For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુમ થયેલા 2 ભારતીય અધિકારીની હિટ એન્ડ રન કેસમાં ઈસ્લામાબાદ પોલિસે ધરપકડ કરી

સમાચાર સામે આવી રહ્યા છે કે ઈસ્લામાબાદ પોલિસે બંને ભારતીય અધિકારીઓને એક હિટ રન કેસમાં અરેસ્ટ કર્યા છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનમાં ભારતીય ઉચ્ચાયોગના બે અધિકારીઓ ગુમ થવા બાબતે ભારતે આજે પાકિસ્તાની હાઈ કમિશનનો સંપર્ક કર્યો. હવે સમાચાર સામે આવી રહ્યા છે કે ઈસ્લામાબાદ પોલિસે બંને ભારતીય અધિકારીઓને એક હિટ રન કેસમાં અરેસ્ટ કર્યા છે. જણાવવામાં આવી રહ્યુ છે કે બંને અધિકારીએ પોતાની ગાડીથી એક વ્યક્તિને ટક્કર મારી દીધી હતી. દૂર્ઘટનાનો શિકાર થયેલ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ જણાવવામાં આવી રહ્યો છે.

high commision

પાકિસ્તાની ચેનલ જિયો ટીવીના જણાવ્યા મુજબ સવારે આઠ વાગે એક બીએમડબ્લ્યુ કારે એક ચાલીને જતા વ્યક્તિને ટક્કર મારી દીધી. ટક્કર માર્યા બાદ આમાં સવાર બંને ભારતીય અધિકારીઓએ ભાગવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ત્યાં હાજર લોકોએ બંનેને પકડી લીધા. ત્યારબાદ તેમને ઈસ્લામાબાદ પોલિસના હવાલે કરી દીધા. આ તરફ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. જિયો ટીવી મુજબ પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યુ કે કાર ખૂબ જ સ્પીડમાં હતી. જેના કારણે તે નિયંત્રણ ગુમાવી બેઠા અને ચાલતા વ્યક્તિને ટક્કર મારી દીધી. આ દરમિયાન સૂત્રોના હવાલાથી સમાચાર આવી રહ્યા છે કે પાકિસ્તાનને કહેવામાં આવ્યુ છે કે બંને અધિકારીઓને સરકારી કારમાં તરત જ ઈસ્લામાબાદ સ્થિત ભારતીય હાઈ કમિશન મોકલવામાં આવ્યા. ભારતીય અધિકારીઓની સુરક્ષા અને સલામતીની જવાબદારી સંપૂર્ણપણે પાકિસ્તાની પ્રશાસનની છે. એવામાં અધિકારીઓને કોઈ પણ રીતે હેરાન કરવામાં ન આવે.

આ પહેલા સોમવારે સવારે ઈસ્લામાબાદ સ્થિત ભારતીય હાઈકમિશના બે અધિકારીઓ ગાયબ થયા હોવાના સમાચાર આવ્યા હતા. જેમાં બે અધિકારીઓના ઘરેથી હાઈ કમિશન જતી વખતે ગાયબ થયા હોવાની વાત કહેવામાં આવી હતી. આ ઘટના સામે આવ્યા બાદ ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને આ બંને અધિકારીઓ વિશે માહિતી મેળવવા કહ્યુ હતુ. વિદેશ મંત્રાલયે પાકિસ્તાની હાઈ કમિશને આ બાબતે સંપર્ક કર્યો હતો. ત્યારબાદ સોમવારે સાંજે પાકિસ્તાનના અધિકારી ભારતીય વિદેશ મંત્રાલયની ઑફિસ પહોંચ્યા અને તેમણે સમગ્ર મામલે માહિતી આપી.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ત્રીજી વાર ભૂકંપના ઝટકા, તીવ્રતા 4.1 માપવામાં આવીગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ત્રીજી વાર ભૂકંપના ઝટકા, તીવ્રતા 4.1 માપવામાં આવી

English summary
arrest two Indian High Commission employees arrested by Islamabad Police over hit and run case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X