કોરોના વાયરસની પહેલી વેક્સીનને લઈ રશિયાના આ દાવાને ભારતે ફગાવ્યો
કોરોના વાયરસની પહેલી વેક્સીનને લઈ રશિયાના આ દાવાને ભારતે ફગાવ્યો
નવી દિલ્હીઃ કોરોના વાયરસની વેક્સીનને લઈ રશિયાએ દાવો કર્યો કે તેમણે કોરોનાની વેક્સીન બનાવી લીધી છે. રશિયાએ દાવો કર્યો કે કોરોનાની પહેલી વેક્સીનને લઈ દુનિયાભરના દેશોએ ઈચ્છા જાહેર કરી છે. રશિયા તરફથી કહેવામાં આવ્યું કે કોરોનાની પહેલી વેક્સીન સ્પૂટનિક વીનું ફેઝ 3 ટ્રાયલ ભારત સહિત અલગ અલગ દેશોમાં કરવામાં આવશે. પરંતુ રશિયાના આ દાવાને ભારતીય કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે નકારી કાઢ્યો છે. ભારત તરફથી કહેવામાં આવ્યું કે રશિયા સાથે આવા પ્રકારનો એકેય કરાર નથી થયો.

જણાવી દઈએ કે મંગળવારે 11 ઓગસ્ટે ગેમલિયા રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ અને રશિયન ડિફેંસ મિનિસ્ટ્રીએ દાવો કર્યો હતો કે તેમણે કોરોનાની વેક્સીન બનાવી લીધી છે અને તે સ્વાસ્થ્ય મંત્રાલયમાં રજિસ્ટર પણ કરાવી દીધી છે. પરંતુ દુનિયાભરના નિષ્ણાંતોએ તેની સુરક્ષાને લઈ પોતાની ચિંતા વ્યક્ત કરી છે. રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિને કોરોનાની વેક્સીન સ્પૂટનિક-વી નું એલાન કરતા દાવો કર્યો હતો કે આ દુનિયાની પહેલી કોરોના વેક્સીન છે જે કોરોના સંક્રમણને જન્મ આપનાર વાયરસ SARS-CoV-2 ને રોકી શકે છે.
રશિયાની વેબસાઈટ રશિયા ટૂડે તરફથી જણાવવામાં આવ્યું કે મંગળવારે સવારે પુતિને દુનિયાની પહેલી કોરોના વેક્સીન તૈયાર થવાની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે આ વેક્સીન જીવલેણ વાયરસ વિરુદ્ધ ઈમ્યૂનિટીનું નિર્માણ કરવામાં સક્ષમ છે જે તેજીથી દુનિયામાં ફેલાઈ રહી છે અને કેટલાય લોકોના જીવ લઈ રહી છે. પુતિને પોતાની સરકારના સભ્યોને કહ્યું, જ્યાં સુધી મને ખબર છે આ કોરોના વાયરસ સંક્રમણ વિરુદ્ધ એક વેક્સીનને સવારે રજિસ્ટર કરવામાં આવી છે, જે દુનિયાની પહેલી વેક્સીન છે. તેમણે આગળ કહ્યું કે, આ વેક્સીનને તૈયાર કરવાના કામમાં લાગેલા દરેક શખ્સનો હું આભાર માનું છું. આખી દુનિયા માટે આ મહત્વની ક્ષણ છે.












Click it and Unblock the Notifications
