For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'અમને લાતોથી મારી રહ્યા છે...છોકરો છે કે છોકરી કંઈ જોતા નથી', યુક્રેનમાં ફસાયેલા ભારતીય બાળકોની આપવીતી

યુક્રેનના ઘણા શહેરોમાં રશિયા સતત હુમલા કરી રહ્યુ છે.આ હુમલા બાદ યુક્રેનમાં ભણી રહેલા ભારતીય છાત્રોની મુશ્કેલીઓ વધી ગઈ છે.

|
Google Oneindia Gujarati News

કીવઃ યુક્રેનના ઘણા શહેરોમાં રશિયા સતત હુમલા કરી રહ્યુ છે.આ હુમલા બાદ યુક્રેનમાં ભણી રહેલા ભારતીય છાત્રોની મુશ્કેલીઓ વધી ગઈ છે. હજારો છાત્રો હંગેરી, રોમાનિયા, સ્લોવાકિયા અને પૉલેન્ડની બૉર્ડર પર ઘર વાપસી કરવાની કોશિશ કરી રહ્યા છે. આ દરમિયાન ખૂબ જ ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. યુક્રેનની સીમા પાસે અમુક ભારતીય છાત્રાએ સાથે યુક્રેનના સુરક્ષાબળોએ મારપીટ કરી છે. પોલિસ દ્વારા ડંડાઓથી પીટાઈ કરવાનો વીડિયો સામે આવ્યો છે.

ukraine

રોમાનિયાની સીમા સીધુ કોઈ રીતે મોટી સંખ્યામાં છાત્રો પહોંચ્યા છે પરંતુ તે બૉર્ડર પાર નથી કરી શક્યા. માહિતી મળી રહી છે કે પૉલેન્ડ અને હંગેરીની સીમાઓ પર છાત્રોની પિટાઈ કરવામાં આવી રહી છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે સૈનિક રસ્તા પર બેઠેલી છાત્રાઓ સાથી ગેરવર્તણૂક કરી રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ રીતે છોકરીઓની બૂમો સંભળાઈ રહી છે. વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે એક સૈનિક જબરદસ્તી ભારતીય છાત્રાના વાળ પકડીને તેને ખેંચી રહ્યો છે.

આ વીડિયો રસ્તાની બીજી તરફ ઉભેલા એક ભારતીય સ્ટુડન્ટે શેર કર્યો છે. જેમાં એ કહેતા સંભળાઈ રહ્યા છે કે સૈનિક છોકરીઓ સાથે મારપીટ કરી રહ્યા છે. અમુક જગ્યાએ છાત્રોનુ કહેવુ છે કે તેમની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. આ પહેલા યુક્રેનથી પાછી આવેલી તમિલનાડુની એક છાત્રાએ રવિવારે જણાવ્યુ કે ભારતીય છાત્રોને રોમાનિયાની સીમા પર પહોંચવા માટે પાંચથી આઠ કિલોમીટર સુધીની સફર પગપાળા કરવી પડી.

એનડીટીવીએ એક છાત્ર દ્વારા મોકલવામાં આવેલી માહિતીના હવાલાથી જણાવ્યુ કે, શેહયાની બૉર્ડર પર માત્ર યુક્રેનીઓને અંદર મોકલી રહ્યા હતા. ઘણી કોશિશ બાદ માત્ર ઈન્ડિયન છોકરીઓને અંદર જવા દેવામાં આવી. ત્યારબાદ ત્યાં પોલિસ આવી અને તેણે ભારતીય છોકરાઓને ખૂબ જ માર્યા. માર્યા બાદ તેમણે છોકરાએને ટૉર્ચર કર્યા. એ ગન અને ડંડા સાથે ઉભા હતા. તેમણે કહ્યુ કે તમારે આ ગેમ રમવાની છે, એનાથી વિઝા મળશે અને જે લોકો ત્યાં હતા તેમને લાતોથી માર્યા છે, હાથેથી માર્યા છે. છોકરો છે કે છોકરી કંઈ જોતા નથી.

English summary
Ukraine police beat up Indian students with sticks and misbehaved with girls at Romania border
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X