પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસના બે અધિકારીઓ લાપતાઃ સૂત્ર
પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસના બે અધિકારીઓ લાપતાઃ સૂત્ર
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ઇસ્લામાબાદ ખાતે ભારતીય એમ્બેસીમાં કામ કરતા બે ભારતીય અધકારીઓ કાલથી લાપતા છે, તેમનો હજી સુધી કોઇ પતો લગાવી શકાયો નથી. ભારતીય અધિકારીઓએ જણાવ્યું કે તેઓ વધુ માહિતીનો ઇંતેજાર કરી રહ્યા છે. જેને લઇ ભારત અને પાકિસ્તાન વચ્ચે થોડો તણાવ વધ્યો છે.

પાકિસ્તાનના અધિકારીઓ દ્વારા ઉગ્ર દેખરેખ રાખવામાં આવી રહી હોવાને પગલે ભારતીય હાઇ કમિશને સામાન્ય રીતે કામ કરવું મુશ્કેલ બની રહ્યું છે. આ મામલે ભારતે પાકિસ્તાનનો વિરોધ નોંધાવ્યો છે. પાકિસ્તાને ડિપ્લોમેટિક સંબંધો પર વિયેના કન્વેન્શનનો પણ ઉલ્લંઘન કર્યો હોવાનું ભારતે જણાવ્યું.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ISIના સંદિગ્ધે મોટરસાઇકલ પર ભારતીય અધિકારી ગૌરવ આહલુવાલીયાનો પીછો કર્યો હતો. આ ઘટના 4 જૂનના રોજ ઘટી હતી.
સૂત્રએ વનઇન્ડિયાને જણાવ્યું કે આ ISIનું જ કારનામું છે, ભારતીય સેનાની હલચલની સંવેદનશીલ માહિતી એકઠી કરતી વખતે પકડી પાડ્યા હોવાથી ભારતીય અધિકારીઓનો બદલો લેવા આ હરકત કરવામાં આવી છે.
હવે ડિપ્લોમેટિક ચેનલ દ્વારા ભારત પાકસ્તાન સામે આકરો વિરોધ નોંધાવશે. વધુમાં સૂત્રએ નોંધ્યું કે ઇસ્લામાબાદ સાથે આ મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. ભારતીય અધિકારીઓએ પણ કહ્યું કે આવા પ્રકારની હરકતથી ભારતીય અધિકારીઓને પાકિસ્તાન પરેશાન કરવા માંગી રહ્યું છે અને આપણા અધિકારીઓના કામમાં ખલેલ પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે આવી હરકતો કરવામાં આવી રહી છે. વધુમાં અધિકારીએ કહ્યું કે પાકિસ્તાન બદલો લેવાની ભાવના સાથે ભારતીય અધિકારીઓને ઇસ્લામાબાદથી બહાર કાઢવા માંગે છે. ત્યારે અમે તૈયાર છીએ અને આવી કોઇપણ પ્રકારની એક્શન પ્રત્યે રિએક્ટ કરશું.












Click it and Unblock the Notifications
