ટ્વિટર લોકમંતવ્ય નથી દર્શાવતી : અભ્યાસ

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર કોઇને મત સાથે સહમતી દર્શાવતા અને કોઇ મુદ્દે ચર્ચામાં ભાગ લેતા લોકોનો વર્ગ અલગ છે. બંનેને એક સાથે મૂકી શકાય એમ નથી. આ સર્વેક્ષણ માટે એક ખાસ પ્રકારના કોમ્પ્યુટર પ્રોગ્રામનો ઉપયોગ થયો હતો. જે સોશિયલ મીડિયા પોસ્ટનું વિષ્લેષણ કરતો હતો. આ માટે પસંદ કરવામાં આવેલા સોશિયલ મીડિયા ડેટામાં અમેરીકાની આઠ મોટી અને મહત્વની સમાચાર એટલે કે ઘટનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં 2012ની રાષ્ટ્રપતિની ચૂંટણી અને રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ભાષણનો પણ સમાવેશ થાય છે.
ફ્યુ સેન્ટર દ્રારા નોંધવામાં આવ્યું કે ટ્વિટર પર વહેતા થયેલા મંતવ્યોને લોકમત સાથે કોઇ સંબંધ નથી. ટ્વિટરનો ન્યુઝ જાણવા માટે કરવામાં આવતો ઉપયોગ તેના વાંચનારા અને ન્યુઝ અપલોડ કરનારા બંનેની વચ્ચે મોટો તફાવત રહેલો છે. અહીં અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે ટ્વિટર અને ફેસબુક જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ સામાન્ય રીતે યુવાનોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત મોટા ભાગની ચર્ચાઓમાં નકારાત્મક વલણ વધારે જોવા મળ્યું છે.












Click it and Unblock the Notifications
