પાકિસ્તાનનાં એ ત્રણ ચહેરા, જેમણે વડા પ્રધાન ઇમરાન ખાનની મુશ્કેલી વધારી
પાકિસ્તાનનાં એ ત્રણ ચહેરા, જેમણે વડા પ્રધાન ઇમરાન ખાનની મુશ્કેલી વધારી
દિવસે ને દિવસે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનની સરકારની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે.
વિપક્ષની સાથોસાથ હવે તેમના સાથી પક્ષના નેતાઓએ જ તેમની સામે વિરોધનો મોરચો માંડ્યો છે.

ઇમરાન ખાનની સરકાર પર વધી રહેલ સંકટની સાથોસાથ હવે એ ચહેરાઓની ચર્ચા પણ થવા લાગી છે જે પાકિસ્તાનમાં ઇમરાન ખાનની સરકારના સંભવિત પતનના નિમિત્ત બનવા જઈ રહ્યા છે.
આ ચહેરા છે પાકિસ્તાનના રાજકારણમાં વ્યાપક પ્રભાવ ધરાવતા મૌલાના ફઝલુર રહેમાન, બિલાવલ ભુટ્ટો અને મરિયમ નવાઝ શરીફ.
- કચ્છ ભૂકંપના 21 વર્ષ બાદ પણ દુકાન અને ઘરના હક માટે રાહ જોતા લોકોની કહાણી
- યુક્રેન યુદ્ધ સમયે ભારત કેમ રશિયામાંથી વધુ ખનીજ તેલ ખરીદી રહ્યું છે?
- ઇમરાન ખાનની ખુરશી જોખમમાં, સરકાર વિરુદ્ધ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ
મરિયમ નવાઝ શરીફ

મરિયમ ત્રણ વખત પાકિસ્તાનના વડા પ્રધાન રહી ચૂકેલા પાકિસ્તાનના દિગ્ગજ નેતા નવાઝ શરીફનાં પુત્રી છે.
તેઓ પાછલાં કેટલાંક વર્ષોથી પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનની સરકાર અને પાકિસ્તાનની સેનાનાં ટીકાકાર રહ્યાં છે.
તેમણે પાકિસ્તાન સરકારના ઘણા વિવાદાસ્પદ નિર્ણયોને લઈને જાહેર રેલીઓ મારફતે તેનો વિરોધ પ્રકટ કરવામાં આગળ પડતી ભૂમિકા ભજવી છે.
તેમના પિતાને જુલાઈ 2017માં ગેરલાયક જાહેર કરાયા હતા. તેઓ ભ્રષ્ટાચારના આરોપસર પાકિસ્તાનની જેલમાં સાત વર્ષની કેદની સજા કરાઈ હતી. જોકે ઑક્ટોબર 2019માં તેમને સ્વાસ્થ્ય કારણસર જામીન મળ્યા હતા.
હાલ નવાઝ શરીફના ભાઈ તેમના પક્ષ પાકિસ્તાની મુસ્લિમ લીગ (નવાઝ)ની આગેવાની સંભાળી રહ્યા છે. તેમજ મરયમ પક્ષનાં ઉપપ્રમુખ છે.
તાજેતરમાં જ મરિયમ સામે પણ ભ્રષ્ટાચારના આરોપ થયા હતા, જે બાદ તેમની ધરપકડ પણ કરાઈ હતી. જોકે, તેમના પાર્ટીના સભ્યોએ આ ધરપકડને રાજકારણ પ્રેરિત ગણાવી હતી.
- પાકિસ્તાનમાં અવિશ્વાસ પ્રસ્તાવ : ઇમરાન ખાન માટે આવનારા દિવસો કેટલા મુશ્કેલ?
- પાકિસ્તાનમાં વિપક્ષ ઇમરાન ખાનને સત્તા પરથી હઠાવી દેશે?
બિલાવલ ભુટ્ટો ઝરદારી

