ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેંઝામિન નેતન્યાહૂના ઘર પર હુમલો, બે ફ્લેશ બોમ્બ ફેંકવામાં આવ્યા
Israeli Prime Minister: ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના ઘર પર બે ફ્લેશ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. આ બોમ્બ ઉત્તર ઇઝરાયેલના શહેર સીઝેરિયામાં છોડવામાં આવ્યા હતા. આ બોમ્બ નેતન્યાહુના બગીચામાં પડ્યા હતા.
સારી વાત એ છે કે જ્યારે આ બોમ્બ પડ્યો ત્યારે ન તો નેતન્યાહૂ કે ન તો તેમનો પરિવાર ઘરમાં હાજર હતો, જેના કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. ઇઝરાયેલના રક્ષા મંત્રી કાત્ઝે એક્સ પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે.
હુમલાની કરી નિંદા
તેમણે કહ્યું કે તમામ હદ વટાવી દેવામાં આવી છે. આ સાથે તેમણે સુરક્ષા એજન્સીઓને જરૂરી પગલાં લેવા જણાવ્યું છે. ઇઝરાયેલના રાષ્ટ્રપતિ આઇઝેક હરઝોગે આ હુમલાની નિંદા કરી છે અને તપાસની માંગ કરી છે.સુરક્ષા પ્રધાન ઇટામર બેન ગ્વિરે કહ્યું કે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ વિરુદ્ધ ઉશ્કેરણી બધી હદો પાર કરી ગઈ છે. તેમના ઘર પર ફ્લેશ બોમ્બ ફાયરિંગ એ લાલ રેખા પાર કરવા જેવું છે.

ઓક્ટોબરમાં છોડાયુ હતુ ડ્રોન
નોંધનીય છે કે આ પહેલા ઓક્ટોબર મહિનામાં પણ નેતન્યાહુના ઘર તરફ ડ્રોન છોડવામાં આવ્યું હતું, જો કે તે સમયે પણ કોઈ નુકસાન થયું ન હતું. ઈઝરાયેલ અને લેબનીઝ આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે.
અગાઉ પણ બનાવાયુ હતુ નિશાન
ઓક્ટોબરમાં જ્યારે નેતન્યાહુના ઘરને નિશાન બનાવવામાં આવ્યું ત્યારે વડાપ્રધાને કહ્યું હતું કે ઈરાનના પ્રોક્સી હિઝબુલ્લાહે મારી અને મારી પત્નીની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
ઈઝરાયેલ પાસે છે બેસ્ટ સિસ્ટમ
તમને જણાવી દઈએ કે ઈઝરાયેલ પાસે મિસાઈલને શોધી કાઢવા અને તેને રોકવા માટે વિશ્વની શ્રેષ્ઠ સિસ્ટમ છે. આ સિસ્ટમ 1000 માઈલ પ્રતિ કલાકથી વધુની ઝડપે અંતર કાપે છે.












Click it and Unblock the Notifications
