For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

4 પત્ની અને 32 બાળકો છે, છતાં અડધી સદી ફટકારવાની છે ઇચ્છા!

|
Google Oneindia Gujarati News

જયપુર, 3 નવેમ્બર: સૌની અલગ-અલગ ઇચ્છા હોય છે, આ દુનિયામાં એક વ્યક્તિ એવો પણ છે જેની માત્ર એક જ ઇચ્છા છે અને તે છે 50 બાળકોનો પિતા બને છે. હવે તેમાં સૌથી રસપ્રદ વાત એ છે કે પોતાની આ ઇચ્છાને પૂરી કરવામાં અત્યાર સુધી તે 32 બાળકોનો પિતા તો બની જ ચૂક્યો છે.

આપને બતાવી દઇએ કે 32 બાળકો પેદા કર્યા બાદ આ આંકડો 50 સુધી પહોંચાડવાની મનશા ધરાવતો આ શખ્શ તુર્કીના દક્ષિણી પ્રાંતમાં રહેનાર 54 વર્ષીય હાલિત તકીન છે. જોકે શરૂઆતમાં જ હાલિત તકીનની આ ઇચ્છાને પૂરી કરવામાં કાનૂની અડચણ પેદા થઇ રહ્યું હતું કારણ કે તુર્કીમાં બહુ-વિવાહ ગેરકાનૂની છે.

હુર્રિયત ડેલી ન્યૂઝ અનુસાર હાલના તુર્કીના કાનૂનને તાક પર રાખીને એક અધિકારિક લગ્ન બાદ ત્રણ લગ્નો અનાધિકારિક રીતે કરી નાખી જેના કારણે તેનાથી થનારા બાળકોની સંખ્યા 32 સુધી પહોંચી ગઇ છે.

father
હાલિતને પોતાના 50 બાળકોને પેદા કરવાની તમન્નામાં વધારો ત્યારે થયો જ્યારે તેની પહેલી પત્નીએ હમણા જ એક બાળકને જન્મ આપ્યો. હાલિતે આ બાળકનું નામ અહમત રાખ્યું છે. આ નવજાતને મળીને હાલિતના કૂલ 32 બાળકો છે જેમાં 12 છોકરા છે અને બાકીની છોકરીયો. પરંતુ હવે હાલિતની ઇચ્છા છે કે બાળકોની સંખ્યા 50 સુધી પહોંચાડે.

હાલિતના આટલા મોટા પરિવારની વાત કરવામાં આવે તો તેમનું કહેવું છે કે તેમની તમામ પત્નીઓ અલગ-અલગ ઘરોમાં રહે છે, કારણ કે સૌનું એક સાથે રહેવું સંભવ નથી. પરંતુ તેઓ ખુશ છે કે તેમના પરિવારમાં તમામ હળી-મળીને રહે છે.

તુર્કીમાં એક કરતા વધારે વિવાહ ગેરકાયદેસર છે, પરંતુ 2013ના સર્વે અનુસાર 3 લાખ 72 હજાર લોકોએ એક કરતા વધારે લગ્ન કર્યા છે. તેમ છતાં તુર્કીના રાષ્ટ્રપતિ રેકેપ તૈય્યબ એર્દોગાન જ્યારે વડાપ્રધાન હતા ત્યારે તેમણે નાગરિકોને વધુમાં વધું ત્રણ બાળકોને જન્મ આપવાની અપીલ કરી હતી.

English summary
This father have 32 children, wants to have 18 more.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X