For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ કાશ્મીરને ફેક વીડિયો શેર કર્યો, ટ્વિટરે નોટિસ પાઠવી

પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ કાશ્મીરને ફેક વીડિયો શેર કર્યો, ટ્વિટરે નોટિસ પાઠવી

|
Google Oneindia Gujarati News

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ડૉક્ટર આરિફ અલ્વી જમ્મુ-કાશ્મીરના હાલાત પર ફેક વીડિયો ટ્વીટ કરીને ફસાઈ ગયા. ટ્વીટર તરફથી રાષ્ટ્રપતિને હવે નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ બાદ પાકિસ્તાનના મંત્રી કહી રહ્યા છે કે ટ્વિટર પણ હવે ભારત અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એજન્ડાને આગળ વધારવામાં લાગ્યું છે. પાકિસ્તાનના મીડિયા તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી છે. જણાવી દઈએ કે પાંચ ઓગસ્ટે જ્યારે ભારતે જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવાનો ફેસલો લીધો, તે બાદ પણ ટ્વિટરે ફેક ટ્વીટ કરનારાઓ પર એક્શન લીધી હતી.

24 ઓગસ્ટે શેર કર્યો હતો ફેક વીડિયો

24 ઓગસ્ટે શેર કર્યો હતો ફેક વીડિયો

પાકિસ્તાનની માનવાધિકાર મંત્રી શિરીન માજરીએ આ સમગ્ર મામલે પર ટ્વીટ કર્યું છે. માજરીએ લખ્યું કે, 'ટ્વિટર ખરેખર મોદી સરકારનું મુખપત્ર બની ગયું છે. તેમણે અમારા રાષ્ટ્રપતિને નોટિસ મોકલી છે. આ બહુ ખરાબ બાબત છે.' માજરીએ ટ્વિટર તરફથી મળેલ ઈમેલને પણ ટ્વીટ કર્યો હતો. 24 ઓગસ્ટે અલવીએ એક વીડિયો શેર કર્યો હતો જે વિદેશી મીડિયા તરફથી જાહેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોને અલવીએ શ્રીનગરમાં ચાલી રહેલ વિરોધ પ્રદર્શન ગણાવ્યું હતું.

અત્યાર સુધીમાં 200 પાકિસ્તાની અકાઉન્ટ્સ પર એક્શન

રવિવારે ઈમરાન સરકારમાં કોમ્યૂનિકેશન મંત્રી મુરાદ સઈદે પણ કહ્યું હતું કે તેમને પણ ટ્વિટર તરફથી એક નોટિસ મોકલવામાં આવી છે જેમાં ભારતીય કાનૂનોના ઉલ્લંઘનનો હવાલો આપવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં કેટલાય સોશિયલ મીડિયા અકાઉન્ટ્સને બંધ કરી દેવામાં આવ્યાં છે જે કાશ્મીર સાથે જોડાયેલ ફેક ન્યૂજ શેર કરી રહ્યા હતા. ટ્વિટર તરફથી પાંચ ઓગસ્ટ બાદથી 200 પાકિસ્તાની અકાઉન્ટ્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. પાકિસ્તાન સેનાના મીડિયા વિંગ આઈએસપીઆરના મેજર જનરલ આસિફ ગફૂર તરફથી કહેવામાં આવ્યું છે કે આ મામલાને ઑથૉરિટીએ ગંભીરતાથી લીધો છે અને આ સમગ્ર વિવાદ પાછળ ભારતનો હાથ છે.

પાકિસ્તાની રાષ્ટ્પતિએ ભારતને ધમકી આપી

પાકિસ્તાની રાષ્ટ્પતિએ ભારતને ધમકી આપી

અલ્વીએ ભારતને જમ્મુ-કાશ્મીર મામલે અપ્રત્યક્ષ રીતે ભારતને ધમકી આપી દીધી. રાષ્ટ્રપતિ અલવીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવી અને રાજ્યનો વિશેષ દરજ્જો ખતમ કરી ભારત આગળથી રમી રહ્યું છે. ડૉક્ટર અલવીનું માનીએ તો આ એક એવી આગ છે જે ભારતમાં ધર્મનિરપેક્ષતાને બાળીને ખાખ કરી દેશે. પાકિસ્તાનના અખબાર ડૉનમાં પબ્લિશ થયેલ રિપોર્ટ મુજબ અલ્વીએ કહ્યું કે ભારતની સરકારને જો એમ લાગે છે કે આર્ટિકલ 370ને હટાવી અહીંના હાલાત સુધારી શકે છે, તો તેઓ જિંદગીભર મૂર્ખ બન્યા રહેવા માંગે છે.

<strong>Amazon Fires: એમેઝોનના જંગલમાં લાગી ભીષણ આગ, વિમાનથી કાબૂમાં લેવાનો પ્રયાસ</strong>Amazon Fires: એમેઝોનના જંગલમાં લાગી ભીષણ આગ, વિમાનથી કાબૂમાં લેવાનો પ્રયાસ

યુદ્ધનો જવાબ આપશે ભારત

યુદ્ધનો જવાબ આપશે ભારત

આરિફ અલ્વીએ આરોપ લગાવ્યો કે ભારતે પાકિસ્તાન સાથે કાશ્મીર મામલે સમાધાન કરવાનો ઈનકાર કરી દીધો હતો. રાષ્ટ્રપતિ અલવીએ એમ પણ કહ્યું કે પાક પીએમ ઈમરાન હંમેશા કાશ્મીર મુદ્દાને દરેક આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવતા રહેશે. તેમણે પુલવામા આતંકી હુમલાને ભારતનું ષડયંત્ર ગણાવ્યું અને કહ્યું કે પાકિસ્તાનને બદનામ કરવા માટે ભારત આવું કંઈક કરી શકે છે. રાષ્ટ્રપતિ અલવીએ કહ્યું કે ભારત યુદ્ધની શરૂઆત કરશે તો પાકસ્તાન ચુપ નહિ બેશે.

English summary
twitter sent notice to president of pakistan arif alvi for sharing fake video
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X