For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત- ચીન સીમા વિવાદ પર અમારી નજર, શાંતિથી મામલો ઉકેલાયઃ અમેરિકા

ભારત- ચીન સીમા વિવાદ પર અમારી નજર, શાંતિથી મામલો ઉકેલાયઃ અમેરિકા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારત- ચીન સીમા વિવાદ પર ફરી એકવાર અમેરિકાએ ભારતનો સાથ આપ્યો છે. લદ્દાખની ગલવાનમાં 15 જૂને થયેલ હિંસક અથડામણ પર અમેરિકાએ ફરી ભારતને સમર્થન આપ્યું છે. ચીની સૈનિકોની ભારતીય સીમામાં ઘૂસણખોરીની કોશિશને ભારતીય સેનાએ નિષ્ફ બનાવી દીધી, પરંતુ બંને દેશ વચ્ચે તણાવની સ્થિતિ વધતી જઈ રહી છે. અમેરિકાએ ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ પર કહ્યું કે અમે સ્થિતિને નજીકથી જોઈ રહ્યા છીએ અને ઉમ્મીદ કરીએ છીએ કે વિવાદ શાંતિથી ઉકેલવામાં આવે.

mike pompeo

યૂએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલ તણાવને લઈને કહ્યું કે ચીન હંમેશાથી પોતાના પાડોશી દેશો પર ધૌંસ જમાવવાની કોશિશ કરી રહ્યું છે. ચીનની આક્રમકતાને લઈ યૂએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે તાઈવાન સ્ટ્રેટથી લઈ શિજિયાંગ, સાઉથ ચાઈના સીથી લઈ હિમાલય, સાઈબર સ્પેસથી લઈ ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન સુધી અમે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે કામ કરી રહ્યા છીએ, જે પોતાના જ લોકોને દબાવવા માંગે છે અને પાડોસીઓ પર ધૌંસ દેખાડવાની કોશિશ કરી રહી છે. અમેરિકાએ કહ્યું કે આનાથી નિપટવા માટે માત્ર એક જ રીત છે, બેઈજિંગ સામે ઉભા થવું.

અમેરિકાએ કહ્યું કે અમે ભારત- ચીન વિવાદને નજીકથી જોઈ રહ્યા છીએ અને ઈચ્છીએ છીએ કે આ વિવાદનો શાંતિપૂર્ણ રીતે હલ નીકળે. અમેરિકી વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે ભારત-ચીન વચ્ચે ચાલુ તણાવ પર દેખરેખ રાખી રહ્યા છીએ અને ઉમ્મીદ કરીએ છીએ કે આ સમસ્યાનો હલ શાંતિપૂર્ણ નીકળે. અમેરિકી વિદેશ મંત્રાલયે કહ્યું કે જેમ કે કેટલાય અવસર પર અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ કહ્યું હતું કે બેઈજિંગ પોતાના પાડોસીઓ સાથે બહુ આક્રમક રીતે વર્તવાની કોશિશ કરી રહ્યું છે. અમેરિકાએ ભારતનો સાથ આપતાં ચીનને ચેતવણી આપી દીધી. લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર ચીની સૈનિકો સતત ભારતીય સીમામાં ઘુસણખોરીની કોશિશ કરી રહ્યા છે.

ગુજરાતઃ અમૂલ ડેરી બોર્ડ ઑફ ડાયરેક્ટરની ચૂંટણીમાં કોંગ્રેસને મોટી જીતગુજરાતઃ અમૂલ ડેરી બોર્ડ ઑફ ડાયરેક્ટરની ચૂંટણીમાં કોંગ્રેસને મોટી જીત

English summary
Us attacks on china, says china bullying its neighbours
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X