For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકન કોર્ટે સોનિયા પાસે માંગ્યો પાસપોર્ટ

|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્ક, 21 માર્ચ: અમેરિકાની એક કોર્ટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને તેમના પાસપોર્ટની કોપી જમા કરાવવાનો આદેશ કર્યો છે, જેથી એ સ્પષ્ટ થઇ શકે કે ગયા વર્ષે 2 સપ્ટેમ્બરથી 9 ડિસેમ્બરની વચ્ચે તેઓ અમેરિકામાં ન્હોતો. સોનિયાએ ન્યૂયોર્કની બ્રૂકલિન સ્થિત સંઘીય કોર્ટમાં 10 જાન્યુઆરીના રોજ એક અરજી દાખલ કરીને નવેમ્બર 1984ના શિખ વિરોધી રમખાણથી સંબંધિત મામલામાં પોતાની વિરુધ્ધ માનવાધિકાર ભંગનો કેસ રદ કરવાનો અનુરોધ કર્યો હતો

સોનિયાએ એ પણ કર્યું હતું કે તેમને આ સંબંધમાં કોઇ સમન્સ મળ્યું નથી, કારણ કે તે સમયે તે અમેરિકામાં ન્હોતી. બ્રૂકલિનની સંઘીય કોર્ટના ન્યાયાધીશ બ્રિયન એમ કોગનને જોકે અમેરિકામાં નહીં રહેવાને લઇને સોનિયાના એ સમયના નિવેદનને પુરાવા તરીકે પૂરતી ન ગણી અને તેમને તેમના પાસપોર્ટની કોપી પહોંચાડવા માટે કહેવામાં આવ્યું છે જેથી તેમની અમેરિકા યાત્રા અંગે માહીતી મેળવી શકાય. જજે સોનિયાને સાત એપ્રિલ સુધી આ દસ્તાવેજ સુપરત કરવા જણાવ્યું છે.

sonia gandhi
સોનિયાની વિરુધ્ધ શીખ ફોર જસ્ટીસ સંગઠનની અરજી પર માનવાધિકાર ભંગનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. એસએફજેએ સોનિયા પર શીખ વિરોધી રમખાણમાં કથિત રીતે સામેલ કમલનાથ, સજ્જન કુમાર અને જગદીશ ટાઇટલર જેવા કોંગ્રેસ નેતાઓને બચાવવાનો આરોપ લગાવતા તેમની વિરુદ્ધ ક્ષતિપૂરક અને દંડાત્મક કાર્યવાહી કરવાનો અનુરોધ કર્યો છે.

એસએફજેનો દાવો છે કે ગયા વર્ષે 9 સપ્ટેમ્બરના રોજ તેમણે ન્યૂયોર્ક સ્થિત મેમોરિયલ સ્લોન કેટરિંગ કેંસર સેંટર હોસ્પિટલ અને ત્યાના સુરક્ષા કર્મિયોને સમન્સ જારી કર્યું હતું અને ફરિયાદ મોકલી હતી. માનવામાં આવે છે કે સોનિયા એ સમયે ત્યાં સારવાર અર્થે ગઇ હતી. એસએફજે તથા શીખ વિરોધી રમખાણના કેટલાંક પીડિતોની ફરિયાદ પર જ બ્રૂકલિનની કોર્ટે સપ્ટેમ્બર 2013માં સોનિયા ગાંધી વિરુધ્ધ સમન્સ જારી કર્યું હતું.

English summary
A US court has asked Congress Party president Sonia Gandhi to provide a copy of her passport to show that she was not in the US between September 2 and September 9 last year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X