For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

''ટ્વિટર પર અશ્લીલ મેસેજ મોકલનારાઓની હવે ખૈર નહી''

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

લંડન, 4 ઓગષ્ટ: ટ્વિટરના ઇગ્લેંડ સ્થિત કાર્યાલાયે નેટવર્કિંગ સાઇટ પર હવે અશ્લીલ કે ધમકીભર્યા સંદેશ ભોકલનાર લોકો વિરૂદ્ધ 'રિપોર્ટ અબ્યૂજ'ના નામે એક નવુ બટન શરૂ કરવાની જાહેરાત કરી છે. ઇગ્લેંડમાં કેટલાક જાણીતા મહિલા સમૂહને જાણીતી સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકીઓ બાદ ટ્વિટરના ઇગ્લેંડ કાર્યાલયે મહિલાના સમૂહ પાસે માફી માંગી અને સાઇટ પર એવા ઉપાયની જાહેરાત કરી કે જેનાથી લોકો આ પ્રકારની ધમકી ભર્યા સંદેશાને ટાળી શકે.

ટ્વિટરના અધિકારીઓએ જાહેરાત કરી હતી કે ટ્વિટર પર અભદ્ર અને ધમકીભર્યા સંદેશાઓના સમાધાન માટે કર્મચારીઓની નિમણૂંક કરી રહ્યાં છે. તેમને એમપણ કહ્યું હતું કે વર્તમાન સમયમાં આઇફોન માટે ટ્વિટરની એપ્પ્સ પર ઉપલબ્ધ 'રિપોર્ટ અબ્યૂજ' બટનને ટ્વિટરની વેબસાઇટ તથા અન્ય મોબાઇલ ફોન માટે ઉપયોગ લેવામાં આવતી એપ્પસ પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

twitter

કેનેડા સમાચાર ચેનલ 'સીબીસીન્યૂઝ'ના અનુસાર, ઇગ્લેંડની એક મહિલા અધિકારો માટે કામ કરનાર કાર્યકર્તા, સંસદની કેટલીક મહિલા સભ્યો અને મહિલા પત્રકારોને મળેલી ધમકીઓ તથા ધૃણાસ્પદ ટિપ્પણીઓ બાદ ટ્વિટરને આ પગલાં ભરવા માટે મજબૂર થવું પડ્યું.

આ પહેલાં લંડનની મહિલા અધિકારો માટે કામ કરનાર કાર્યકર્તા કૈરોલીન ક્રિએડો પેરેજ વિરૂદ્ધ દુષ્કર્મની ધમકી આપ્યા બાદ બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરવામાં આવેલા વ્યક્તિઓમાંથી એક પર પ્રમુખ વિપક્ષી દળ લેબર પાર્ટીની સંસદ સદસ્યતા સ્ટેલા ક્રીજીને દુષ્કર્મની ધમકીવાળા સંદેશા મોકલવાની શંકા છે.

ક્રિએડો પેરેજે ટ્વિટર દ્વારા કરવામાં આવેલી નવી જાહેરાતનું સ્વાગત કર્યું પરંતુ સાથે જ કહ્યું કે સોશિયલ નેટવર્કિંગ સાઇટો પર આ પ્રકારની ધમકીઓવાળા સંદેશા અને સંદેશ મોકલનારાના સમાધાન માટે સારી વ્યવસ્થા વિકસાવવાની જરૂરિયાત છે.

English summary
In a bid to counter abusive language, Twitter has issued its new rules. This move was generated after several high-profile British women reported receiving a flood of nasty, harassing or threatening messages on the micro-blogging site.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X