ઠીક નથી કરી લેતા ત્યાં સુધી તેઓ કોઈ પણ આંતરરાષ્ટ્રીય સમજૂતી નહીં કરે. વિશેષજ્ઞોનું એવું પણ માનવું છે કે બાઇડન પ્રશાસન સાથે કોઈ પણ સમજૂતી કરવું એટલું સરળ નહીં હોય.

વિદેશી મામલાઓનાં વિશેષજ્ઞ અપર્ણા પાંડે કહે છે કે, “વ્યાપારિક સમજૂતીથી રાજદ્વારી સમજૂતીઓ પર અસર પડશે.”

અપર્ણા પાંડે ન્યૂઝ વેબસાઇટ ધ પ્રિન્ટમાં લખે છે, “રોકાણના મામલે અમેરિકન કંપનીઓને પ્રાથમિકતા આપવાની ભારતીય ઇચ્ચા અને અમેરિકાની ભારતમાં રોકાણ કરવાની પ્રતિબદ્ધતાને પ્રોત્સાહિત કરવાથી ચીનના પડકારનો સામનો કરવાની ભારતની ક્ષમતા વધી શકે છે.”


ચીન સાથેની પ્રતિદ્વંદ્વિતા બંને દેશો વચ્ચે કૉમન ફૅક્ટર

https://www.youtube.com/watch?v=Pk12VvGshzs

કથિત માનવાધિકાર હનન મામલે પાછલા અઠવાડિયે ચીનના વિદેશમંત્રી યાંગ જેચીને નવા અમેરિકન વિદેશમંત્રી એન્ટની બ્લિંકને કૂટનીતિક નિવેદન આપ્યું છે આ સાથે જ ભારતનું સમર્થન પણ કર્યું છે.

તેનાથી એ સંકેત જાય છે કે અમેરિકાની નવી સરકાર ચીનને લઈને ટ્રમ્પની કઠોર નીતિઓ પર જ ચાલવાની છે જેમાં કોઈ ફરક પડવાનો નથી.

અંગ્રેજી અખબાર ડેક્કન હેરલ્ડમાં એસ. રાગોથમ લખે છે કે જો મોદી ભારતના લોકતંત્રમા થઈ રહેલી પડતીને રોકી શકે તો આ તેમના માટે એક સારી તક હોઈ શકે છે.

ફૂટર

https://www.youtube.com/watch?v=0oyJKLRGIzg

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
The signs of America's Joe Biden government that could be a big pressure for Narendra Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X