For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીયો માટે એચ1બી વીઝાનો કોટા વધારવા અપીલ

By Super
|
Google Oneindia Gujarati News

h1b-visa
વોશિંગટન, 12 એપ્રિલઃ અમેરિકામાં વર્ષ 2011 દરમિયાન શરૂ કરવામાં આવેલી કંપનીઓમાં લગભગ 30 ટકા સંસ્થાપક પ્રવાસી નાગરીક છે. આ તથ્યને ધ્યાન આકર્ષિત કરતા આઇટી ક્ષેત્ર સાથે જોડાયેલા ભારતીય પ્રોફેશનલ્સએ અમેરિકન સાંસદોને એચ1બી વીઝાનો કોટા વધારવા માટે અને ગ્રીન કાર્ડ હાંસલ કરવાની પ્રક્રિયા સરળ કરવા માટે અપીલ કરી છે. તેમણે સાસંદોને જણાવ્યું કે અપ્રવાસી ભારતીય વ્યાપારથી અમેરિકન અર્થવ્યવસ્થાને 775 અરબ ડોલરથી વધુ રેવન્યુ પ્રાપ્ત થઇ છે.

છેલ્લા કેટલાક દિવસોથી નોર્થ અમેરિકન એસોસિએશન ઓફ ઇન્ડિયન આઇટી પ્રોફેશનલ(એનએઆઇઆઇપી) સાથે જોડાયેલા દેશભરમાં કામ કરી રહેલા ભારતીય આઇટી પ્રોફેશનલ્સ પોતાની વાત રજૂ કરવા અને વ્યાપક રીતે ઇમિગ્રેશન સુધારા માટે ડઝનેક સાંસદો સાથે મુલાકાત કરી રહ્યાં છે.

એચ1બી વીઝાનો કોટા વધારવાના આગ્રહ કરવાની સાથે જ એનએઆઇઆઇપીએ અમેરિકામાં જ આ એચ1બી વીઝાને પુનર્માન્યીકૃત કરવામાં આવે તેવી વ્યવસ્થાની પણ માંગ કરી છે. તેમનુ કહેવું છે કે જો દેશ વિશિષ્ટ વીઝા પ્રણાલી ખત્મ કરી દે તો, નિયોક્તા પોતાની જરૂરિયાત અનુસાર કોઇપણ દેશમાંથી આ ક્ષેત્રના વધારે અનુભવી કર્મચારીઓને લાવી શકાય.

તેની સાથે જ આ સંઘે એચ1બી કર્મચારીઓના વીઝા ખત્મ થતા વતન પરત મોકલવાની અવધિને 60 દિવસ કરવાનો આગ્રહ કર્યો છે. હાલ તેમાં એક પણ દિવસની છૂટ નથી અને કર્મચારીઓને વીઝા ખત્મ થતા જ તેને એ જ દિવસે અમેરિકા છોડી દેવું પડે છે.

English summary
Indian IT professionals have appealed to Congressmen to not only consider increasing the H-1B quota but also quick and smooth green card for them.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X