યૂક્રેનમાં મહિલા સેનાના હીલ્સ પર હંગામો કેમ મચ્યો?
યૂક્રેનમાં મહિલા સેનાના હીલ્સ પર હંગામો કેમ મચ્યો?
યૂક્રેનની મહિલા સૈનિકોની સેંડલ વાળી નવી તસવીરોએ સોશિયલ મીડિયા પર બબાલ મચાવી દીધો છે. યૂક્રેનની મહિલા સૈનિકોની સેંડલ પહેરી પરેડ કરવાની તસવીર જેવી જ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી, કે તેવી જ રીતે યૂક્રેનની સંસદમાં હંગામો મચવો શરૂ થઈ ગયો. આ તસવીરોમાં યૂક્રેનની મહિલા સૈનિક હીલ્સ પહેરીને પરેડ માટે ટ્રેનિંગ કરતી જોવા મળી રહી છે, જે બાદથી સરકારની બહુ ટીકા થઈ રહી છે.

હીલ્સમાં મહિલા સૈનિકોની પરેડ
જણાવી દઈએ કે યૂક્રેન આગલા મહિને પોતાની આઝાદીના 30 વર્ષ પૂરા્ં થવાનું જશ્ન મનાવશે. જેના માટે પરેડનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. દેશના રક્ષા મંત્રાલયે શુક્રવારે કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં મહિલા સૈનિકો કાળા રંગન મિડ-હીલ હીલ્સ પહેરેલી જોવા મળી રહ્યાં છે. રક્ષા મંત્રાલયની વેબસાઈટ આર્મિયા ઈનફૉર્મે કૈડેટ ઈવાન્ના મેડવિદના હવાલેથી કહ્યું કે, 'આજે પહેલીવાર હીલ શૂજમાં ટ્રેનિંગ થઈ રહી છે. સેનામાં અમે જે જૂતાં પહેરીએ છીએ તેની સરખામણીએ આ થોડાં અઘરાં છે પરંતુ અમે કોશિશ કરી રહ્યા છીએ.'

મહિલા સૈનિકોએ સેંડલમાં પરેડ કેમ કરી
ગાર્ડિયનમાં છપાયેલ એક રિપોર્ટ મુજબ યૂક્રેનના પૂર્વ પ્રેસિડેન્ટ પેટ્રો પોરોશેંકોના નજીકના નેતા સૈંડલ સાથે સંસદ પહોચ્યા અને રક્ષા મંત્રીને પરેડ માટે ઉંચી એડીના જૂતાં પહેરવા કહ્યું હતું. આના માટે તેમણે સ્વાસ્થ્ય સંબંધી મુદ્દો ઉઠાવ્યો અને ગોલોસ પાર્ટીની નેતા ઈન્ના સોવસુને કહ્યું કે, આનાથી વધુ નુકસાનકારક અને મૂર્ખતાપૂર્ણ વિચાર વિચારવો મુશ્કેલ છે. તેમણે એમ પણ કહ્યું કે યૂક્રેનની મહિલા સૈનિક, પુરુષોની જેમ જ પોતાના જીવ જોખમમાં નાખી રહી છે અને તેઓ બિલકુલ મજાક કરવા લાયક નથી. જ્યારે વિધાનમંડળની ઉપાધ્યક્ષ ઓલેના કોંડરાટ્યુકે અધિકારીઓને મહિલાઓનું અપમાન કરવા માટે સાર્વજનિક રૂપે માફી માંગવા અને મામલાની તપાસ કરવા કહ્યું છે.

સેનામાં 31000થી વધુ મહિલાઓ
મીડિયા રિપોર્ટ્સ મુજબ યૂક્રેનના સશસ્ત્ર બળોમાં હાલ 31000થી વધુ મહિલાઓ છે, જેમાંથી 4000થી વધુ અધિકારી છે. સોશિયલ મીડિયા અને સંસદ બંનેમાં હીલ્સ પહેરવાને લઈ બબાલ મચેલી છે. યૂક્રેનના અધિકારીઓની માનસિકતાને જૂની ગણાવતાં વિટાલી પોર્ટનિકોવે ફેસબુક પર લખ્યું કે, મહિલાઓના હીલ્સ પહેરવાની ઘટના વાસ્તવમાં એક અપમાન છે. જ્યારે અન્ય એખ વિશ્લેષક મારિયા શાપ્રિને કહ્યું કે, ફેશન ઈન્ડસ્ટ્રીએ મહિલાઓનો મજાક બનાવીને રાખી દીધો છે. તેમણે રક્ષામંત્રાલય પર સેક્સિઝ્મ અને મિસોગિનીનો આરોપ લગાવ્યો છે અને મહિલાઓની માફી માંગવા કહ્યું છે.












Click it and Unblock the Notifications
