સેલ્ફી લેતા લેતા સર્જાઇ ગઇ ઘટના, વીડિયો બન્યો વાયરલ!
સિડની, 3 ઓગસ્ટ: ઓસ્ટ્રેલિયાની રાજધાની સિડનીમાં એક અજીબો-ગરીબ ઘટના સામે આવી જ્યારે સેલ્ફીના કારણે બે પ્રવાસીઓમાં ઝગડો થઇ ગયો. હદ તો ત્યારે થઇ ગઇ જ્યારે પ્રવાસીઓ એકબીજાને મારવાવા લાગ્યા. સિડની હાર્બર પર એક બોટમાં આ બંને પ્રવાસીઓ સવાર હતા. તેમની લડાઇને જોઇને જ્યાં કેટલાંક લોકો હેરાન રહી ગયા તો ઘણા લોકો પોતાનું હાસ્ય પણ રોકી શક્યા નહીં.

ઓસ્ટ્રેલિયાઇ મીડિયા અનુસાર સિડની હાર્બર પર એક બ્રિટિશ પ્રવાસી જેનું નામ ટેરી ટફરસન છે, પોતાની સેલ્ફી સ્ટિકથી ઘણા ફોટોગ્રાફ્સને લઇ રહ્યો હતો. તેની સાથે જ હાજર લોકોની સાથે વાત ચીત પણ કરતો હતો.
આ વાતચીતના આધારે જ તે એક વીડિયો પણ બનાવવામાં મશગૂલ હતો. જે સમયે ટેરી વીડિયો બનાવી રહ્યો હતો, તે જ સમયે ત્યાં હાજર અમેરિકન અને જાપાની પ્રવાસનની વચ્ચે ઝગડો થઇ ગયો. બંનેની વચ્ચે મારા-મારી શરૂ થઇ ગઇ હતી. જોત જોતામાં જાપાની પ્રવાસીએ અમેરિકન પ્રવાસીને ઉઠાવીને પાણીમાં ફેંસી દીધો. આ આખી ઘટનાને ટેરીએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી.
જુઓ વીડિયો...












Click it and Unblock the Notifications
