For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PHOTO: કિન્નરોની વિશ્વ સુંદરી બની ફિલીપાઇન્સની ટ્રીક્સી

|
Google Oneindia Gujarati News

કિન્નર હોવુ કોઇ શરમની વાત નથી. કિન્નરો પણ તમારી અને અમારી જેમ એક માણસ છે, અને તેમને પણ સન્માનની સાથે જીવવાનો હક્ક છે. લાંબા સમયથી વિશ્વભરમાં કિન્નરોના અધિકારો અંગે ઠેરઠેર પ્રયત્નો ચાલી રહ્યાં છે. ત્યારે કિન્નરોના ઉદ્ધાર્થ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ એક પહેલ કરવામાં આવી. આતંરરાષ્ટ્રીય કક્ષાએ કિન્નરો માટે "મીસ ઇન્ટરનેશનલ ક્વીન"નું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ વર્ષે આતંરરાષ્ટ્રીય કક્ષાએ કિન્નરો માટે યોજાયેલી "મીસ ઇન્ટરનેશનલ ક્વીન"ની સ્પર્ધાનો ખિતાબ ફિલીપાઇન્સની ટ્રીક્સી મારીસ્ટેલાએ જીત્યો છે. આ પ્રતિયોગીતાનું આયોજન થાઇલેન્ડના પ્રર્યટન કેન્દ્ર પટ્ટાયામાં કરવામાં આવ્યુ હતુ. સમાચાર મુજબ બેંગકોક પોસ્ટના જણાવ્યા અનુસાર, ફિલીપાઇન્સ વિશ્વ વિદ્યાલયમાંથી સ્નાતક સુધીનો અભ્યાસ મેળવી ચૂકેલી ટ્રીક્સીને શુક્રવારે આ સૌદર્ય પ્રતિયોગીતામાં ફાઇનલ વિજેતાનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. તેમજ રોકડ ઇનામ પણ આપવામાં આવ્યું હતુ.

fashion

આ ઉપરાંત બ્રાઝીલની વાલ્સેકા ડૉમેનિક ફેરાઝ બીજા સ્થાને રહી હતી. જ્યારે થાઇલેન્ડની સોપિડા સિરીવત્તાનાનુકુન ત્રીજા સ્થાને હતી. મહત્વપૂર્ણ છેકે વર્ષ 2014માં આ પ્રતિયોગીતાની શરૂઆત થઇ હતી. આ અનોખી સૌદર્ય સ્પર્ધામા અત્યારસુધી થાઇલેન્ડ, અમેરિકા, મેક્સિકો, જાપાન, દક્ષિણ કોરીયા, બ્રાઝીલ, વેનેઝુએલા, અને ફિલીપાઇન્સની સુંદરીઓ તાજ હાંસલ કરવામાં સફળ રહી છે.

English summary
Transgender Trixie Martistela was crowned Miss International Queen 2015
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X