For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

America: કેપિટલ બિલ્ડિંગથી 2 બ્લૉક છેટી ઉભી હતી હથિયારોથી ભરેલી ગાડી, તપાસ રિપોર્ટમાં ખુલાસો

America: કેપિટલ બિલ્ડિંગથી 2 બ્લૉક છેટી ઉભી હતી હથિયારોથી ભરેલી ગાડી, તપાસ રિપોર્ટમાં ખુલાસો

|
Google Oneindia Gujarati News

US Capitol Violence Update in Gujarati: અમેરિકાની રાજધાનીમાં કેપિટલ હિંસાને લઈ થઈ રહેલ તપાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો થયો છે. કેપિટલ હિંસાના દિવસે કેપિટલ બિલ્ડિંગથી બે બ્લૉકની દૂરી પર એક પિક અપ ટ્રક કલાકો સુધી ઉભો રહ્યો હતો જેમાં એક અસોલ્ટ રાયફલ, એક હેંડગન અને 11 ઘરે બનાવેલા દેશી બોમ્બ રાખેલા હતા.

us capitol

અન્ય એક વ્યક્તિ રાજધાનીમાં અસોલ્ટ રાઈફલ અને સેંકડો રાઉન્ડ ગોલીઓ સાથે જોવા મળ્યો હતો. સાથે હાજર લોકોએ તેને એમ કહેતાં સાંભળ્યો હતો કે હાઉસ સ્પીકર નૈંસી પેલોસીને શૂટ કરવા માંગે છે.

ફેડરલ પ્રૉસીક્યૂટર્સે કેપિટલ હિંસાને લઈ બહુ સંવેદનશીલ જાણકારી શેર કરી છે જેમાં જણાવવામાં આવ્યું કે કેપિટલમાં હિંસા ફેલાવતા ટ્રમ્પના સમર્થકોની મદદ કરવા માટે ત્યાં ભારી માત્રામાં હથિયાર હાજર હતાં. અન્ય કેટલાય લોકો પર પણ કેપિટલ બિલ્ડિંગમાં બંધૂક અને વિસ્ફોટક લઈ જવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને તપાસ પૂરી થયા બાદ આ લોકો પર ચાર્જ વધારવામાં આવી શકે છે.

કેપિટલ બિલ્ડિંગથી થોડી દૂર હથિયારો સાથે જે પિકઅપ ટ્રક મળ્યો છે તે મામલે અલબામાના લૉની લેરોય કૉફમેનને ચાર્જ કરવામાં આવ્યો છે. હિંસા દરમ્યાન જ્યારે સ્ક્વૉડ કેપિટલ બિલ્ડિંગની આસપાસ તપાસ કરી રહી હતી તે દરમ્યાન આ ગાડી મળી હતી જેમાં અઢળક હથિયાર રાખેલાં હતાં.

US Violence: બરાક ઓબામાએ આજને US Senateના ઈતિહાસનો કાળો દિવસ ગણાવ્યોUS Violence: બરાક ઓબામાએ આજને US Senateના ઈતિહાસનો કાળો દિવસ ગણાવ્યો

બુધવારે વૉશિંગ્ટનની કેપિટલ બિલ્ડિંગમાં થયેલ હિંસાએ આખા અમેરિકાને ધ્રુજાવીને રાખી દીધું હતું. ઘટના બાદ જવાબદાર લોકોની તલાશમાં મેટ્રોપોલિટન પોલીસ સાથે જ અમેરિકાની સંઘીય એજન્સીને પણ કામે લગાવી દેવામાં આવી છે. કેમ કે હિંસામાં સામેલ કેટલાય પ્રદર્શનકારી બીજા રાજ્યોના રહેવાસી છે અને હવે તે પાછા પોતાના રાજ્યમાં પહોંચી ચૂક્યા છે. એવામાં આ લોકોને પકડવા માટે એફબીઆઈની મદદ લેવામાં આવી રહી છે.

English summary
US Capitol Siege: vehicle with fully loaded weapon was parked 2 block away from capitol building
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X