For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાન પ્લેન ક્રેશઃ આ બે શખ્સે મોતને પણ માત આપી

પાકિસ્તાન પ્લેન ક્રેશઃ આ બે શખ્સે મોતને પણ માત આપી

|
Google Oneindia Gujarati News

કરાચીઃ પાકિસતાન ઈન્ટરનેશનલ એરલાયન્સનું એક પેસેન્જર પ્લેન શુક્રવારે રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું. ઘટનામાં 90થી વધુ લકના મત થયાં છે. આ કંપાવી મૂકતી ઘટનામાં 2 લકો જીવતા બચી ગયા છે. બે અધિકારીઓએ નામ ના છાપવાની શરતે કહ્યું કે અત્યાર સુધી બે લક ભીષણ દુર્ઘટનામાં બચી ગયા છે, પરંતુ અન્ય કેટલાક લોકો પણ જીવતા બચ્યા છે. મોતને પણ માત આપનાર બે લોકોમાંથી એક છે બેંક ઑફ પંજાબના પ્રેસિડેન્ટ ઝફર મસૂદ.

બેંક ઑફ પંજાબના મુખ્ય કાર્યકારી અધિકારી બચ્યા

બેંક ઑફ પંજાબના મુખ્ય કાર્યકારી અધિકારી બચ્યા

કરાચીના મેયરે પહેલા કહ્યું હતું કે વિમાનમાં સવાર બધા લોકોના મોત થયા છે. જે બાદ સ્થાનિક ટેલિવિઝન ચેનલે એક વીડિયો ચલાવ્ય હતો, જેમાં કેટલાક લકો એક શખ્સને સ્ટ્રેચર પર લઈ જતા દેખાઈ રહ્યા છે. જેનાથી માલૂમ પડે છે કે પ્લેન ક્રેશમાં કેટલાક લોકો બચી ગયા છે. પાકિસ્તાનના જિયો ન્યૂઝ મુજબ બેંક ઑફ પંજાબના મુખ્ય કાર્યકારી અધિકારી ઝફર મસૂદ બચેલા લોકોમાંથી એક છે. તેમને હસ્પિટલે દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમના ભાઈ તેમની સાથે હાજર છે. તેમની હાલત સ્થિર છે. મસૂદના પરિવારે પુષ્ટિ કરી કે તે દુર્ઘટનામાં બચી ગયા છે.

આ ઘટનામાં બીજા યાત્રી મહમ્મદ જુબૈર જીવતા બચ્યા

આ ઘટનામાં બીજા યાત્રી મહમ્મદ જુબૈર જીવતા બચ્યા

પાકિસ્તાનના શિક્ષણ અને શ્રમ મંત્રી સઈદ ઘાનીએ કરાચી પ્લેન દુર્ઘટનામાં બચનાર એક શખ્સની તસવીર ટ્વીટ કરી છે. આ શખ્સ એક યુવાન એન્જીનિયર છે, જેનું નામ મહમ્મદ જુબૈર જણાવવામાં આવી રહ્યું છે. હાલ જુબૈરની હાલત સ્થિર બનેલી છે. જિન્ના હોસ્પિટલે કહ્યું કે કેટલાય ઘાયલ લકોને તેમને ત્યાં લાવવામાં આવ્યા હતા. જિયો ન્યૂજે જણાવ્યું કે તેમાંખી એક ખરાબ રીતે બળી ગયો હતો અને તેને હસ્પિટલના બર્ન વર્ડમાં સ્થળાંતરિત કરી દેવામાં આવ્યો. ઘાયલમાં કેટલીય મહિલાઓ અને કેટલાંય બાળક સામેલ છે. સૂત્ર મુજબ એરબસ A 320 (PK- 8393) વિમાને લાહોરના અલ્લામ ઈકબાલ આંતરરાષ્ટ્રીય એરપર્ટ પરથી ઉડાણ ભરી હતી.

રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું વિમાન

રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું વિમાન

આ વિમાન કરાચીમાં મોડલ કલોનીના જિન્ના ગાર્ડન વિસ્તારમાં ક્રેશ થયું. ત્યાં કેટલાય ઘરોમાં આગ લાગી ગઈ. આ વિસ્તારને મલીર પણ કહેવામાં આવે છે. પાકિસ્તાનની સિવિલ એવિએશન ઑથોરિટી મુજબ પાયલટે એર ટરાફિક કંટ્રોલરને એન્જીન ફેલ થયું હવા વિશે જણાવ્યું હતું, પરંતુ લેન્ડિંગની ઠીક એક મિનિટ પહેલા સંપર્ક ટૂટી ગયો હતો. વિમાનના પાયલટની એ ટ્રાફિક કંટ્રોલ સાથેની વાતચીતનો આખરી ઓડિયો સામે આવ્યો છે. જેમાં પાયલટે કહ્યું હતું કે એન્જીન ફેલ થઈ ગયું છે. લેન્ડિંગ દરમિયાન અધિકારીઓએ બંને રનવે ખાલી કરાવી દીધા હતા.

પાકિસ્તાનમાં 100 મુસાફરો સાથે ક્રેશ થયુ PIAનું વિમાનપાકિસ્તાનમાં 100 મુસાફરો સાથે ક્રેશ થયુ PIAનું વિમાન

English summary
two people survived plane crash in pakistan, knwo in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X