For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંયુક્ત રાષ્ટ્રના વડાએ નિર્ભયાની મોત અંગે શોક વ્યક્ત કર્યો

|
Google Oneindia Gujarati News

ban-ki-moon
સંયુક્ત રાષ્ટ્ર, 30 ડિસેમ્બર : દિલ્હી ગેંગ રેપની પીડિતા પર થયેલા અત્યાચાર સામે તેણે દાખવેલી હિંમત અને શનિવારે જિંદગી સામે ઝઝૂમતા થયેલા નિધનની નોંધ માત્ર ભારતમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં લેવામાં આવી છે. આ અંગે સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના મહાસચિવ બાન કી મૂને દિલાસો પાઠવ્યો છે. આ સાથે તેમણે ભારત સરકાર સમક્ષ માંગણી કરી છે કે આ પ્રકારના અપરાધોને રોકવા માટે કાયદાઓમાં સુધારા કરવામાં આવે અને ગુનેગારોને કાયદા અને ન્યાયના દાયરામાં લાવવામાં આવે.

આ બિભસ્ત ઘટનાની બાન કી મૂન દ્વારા આકરી ટીકા કરવામાં આવી છે. તેમણે ઊંડા દુ:ખની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું છે કે તેમને પીડિતાના માતા-પિતા, પરિવાર અને મિત્રો પ્રત્યે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવના પ્રવક્તાની તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બાન કી મૂને ભારત સરકાર તરફથી આ મામલે કરવામાં આવેલી તાત્કાલિક કાર્યવાહીને આવકારી છે. તેમણે આ પ્રકારના અપરાધોને રોકવા માટે કાયદમાં સુધારા અને દોષિતોને ન્યાયયિક પ્રક્રિયા હેઠળ તત્કાળ લાવવામાં આવે તેવા પગલાં ભરવાની હિમાયત કરી છે.

ઉલ્લેખનીય છે કે ગત 16 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં ચાલતી બસમાં છ લોકોએ 23 વર્ષની છોકરી સાથે સામૂહિક બળાત્કાળ કરવા સાથે જ મારપીટ કરીને હૈવાનિયતનો વ્યવહાર કર્યો હતો. અંદાજે એક સપ્તાહ સુધી જીવન અને મોત વચ્ચે ઝોલા ખાધા બાદ તેણે શનિવારે સવારે સિંગાપુરના માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ ભર્યા હતા.

English summary
UN chief expresses grief at death of Nirbhaya.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X