For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્સરના દર્દીઓ માટે જલ્દી એક સારા સમાચાર આવી શકે છે!

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, કેન્સર વિશ્વભરમાં મૃત્યુનું એક મુખ્ય કારણ છે. 2020 માં કેન્સરથી લગભગ 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા.

By Desk
|
Google Oneindia Gujarati News

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, કેન્સર વિશ્વભરમાં મૃત્યુનું એક મુખ્ય કારણ છે. 2020 માં કેન્સરથી લગભગ 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા. કેન્સર સામેની લડાઈમાં હારી ગયેલા લોકોમાં ઘણા લોકો એવા હતા, જેમના માટે સારવારનો ખર્ચ ઘણો વધારે છે. હવે યુકેમાં આરોગ્ય અધિકારીઓએ એક પરીક્ષણ શરૂ કર્યું છે, જે ભારત સહિત ઘણા દેશોમાં કેન્સર નિદાન અને સારવારનો ખર્ચ ઘટાડવામાં મદદ કરી શકે છે.

cancer

બ્રિટનની સરકારી સંસ્થા નેશનલ હેલ્થ સર્વિસે ગ્રેઇલ ઇન્ક મુખ્ય ગેલેરીનું સૌથી મોટુ પરીક્ષણ શરૂ કર્યુ છે, જે વ્યક્તિમાં લક્ષણો દર્શાવતા પહેલા જ 50 થી વધુ કેન્સરને શોધી શકે છે. ટ્રાયલ જો સફળ થાય તો ભારત સહિતના દેશોમાં કેન્સરની તપાસ અને સારવારના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરી શકે છે.

એનએચએસના ચીફ એક્ઝિક્યુટિવ અમાન્ડા પ્રીચાર્ડ કહે છે કે, ઝડપી અને સરળ રક્ત પરીક્ષણ તરીકે કરવામાં આવેલુ આ પરિક્ષણ સમગ્ર વિશ્વમાં કેન્સરની તપાસ અને સારવારમાં ક્રાંતિની શરૂઆતને ચિહ્નિત કરી શકે છે. પ્રીચાર્ડે કહ્યું, ચિહ્નો અને લક્ષણો દેખાય તે પહેલા કેન્સરને શોધી કાઢી લોકોને જીવવાની તક આપી શકીએ છીએ.

યુકેમાં કન્સલ્ટન્ટ રેડિયોલોજિસ્ટ મમતા રાવે જણાવ્યું હતું કે, ભારત અને બાકીના વિશ્વ માટે આનો અર્થ એ છે કે એક અદભુત પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જે તેમના માટે અગ્રદૂત સાબિત હશે. તપાસ માટે તેમનો ખર્ચ નોંધપાત્ર રીતે ઘટશે. રાવે જણાવ્યું હતું કે, જખમની વહેલી તપાસનો અર્થ વહેલી સારવાર થશે, જે ખર્ચમાં ઘટાડો કરશે.

ઇંગ્લેન્ડમાં રહેતા ફોટોગ્રાફર હેરિએટ બકિંગહામ, જેમને 2013 માં તેમના સ્તન કેન્સર વિશે પહેલીવાર કહેવામાં આવ્યું હતું, તેમણે કહ્યું કે જો તેમનું કેન્સર વહેલું પકડાયુ હોત તો તેમની આ સ્થિતિ ન હોત. મારા શરીરમાં ગાઠનું નિદાન થયું ત્યાં સુધીમાં કેન્સર નોડ્સમાં પહોંચી ગયુ હતું. જો મારું કેન્સર અગાઉ શોધી શકાયુ હોત તો મારી સારવાર કદાચ ઓછી ડરામણી હોત. હરિયેટે કહ્યું કે, તે હવે સંપૂર્ણપણે ઠીક છે.

ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સરનું અનુમાન છે કે, 2018 માં વિશ્વભરમાં 17 મિલિયન નવા કેન્સર કેસ અને 9.5 મિલિયન મોત થયા હતા. 2040 સુધીમાં આ આંકડો વધીને 27.5 મિલિયન નવા કેન્સર કેસ અને 16.3 મિલિયન મોત સુધી પહોંચશે.

ભારતમાં નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામનો અંદાજ છે કે 68 માંથી એક પુરુષને ફેફસાનું કેન્સર છે. 29 માંથી 1 સ્ત્રીને સ્તન કેન્સર છે અને 9 માંથી 1 ભારતીય તેમના જીવનના અમુક તબક્કે કેન્સરથી પીડાય છે. આ પરીક્ષણના પરિણામો એવા કેન્સર માટે અદભુત કામ કરી શકે છે, જ્યાં સ્ક્રિનિંગ પ્રોગ્રામ્સ પણ ઉપલબ્ધ નથી, જેમ કે માથા, ગરદન, આંતરડા, ફેફસા, સ્વાદુપિંડ અને ગળામાં.

એનએચએસ સાથે કામ કરતા ઓન્કોલોજિસ્ટ ડો. પ્રીતા અરવિંદે ભારતમાં કેન્સર વિશે વાત કહ્યું કે, આ પરીક્ષણ અગાઉના કેન્સરને જોવાનો કરવાનો પ્રયાસ કરે છે, જે નિયમિત રીતે શોધી શકાતા નથી. સ્ક્રિનિંગ પ્રોગ્રામ્સ માત્ર અમુક પ્રકારની ગાંઠને જ પસંદ કરે છે, પરંતુ આ સંશોધન એ સંભવિત કેન્સરને શોધી શકે છે જે સ્ક્રીનીંગ પ્રોગ્રામ્સમાં શક્ય નથી.

વિજ્ઞાન આનુવંશિક કોડમાં રાસાયણિક ફેરફારો શોધવા પર આધાર રાખે છે. સેલ ફ્રી ડીએનએ ના ટુકડાઓ જે ગાંઠમાંથી લોહીના પ્રવાહમાં લીક થાય છે. અભ્યાસના પ્રારંભિક પરિણામો 2023 સુધીમાં અપેક્ષિત છે. જો સફળ થાય તો, ઇંગ્લેન્ડમાં NHS 2024 અને 2025 માં રોલઆઉટને 10 લાખ લોકો સુધી વિસ્તૃત કરવાની યોજના ધરાવે છે. ડો. મમતા રાવે કહ્યું કે જો બધું યોજના મુજબ ચાલે તો 2026 સુધીમાં પરીક્ષણ ઉપલબ્ધ થવાની શક્યતા છે.

English summary
There may be good news for cancer patients soon!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X