ભારતના મોસ્ટવોન્ટેડ અંડરવર્લ્ડ ડૉન છોટા રાજનની ધરપકડ

Posted By:
Subscribe to Oneindia News

લાંબા સમયથી ભારતની પોલીસ જેને રાત દિવસ શોધી રહી છે, તેવા ભારતના મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડૉન અને દાઉદના દુશ્મન છોટા રાજનને ઇન્ડોનેશિયાના બાલીમાં એક રીસોર્ટમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છેકે લાંબા સમયથી તે ફરાર હતો. છોટા રાજનને રવિવારે ઓસ્ટ્રેલિયન પોલીસે ઇન્ડોનેશિયાના બાલીમાં સ્થિત એક રીસોર્ટમાંથી ઝડપી પાડ્યો છે.

રાજેન્દ્ર સદાશીવ નીકલ્ઝે ઉર્ફે છોટા રાજન અનેક મામલામાં ભારતમાં મોસ્ટ વોન્ટેડ છે. પોલીસે તેને રવિવારે ઝડપી પાડ્યો છે. બાલી પોલીસના પ્રવક્તા હેરી વિયાંતોએ AAFPને જણાવ્યું હતુ કે 55 વર્ષીય છોટા રાજનની ધરપકડ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છેકે છોટા રાજન વિરૂદ્ધ ઇન્ટરપોલે વર્ષ 1991માં વોરંટ ઇશ્યુ કર્યું હતુ.

chhota rajan

વધુમાં વિયાંતોએ જણાવ્યું હતુ કે રાજન વિરૂદ્ધ ભારતમાં 15થી 20 હત્યાઓના આરોપ છે. તેમણે કહ્યું કે તેઓ ભારતીય એજન્સીઓના સંપર્કમાં છે. અને તેનું પ્રત્યાર્પણ પણ કરવામાં આવી શકે છે. મહત્વપૂર્ણ છેકે ભારતીય પોલીસ ચોપડે 55 વર્ષીય છોટા રાજન બે દાયકાથી ભાગેડુ ઘોષિત છે.

English summary
Underworld gangster Chhota Rajan arrested in a resort in Bali, he has been absconding from two decades.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.