અમેરિકન સાંસદે નરેન્દ્ર મોદીને ઇમાનદાર અને પારદર્શી ગણાવ્યા!
વોશિંગ્ટન, 4 ઑગસ્ટ: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કર્યાના અમુક મહિના બાદ અમેરિકાના એક રિપબ્લિકન સાંસદે તેમના ઇમાનદાર, પારદર્શી અને ઉદાર શાસનના વખાણ કર્યા છે. સાંસદે જણાવ્યું કે આ ભારતીય રાજ્યમાં ભારે રોકાણ કરવા માટે અમેરિકાન કંપનીયોને તેઓ આકર્ષિત કરી રહ્યા છે.
કોંગ્રેસ સદસ્ય આરોન શૉકે પીઓરિયા મેગ્ઝિનના ઑગસ્ટ મહિનાના અંકમાં જણાવ્યું કે ફોર્ડ અને ટાટા મોટર્સ જે ગુજરાતમાં નવા કારખાનોમાં અરબો રૂપિયાનું રોકાણ કરી રહી છે, આવી કંપનીયોના નેતૃત્વની સાથે બેઠક દરમિયાનમાં આ જાણીને પ્રભાવિત થયો કે આ નીતિઓને સદભાવના અને અમેરિકન કંપનીઓના સહયોગથી લાગુ કરવામાં આવી રહ્યું છે.

તેમણે લખ્યું છે કે, ટેક્સાસ અને કેલિફોર્નિયાથી વધારે વસ્તીવાળા ગુજરાતે પાછલા ઘણા વર્ષોથી 10 ટકા વાર્ષિક આર્થિક વૃદ્ધિ નોંધાવી છે. કોંગ્રેસ સભ્યએ લખ્યું કે ગુજરાતમાં અધિકારીઓની સાથેની બેઠકમાં તેમને જાણવા મળ્યું કે તેમનું ધ્યાન વિસ્તારમાં વ્યાપ્ત ભ્રષ્ઠાચારના નાશ તરફ છે જે આખા દેશમાં ફેલાયેલો છે.
હાઉસ વેજ એન્ડ મીન્સ કમિટિ તથા વ્યાપાર સાથે સંબંધિત આની ઉપ સમિતિના સદ્સ્ય શૉકે જણાવ્યું કે પારદર્શિતા વધારવા, મામલાઓ રાજનીતિ નહી કરવા, નોકરશાહી નોકરશાહી સમસ્યાઓને દૂર કરી કંપનીઓ માટે સારુ વાતાવરણ તૈયાર કરવા તેમની નીતિઓ અંગે સાંભળીને સારું લાગ્યું. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં સફળતાની કહાણીઓ મેળવી શકાય છે, પરંતુ દુ:ખદાયક બાબત એ છે કે ભારતના અન્ય ભાગોમાં તેનું અનુશરણ કરવામાં નથી આવી રહ્યું.












Click it and Unblock the Notifications
