For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રોજગાર સુરક્ષિત કરવા અમેરિકા અન્ય દેશના નાગરિકો પર રોક લગાવશે

રોજગાર સુરક્ષિત કરવા અમેરિકા અન્ય દેશના નાગરિકો પર રોક લગાવશે

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અસ્થાયી રૂપે અન્ય દેશોથી આવતા નાગરિકો પર રોક લગાવવાનો ફેસલો લીધો છે. અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આ ફેસલો અમેરિકી નાગરિકોની નોકરીને સુરક્ષિત કરવાના હેતુસર લીધો છે. અત્યાર સુધી કોરોના વાયરસ મહામારીને કારણે અમેરિકામાં સૌથી વધુ મોત થયાં છે. અહીં 40500 લોકોના મોત થયાં છે. આ મહામારીની સૌથી વધુ અસર અમેરિકાની અર્થવ્યવસ્થા પર પણ પડી છે.

donald trump

અદ્રશ્ય દુશ્મન સાથે જંગનો હવાલો

ટ્રમ્પે મંગળવારે સવારે ટ્વીટ કર્યું જેમાં તેમણે લખ્યું કે, અદ્રશ્ય દુશ્મન તરફતી થઈ રહેલા હુમલાને જોતા અને મહાન અમેરિકાના નાગરિકોની નોકરીઓની રક્ષાની જરૂરતને જોતા અમેરિકામાં અસ્થાયી રીતે બિનપ્રવાસીને રદ્દ કરવાનો એક આદેશ કરીશ. પાછલા મહિને 22 મિલિયન એટલે કે 2.2 કરોડ અમેરિકી નાગરિકોને બેરોજગારી ભથ્થા મળ્યા હતા અને આ અત્યાર સુધીનો રેકોર્ડ છે. જ્યારે એપ્રિલ મહિનામાં પણ લાખો અમેરિકીઓએ આના માટે અપ્લાય કર્યું છે. અમેરિકા મહામારીના કારણે વિશાળ મંદી તરફ વધી રહ્યું છે અને અર્થવ્યવસ્થાને નિયંત્રિત કરવા માટે કેટલાક અસાધારણ ફેસલા પણ લેવામાં આવનાર છે.

માર્ચના મહિનામાં રિટેલ વેચાણમાં રેકોર્ડ ગિરાવટ નોંધાયી હતી. વર્ષ 1946 બાદ ફેક્ટરીઓના ઉત્પાદનમાં પણ રેકોર્ડ ગિરાવટ નોંધાણી. અમેરિકી અર્થશાસ્ત્રી હેવા એ વાતની સંભાવના જતાવી રહી છે કે અર્થવ્યવસ્થા જે પહેલા જ મંદીમાં આવી ચૂકી છે હવે દ્વિતીય વિશ્વ યુદ્ધ બાદ મોટી ગિરાવટ તરફ છે. ટ્રમ્પે કોરોના વાયરસ મહામારીના કારણે ચૌપટ થયેલ અમેરિકી અર્થવ્યવસ્થાને સુધારવા માટે યોજના બનાવી છે. તાજા આંકડા મુજબ 1.6 કરોડ લોકોના રોજગાર છીનવાઈ ગયા છે. ટ્રમ્પે પાછલા દિવસોમાં કહ્યું હતું કે તે ધીરે ધીરે અમેરિકી અર્થવ્યવસ્થા ખોલશે. ટ્રમ્પે કહ્યું કે તાજા આંકડાઓના આધાર પર આપણા વિશેષજ્ઞોની ટીમથી પરામર્શ બાદ અમે એ વાત પર એકમત થયા કે હવે આગલી લડાઈ લડવાનો સમય આવી ગયો છે.

નોર્થ કોરિયાના નેતા કિમ જોંગ ઉન ખતરામાં, સર્જરી બાદથી હાલાત ખરાબનોર્થ કોરિયાના નેતા કિમ જોંગ ઉન ખતરામાં, સર્જરી બાદથી હાલાત ખરાબ

English summary
Coronavirus: Trump to temporarily suspend immigration into US to protect jobs of his citizens.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X