For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

US Capital Violence: ટ્રમ્પ સમર્થકોનો કેપિટલ બિલ્ડિંગમાં હોબાળો, 1 મહિલાનુ મોત, બાઈડને કહ્યુ-રાજદ્રોહ

અમેરિકામાં થયેલ રાષ્ટ્રપતિ ચૂંટણી પરિણામો માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ કેપિટલ બિલ્ડિંગમાં હોબાળો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

US Capital Violence Update: અમેરિકામાં થયેલ રાષ્ટ્રપતિ ચૂંટણી પરિણામો માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ કેપિટલ બિલ્ડિંગમાં હોબાળો કર્યો છે. જેમાં એક મહિલાનુ મોત થઈ ગયુ છે અને એક નાગરિકને ગોળી પણ વાગી છે. રૉયટરના જણાવ્યા મુજબ આ હિંસામાં એક નાગરિકનો ગોળી વાગી છે. હિંસા(US Capitol mob violence)ના કારણે ત્યાં સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. વળી, ફેસબુકે સમર્થકોને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump)નો વીડિયો હટાવી દીધો છે. સમગ્ર મામલે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયેલા જો બાઈડેને(Joe Biden)આને રાજદ્રોહ ગણાવ્યો છે. જો બાઈડેને કહ્યુ કે હું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આહવાન કરુ છુ કે તે પોતાની શપથ નિભાવેઅને બંધારણની રક્ષા કરે. જો બાઈડેને ટ્રમ્પને કહ્યુ કે તે આ હિંસા અને ઘેરાબંધીને ખતમ કરવાની માંગ કરે.

હિંસા પર બાઈડેને કહ્યુ..

હિંસા પર બાઈડેને કહ્યુ..

જો બાઈડેને કહ્યુ, હું સ્પષ્ટ રીતે તમને લોકોને જણાવી દેવા માંગુ છુ કે કેપિટલ બિલ્ડિંગ પર જે હોબાળો અને હિંસા થઈ રહી છે તે આપણે જોઈ, આપણે આવા તો બિલકુલ નથી. આ એવો લોકોની નાની સંખ્યા છે, જે કાયદો નથી માનતા. જો બાઈડેન બોલ્યા કે અત્યારે આપણુ લોકતંત્ર એક હુમલાને આધીન છે. અત્યારે આપણ જે કંઈ પણ જોઈ રહ્યા છે. આપણે તેનાથી અલગ છે. કેપિટલ બિલ્ડિંગમાં હુમલો આપણી સ્વતત્રતાના ગઢ પર હુમલો છે. આપણા પ્રતિનિધિઓ અને કેપિટલ હિલ પોલિસ પર હુમલો, જેને બચાવવાની આપણે કસમ ખાધી હતી.

જાણો શું છે સમગ્ર મામલો?

રિપોર્ટ મુજબ ચૂંટણી પરિણામો પર અમેરિકી સંસદની બેઠક બોલાવવામાં આવી હતી. બેઠક પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક વ્હાઈટ હાઉસ કેપિટલ બિલ્ડિંગમાં ઘૂસી ગયા. ત્યારબાદ અહીં ટ્રમ્પ સમર્થકોએ કેપિટલ બિલ્ડિંગ પર હોબાળો કર્યો. જે બાદ કોંગ્રેસને મજબૂરીમાં પોતાની કાર્યવાહી રોકવી પડી. વૉશિંગ્ટન ડીસીએ અમેરિકામાં સમયાનુસાર સાંજે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લગાવ્યો છે.

સમર્થકો અને પોલિસની અહીં પરસ્પર થઈ ઝડપ

જણાવવામાં આવી રહ્યુ છે કે તેમાં ઘણા લોકો ઘાયલ છે. પોલિસ તરફથી પણ ભીડને હટાવવા માટે અશ્રુ ગેસના સેલ છોડવામાં આવ્યા. સમર્થકોએ પણ કેપિટલ બિલ્ડિંગમાં ઘૂસવા માટે પોલિસ પર રાસાયણિક પદાર્થો ફેંક્યા હતા. વૉશિંગ્ટન ડીસી પોલિસ પ્રમુખે એ વાતની પુષ્ટિ કરી છે કે કેપિટલની અંદર એક નાગરિકને ગોળી વાગી છે. જો કે તેની ઓળખ થઈ શકી નથી પરંતુ જણાવવવામાં આવી રહ્યુ છે એક મહિલાને ગોળી વાગી છે. સુરક્ષાના કારણે કેપિટલ બિલ્ડિંગને બંધ કરવામાં આવ્યુ છે. ડોનાલ્ડ ટ્રમ્પે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે અને પોલિસને સહયોગ કરવા માટે કહ્યુ છે. ટ્રમ્પે કહ્યુ કે પ્રદર્શનમાં હિંસા ન થવી જોઈએ, યાદ રાખો, આપણે કાયદો અને વ્યવસ્થાની પાર્ટી છે. વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરીએ કહ્યુ કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ પર નેશનલ ગાર્ડઅને બીજા કેન્દ્રીય સુરક્ષા બળના જવાનોને બોલાવવામાં આવ્યા. અમે હિંસા સામે શાંતિ જાળવવાની રાષ્ટ્રપતિની અપીલનુ પુનરાવર્તન કરીએ છીએ.

અમેરિકાની ગાદી છોડતા પહેલાં ટ્રમ્પે ચીનને આપ્યો જોરદાર ઝટકોઅમેરિકાની ગાદી છોડતા પહેલાં ટ્રમ્પે ચીનને આપ્યો જોરદાર ઝટકો

English summary
US Capital Violence: protests by pro trump demonstrators, woman died on joe bidens electoral victory.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X