For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્વીટરમાં ફરીથી મોટી છટણી, કોન્ટ્રાક્ટ બેઝ 4400 કર્મચારીઓને છૂટા કર્યા

ટ્વીટર ટેકઓવર કર્યા બાદ કંપનીમાંથી મોટાપાયે કર્મચારીઓને છૂટા કરવામાં આવી રહ્યા છે. જે બાદ એલોન મસ્ક દ્વારા ટ્વીટરમાં ફરી મોટી છટણી કરવામાં આવી છે. ગત સપ્તાહ દરમિયાન ટ્વીટર 50 ટકા એટલે કે 3800 કર્મચારીઓને છૂટા કર્યા છે.

|
Google Oneindia Gujarati News

ટ્વીટર ટેકઓવર કર્યા બાદ કંપનીમાંથી મોટાપાયે કર્મચારીઓને છૂટા કરવામાં આવી રહ્યા છે. જે બાદ એલોન મસ્ક દ્વારા ટ્વીટરમાં ફરી મોટી છટણી કરવામાં આવી છે. ગત સપ્તાહ દરમિયાન ટ્વીટર 50 ટકા એટલે કે 3800 કર્મચારીઓને છૂટા કર્યા છે. જે બાદ હવે કોટ્રાક્ટ પર કામ કરતા 4400 કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે.

કોઇપણ નોટીસ આપ્યા વગર સ્ટાફને છૂટો કરાયો

કોઇપણ નોટીસ આપ્યા વગર સ્ટાફને છૂટો કરાયો

પ્લેટફોર્મર અને એક્સિઓસના અહેવાલો મુજબ, માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વીટર દ્વારા હવે કોન્ટ્રાક્ટ પર હોય તેવા કર્મચારીઓની છટણી કરવામાં આવી રહી છે. પ્લેટફોર્મરના કેસી ન્યુટને ટ્વીટ કર્યું હતું કે, એવું જાણવા મળ્યું છે કે, યુએસ અને વિદેશમાં મોટી સંખ્યામાં કોન્ટ્રાક્ટ ટ્વીટર સ્ટાફને આજે બપોરે નોટિસ આપ્યા વિના કાઢી મૂકવામાં આવ્યા છે.

ટ્વીટરે ન આપ્યો જવાબ

ટ્વીટરે ન આપ્યો જવાબ

એક કર્મચારીએ Twitterના આંતરિક Slack મેસેજિંગ પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું હતું કે, એલોન મસ્ક કે ટ્વીટર બંનેએ હજૂ સુધી સપ્તાહના અંતે શરૂ થયેલી છટણીની નવી તરંગનો જવાબ આપ્યો નથી. ઘણાને જાણવા મળ્યું હતું કે, તેઓ હવે કંપની માટે કામ કરવા સક્ષમ નથી. કારણ કે, તેઓ અચાનક ટ્વીટરની આંતરિક સિસ્ટમની એક્સેસ ગુમાવી દે છે. અમે જેની સાથે કામ કરીએ છીએ તે કોન્ટ્રાક્ટરોમાંના એકના બાળ સુરક્ષા વર્કફ્લોને સૂચના વિના અક્ષમ કરવામાં આવ્યા છે.

ટ્વીટરે 4 નવેમ્બરના રોજ કરી હતી છટણી

Axios મુજબ, ટ્વીટરે ટાઈમ કાર્ડ પર હસ્તાક્ષર કરનારા સંખ્યાબંધ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે, તેથી કેટલાક કર્મચારીઓહવે ચિંતિત છે કે, તેઓને તેમના છેલ્લા બે અઠવાડિયાના કામ માટે ચૂકવણી ન મળે.

આ અગાઉ 4 નવેમ્બરના રોજ ટ્વીટરે મોટા પાયે છટણી કરી હતી. આ અગાઉ ધ વોશિંગ્ટન પોસ્ટે ઓકટોબરના અંતમાં અહેવાલ આપ્યો હતો કે, એલોન મસ્ક કંપની હસ્તગત કર્યા બાદ છટણીના પ્રારંભિક રાઉન્ડમાં 25 ટકા કર્મચારીઓને છૂટા કરવાની યોજના ધરાવે છે.

ખોટ કરી રહી છે કંપની

ખોટ કરી રહી છે કંપની

વોશિંગ્ટન પોસ્ટે કોર્પોરેટ દસ્તાવેજોને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે, મસ્ક 75 ટકા કર્મચારીઓની છટણી કરવાનો ઇરાદો ધરાવે છે, પરંતુટ્વીટરના નવા બોસે આ અહેવાલોને નકારી કાઢ્યા હતા. જોકે એલોન મસ્કે છટણીનું સમર્થન કરતાં જણાવ્યું હતું કે, ટ્વીટર નુકસાનમાં ચાલી રહ્યું છે, આવી સ્થિતિમાં છટણી અત્યંત જરૂરી છે.

English summary
Twitter lays off 4,400 contract base workers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X