પેરિસ કરારમાંથી અમેરિકા બહાર, ડોનાલ્ડ ટ્રંપે ભારતના માથે મઢ્યો દોષ

Written By:
Subscribe to Oneindia News

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે વર્ષ 2015માં થયેલ પેરિસ ક્લાઇમેટ કરારમાંથી અમેરિકા બહાર થયું હોવાની ઘોષણા કરી દીધી છે. આ સાથે જ ટ્રંપે ભારતને સૌથી વધુ પ્રદૂષણ ફેલાવનાર દેશ પણ કહ્યો છે.

donald trump

ભારતને મળશે અબજો ડોલરની મદદ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અનુસાર, પેરિસ ક્લાઇમેટ ડીલ અમેરિકન અર્થવ્યવસ્થા માટે મોટું જોખમ છે અને તે અમેરિકન નોકરીઓ માટે પણ મોટા સંકટ સમાન હતી. આ ડીલમાંથી અમેરિકા બહાર થયું છે અને ટ્રંપે આ માટે ચીન અને ભારતને દોષીત ગણાવ્યા છે. અમેરિકાએ કહ્યું કે, 'વર્ષ 2015ના પેરિસ કરાર હેઠળ ભારતને બિલિયન ડૉલરની રકમ મળશે અને તેનો ફાયદો ચીનને પણ થશે. ચીન અને ભારત જેવા દેશો અમેરિકા તરફથી મળતી અબજો ડોલરની મદદથી કોલસાથી સંચાલિત પાવર પ્લાન્ટ્સ ઊભા કરશે. જ્યારે અમેરિકાના ઉદ્યોગો અને રોજગારને આને કારણે નુકસાન થશે.' ટ્રંપના આ નિર્ણય અંગે ડેમોક્રેટિક પાર્ટીના નેતા નેન્સી પેલોસીએ કહ્યું કે, જો રાષ્ટ્રપતિ ટ્રંપ ઇચ્છતા હોય કે, ક્લાઇમેટ ડીલમાં ભારત અને ચીન આ મુદ્દે વધુ કડક વલણ અપનાવે, તો તેમણે જવાબદારી લેવી પડશે. પેરિસ કરાર માટે તેમણે નવા કાયદાઓ લાવવા પડશે. કરારમાંથી આમ બહાર નીકળી જવું એ કોઇ વિકલ્પ નથી.

પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામા નિરાશ

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપિત બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન અમિરેકાએ કરારમાં ઝંપલાવ્યું હતું, ડોનાલ્ડ ટ્રંપના પીછેહઠના નિર્ણયથી ઓબામા ઘણા નિરાશ થયા છે. આ કરાર પાછળ બરાક ઓબામાએ ઘણી મહેનત કરી હતી. પેરિસના મેયરે ટ્રંપના આ નિર્ણયને મોટી ભૂલ ગણાવી છે. યુરોપિયન કમીશનના અધ્યક્ષ જીન ક્લૉડ જંકેરે પણ ટ્રંપના આ પગલાને ગંભીર ખોટો નિર્ણય ગણાવ્યો છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનયુએલ મૈક્રાને કહ્યું કે, ટ્રંપે આ કરારમાંથી અલગ થઇને ઐતિહાસિક ભૂલ કરી છે. સાથે જ તેમણે આ કરાર પર કામ કરતાં અમેરિકન વૈજ્ઞાનિકોને ફ્રાંસમાં આવી કામ કરવાનું આમંત્રણ પણ આપ્યું છે.

English summary
Donald Trump calls India the biggest polluter while pulling US out of the Paris Agreement.
Please Wait while comments are loading...