For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ અફઘાન નેતાએ તાલિબાન સામે બાયો ચડાવી, અમેરિકા પાસે હથિયાર માંગ્યા!

પંજશીરના તાકતવર નેતા અહમદ શાહ મસૂદના પુત્ર અહમદ મસૂદે તાલિબાન સામે બાયો ચડાવી છે, પરંતુ આ કામમાં તેને અમેરિકાની મદદની જરૂર છે.

|
Google Oneindia Gujarati News

પંજશીરના તાકતવર નેતા અહમદ શાહ મસૂદના પુત્ર અહમદ મસૂદે તાલિબાન સામે બાયો ચડાવી છે, પરંતુ આ કામમાં તેને અમેરિકાની મદદની જરૂર છે. તાજેતરમાં પ્રકાશિત ઓપ-એડ દ્વારા તેને અમેરિકાને "છેલ્લી બાકી આશા" ગણાવી છે અને શસ્ત્રો પૂરા પાડવા અપીલ કરી છે. મસૂદના પિતાએ પંજશીરમાં તાલિબાન વિરુદ્ધ સૌથી મોટું અભિયાન ચલાવ્યું હતું. 2001 માં તેની હત્યા કરવામાં આવી હતી.

taliban

વોશિંગ્ટન પોસ્ટમાં પ્રકાશિત એક ઓપ-એડમાં તેમણે લખ્યું, 'અમેરિકા હજુ પણ લોકશાહીનું સૌથી મોટું શસ્ત્રાગાર બની શકે છે. અમે ફરી એક વખત તાલિબાનનો સામનો કરવા માટે તૈયાર છીએ. 1990 નું ગૃહયુદ્ધ હોય કે એક દાયકા પહેલાનો સોવિયેત પ્રભાવ, દરેકમાં પંજશીર હજુ પણ અજેય છે.

સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવેલી તસવીરો દર્શાવે છે કે ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહ અને મસૂદ વચ્ચે બેઠક થઈ હતી. એવું લાગે છે કે બંને તાલિબાન સામે ગોરિલા અભિયાનની તૈયારી કરી રહ્યા છે. તેમણે કહ્યું, ' અમને વધુ હથિયારો, વધુ દારૂગોળો અને વધુ પુરવઠાની જરૂર છે.' મસૂદ કહે છે કે તાલિબાનનો ખતરો સરહદ પાર પણ છે.

તેમણે કહ્યું કે, તાલિબાનના નિયંત્રણ હેઠળનું અફઘાનિસ્તાન નિશંકપણે કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદનું કેન્દ્ર બનશે. અહીં લોકશાહી દેશો વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવશે. દેશ પર કબજો કર્યા બાદ તાલિબાન લડવૈયાઓની ઘણી તસવીરો સામે આવી છે, જેમાં તે અફઘાન દળો પાસેથી હથિયારો, સાધનો જપ્ત કરતા જોવા મળી રહ્યા છે. આમાંથી મોટા ભાગની યુએસ દ્વારા અફઘાનિસ્તાનને સપ્લાય કરવામાં આવેલા હતા.

તસવીરોમાં M4 અને M8 એસોલ્ટ રાઇફલ્સ, M24 સ્નાઇપર હથિયારો અને અમેરિકન હમવી પર તાલિબાન લડવૈયાઓ સવાર દેખાઈ રહ્યા છે. મસૂદે વોશિંગ્ટનને તાલિબાનના હાથમાં અફઘાન છોડવાના બદલે સ્વતંત્રતાને ટેકો આપવાનું કહ્યું. તેમણે લખ્યું, તમે અમારી છેલ્લી બાકી આશા છો.

English summary
This Afghan leader made a bio against the Taliban, asked for weapons from America!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X