For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકી કોંગ્રેસની પહેલી હિંદુ સાંસદ તુલસી લડશે 2020માં રાષ્ટ્રપતિ ચૂંટણી!

અમેરિકી કોંગ્રેસની પહેલી હિંદુ સાંસદ તુલસી ગબાર્ડ વર્ષ 2020માં અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે નસીબ અજમાવી શકે છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકી કોંગ્રેસની પહેલી હિંદુ સાંસદ તુલસી ગબાર્ડ વર્ષ 2020માં અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે નસીબ અજમાવી શકે છે. તુલસીના નજીકના સૂત્રો તરફથી આ અંગેની જાણકારી આપવામાં આવી છે. શુક્રવારે લૉસ એન્જેલસમાં થયેલી મેડટ્રોનિક કોન્ફરન્સમાં ભારતીય મૂળની પ્રતિષ્ઠિત ડૉક્ટર સંપત શિવાંગીએ તુલસીનો પરિટય કરાવ્યો અને કહ્યુ કે તે વર્ષ 2020માં અમેરિકાની આગામી રાષ્ટ્રપતિ બની શકે છે. 37 વર્ષની તુલસી વિશે જ્યારે ડૉક્ટર સંપત તરફથી એવુ કહેવામાં આવ્યુ તો લોકોએ ઉભા થઈને તેમના માટે તાળીઓ વગાડી. તુલસી હવાઈથી અમેરિકી કોંગ્રેસની સાંસદ છે.

આ પણ વાંચોઃ ભાજપ અધ્યક્ષ અમિત શાહને મોટી રાહત, વિશેષ કોર્ટે બે કેસ ફગાવ્યાઆ પણ વાંચોઃ ભાજપ અધ્યક્ષ અમિત શાહને મોટી રાહત, વિશેષ કોર્ટે બે કેસ ફગાવ્યા

સમાચાર પર મૌન છે તુલસી

સમાચાર પર મૌન છે તુલસી

તુલસીએ આ કોન્ફરન્સને સંબોધિત કરી પરંતુ તેમણે ન તો આ સમાચારની પુષ્ટિ કરી છે અને ના તો તેનો ઈનકાર કર્યો છે. ક્રિસમસ પહેલા આ વાત પર કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે. આવતા વર્ષે જ્યારે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે પ્રક્રિયા શરૂ થશે તો બની શકે છે આ વિશે કોઈ ઔપચારિક એલાન કરવામાં આવે. જો કે એવા પણ સમાચાર છે કે તુલસી અને તેમની ટીમ અત્યારથી ગ્રાન્ટ માટે લોકો સાથે સંપર્ક કરવામાં લાગ્યા છે. તેમની નજરો મોટાપાયે ભારતીય-અમેરિકીઓ પર છે. સાથે તુલસી એવા વોલેન્ટીયર્સ વિશે પણ વિચારી રહી છે જે વર્ષ 2020માં તેમના માટે પ્રભાવશાળી રીતે પ્રચાર કરી શકે.

ભારતીય-અમેરિકીઓ વચ્ચે લોકપ્રિય તુલસી

ભારતીય-અમેરિકીઓ વચ્ચે લોકપ્રિય તુલસી

તુલસી, ભારતીય-અમેરિકીઓ વચ્ચે ઘણી લોકપ્રિય છે. તુલસીએ પોતાના રાજકીય કેરિયરની શરૂઆતથી જ પોતાના મતદાર ક્ષેત્ર હવાઈમાં પોતાની એક પ્રતિષ્ઠા જાળવી રાખી છે. વિશેષજ્ઞોની માનીએ તો એટલા માટે જ તેમની ટીમ ચૂપચાપ ભારતીય સમાજ સુધી પહોંચવામાં લાગી ગઈ છે. ભારતીય અમેરિકી સમાજ યહૂદી અમેરિકીઓ બાદ સૌથી અમીર સમાજ છે. આ સાથે જ બીજા પણ ઘણા મહત્વપૂર્ણ રાજ્યોમાં ભારતીય અમેરિકી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે.

કોણ છે તુલસી

કોણ છે તુલસી

ગબાર્ડ ભારતીય નથી. તેમનો જન્મ અમેરિકાના સામોઆમાં થયો છે. કેથોલિક પિતા માઈક ગબાર્ડ, હવાઈમાંથી જ સેનેટર હતા અને તેમની મા કેરલ પોર્ટર ગબાર્ડ કોકેશિયાન વંશની હતી. તેમના માતાપિતા હિંદુ ધર્મના અનુયાયી છે. બે વર્ષની ઉંમરમાં ગબાર્ડ ફેમિલી હવાઈ જતા રહ્યા અને અહીં તેમના માતાપિતાએ હિંદુ ધર્મ અપનાવી લીધો. તુલસીએ હવાઈના રહેવાસી અને વ્યવસાયે સિનેમેટોગ્રાફર ગૌરચંદા વિલિયમ્સ સાથે લગ્ન કર્યા છે. બંનેએ હિંદુ રીતિ-રિવાજ સાથે એપ્રિલ 2015માં લગ્ન કર્યા હતા.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં ભાજપ સામે ગઠબંધનની તૈયારી, શરદ પવારે BJPને રાષ્ટ્રીય આપત્તિ ગણાવીઆ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં ભાજપ સામે ગઠબંધનની તૈયારી, શરદ પવારે BJPને રાષ્ટ્રીય આપત્તિ ગણાવી

English summary
Tulsi Gabbard first Hindu lawmaker in US Congress may run for US President in 2020.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X