For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યૂરોપીયન મહિલાઓને અર્ધનગ્ન થઇને પ્રદર્શન કરવાની મળી સજા!

|
Google Oneindia Gujarati News

femen group
ટ્યૂનિસ, 13 જૂન : ટ્યૂનીશિયામાં સરકારની વિરોધમાં અર્ધનગ્ન અવસ્થામાં પ્રદર્શન કરનાર ફીમેન સમૂહ સાથે જોડાયેલ બે ફ્રાંસીસી અને એક જર્મન મહિલાને ચાર મહીનાની જેલની સજા ફટકારવામાં આવી છે.

ફ્રાંસની મારગ્રેટ સ્ટર્ન અને પોલીન હિલિયર અને જર્મનીની જોસેફીન માર્કમેન અને સંગઠન ફીમેન સાથે જોડાયેલ ટ્યૂનીશિયાઇ કાર્યકર્તા અમીના ટાયલરને છોડાવવા માટે ટોપ પહેર્યા વગર 29 મેના રોજ ટ્યૂનીસના કેન્દ્રીય વિસ્તારમાં સરકાર વિરોધી પ્રદર્શન કર્યું હતું.

આ યૂરોપીય મહિલા કાર્યકર્તાઓના વકીલ સુહૈબ બાહરીએ કહ્યું કે કોર્ટે ફીમેનની ત્રણ કાર્યકર્તાઓને અભદ્ર વર્તન અને સાર્વજનિક નૈતિકતા પર સવાલ ઉઠાવવાના આરોપમાં ચાર મહીના અને એક દિવસની સજા ફટકારવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 18 વર્ષની ટાયલરને એક મસ્જીદની દીવાર પર મહિલા અધિકારોની માંગ કરનાર બેનર લટકાવવા અને પોતાનું ટોપ ઉતારવાના આરોપમાં 19 મેના રોજ ધરપકડ કરી લેવામાં આવી હતી. તે હજી પોલીસ કસ્ટડીમાં છે અને તેની પર કેસ ચલાવવામાં આવશે.

ફીમેન ગ્રૂપની સ્થાપના યૂક્રેનમાં થઇ હતી અને હવે તે ઘણા દેશોમાં સક્રીય છે. આની સાથે જોડાયેલ મહિલાઓ અર્ધનગ્ન પ્રદર્શનો કરતી આવી છે.

English summary
The judge condemned the three Femen activists to four months and one day in prison for an attack on public morals and indecency.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X