બિલાવલ ભુટ્ટો એ પાકિસ્તાનનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન બેનઝીર ભુટ્ટો અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીના પુત્ર છે. તેમજ તેઓ પાકિસ્તાન પીપલ્સ પાર્ટના ચૅરમૅન પણ છે.
તેઓ પણ પાકિસ્તાનના હાલના વડા પ્રધાન ઇમરાન ખાનના ટીકાકાર છે. પાકિસ્તાનના વડા પ્રધાનની ટીકા કરવાની કોઈ તક તેઓ જતી કરતા નથી.
તેમનાં માતા બેનઝીર ભુટ્ટો આધુનિક ઇતિહાસમાં મુસ્લિમ દેશો પૈકી કોઈ એકમાં વડાં પ્રધાન બનનારાં પ્રથમ મહિલા બન્યાં હતાં.
તેઓ 1988-90 અને 1993-96 સુધી પાકિસ્તાનનાં વડાં પ્રધાન રહ્યાં હતાં. તેમના પક્ષ પાકિસ્તાના પીપલ્સ પાર્ટીના હાલ કુલ 56 સભ્યો છે.
- રશિયા સામે યુદ્ધ લડવા માટે અમેરિકાએ યુક્રેનને કેવાં શસ્ત્રો આપ્યાં, તેનાથી શું ફાયદો થશે?
- પુતિનના મનમાં શું ચાલી રહ્યું છે એ જાણવા આતુર છે પશ્ચિમના દેશો
મૌલાના ફઝલુર રહેમાન

પાકિસ્તાન સરકાર સામે વિપક્ષના સંઘર્ષમાં એક મોટું નામ મૌલાના ફઝલુર રહેમાનનું પણ છે. તેઓ જમિયત-એ-ઉલેમા-એ-ઇસ્લામ-ફઝ્લના વડા છે.
તેમણે તાજેતરમાં જ પાકિસ્તાન સરકાર સામે યોજાયેલ વિરોધ માર્ચમાં પાકિસ્તાન ડેમૉક્રેટિક મૂવમૅન્ટ અને અન્ય વિરોધી પક્ષો સાથે જોડાયા હતા. જેમાં તેમણે પાકિસ્તાનના વડા પ્રધાનની આકરી ટીકા કરી હતી.
આ દરમિયાન તેમણે વડા પ્રધાન ઇમરાન ખાનનું નામ એક્ઝિટ કંટ્રોલ લિસ્ટમાં મૂકવાની પણ માગ કરી હતી.
તેઓ પાકિસ્તાનમાં તાલિબાનના સમર્થક નેતા છે. તેમની સંસ્થા જમિયત-ઉલેમા-એ-ઇસ્લામ એ પાકિસ્તાનની સૌથી વધુ અસરકારક અને સંસાધનસંપન્ન સંસ્થાઓ પૈકી એક છે. તેમજ તેઓ "પવિત્ર, ઇસ્લામિક રાજ્ય" માટે કામ કરી રહ્યા હોવાનો દાવો કરે છે.
તેમણે પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જનરલ મુશર્રફને સત્તા પરથી હઠાવવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હાલ તેઓ ઇમરાન ખાન સરકારની મુશ્કેલીને કારણે ફરીથી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
નોંધનીય છે કે પાકિસ્તાન નેશનલ ઍસેમ્બ્લીની કુલ સભ્યસંખ્યા 342 પૈકી બહુમતી માટે 172 સાંસદોનાં સમર્થનની જરૂરિયાત હોય છે. પરંતુ તાજેતરના અહેવાલો અનુસાર સત્તારૂઢ ગઠબંધનની સંખ્યા 178 સુધી ઘટી ગઈ છે.
તેમજ પાકિસ્તાન મુસ્લિમ લીગ - નવાઝ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી પાસે હાલ 163 સાંસદોનું સમર્થન થઈ ગયું છે.
- શું યુક્રેન યુદ્ધ મુદ્દે ભારતે તટસ્થ રહીને કંઈ ગુમાવ્યું છે?
- રશિયાની આટલી મોટી સેના છતાં યુક્રેનને કેમ ઝુકાવી શકતું નથી?
https://www.youtube.com/watch?v=cofqm4qvysE
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












Click it and Unblock the Notifications
