For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેવયાનીની અમેરિકા વિરૂદ્ધ મોટી જીત, કોર્ટે આરોપો નકારી કાઢ્યા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્ક, 13 માર્ચ: ભારતીય રાજદૂત દેવયાની ખોબરાગડેને મોટી રાહત મળી છે. અમેરિકન કોર્ટે દેવયાની ખોબરાગડે વિરૂદ્ધ વીઝા છેતરપિંડીથી સાથે જોડાયેલા બધા આરોપ નકારી કાઢ્યા છે. અમેરિકામાં દેવયાની પર વીઝા છેતરપિંડી અને પોતાની નોકરાણીને ઓછું મહેનતાણું આપવાનો કેસ ચાલતો હતો.

મૈનહટનની કોર્ટે કહ્યું કે જે સમયે દેવયાની ખોબરાગડે પર વીઝા છેતરપિંડી અને પોતાની નોકરાણીના પગારને લઇને ખોટા નિવેદનના આરોપ પર આરોપો નક્કી કરવામાં આવ્યા હતા, તે સમયે તેમને રાજદૂર સંરક્ષણ પ્રાપ્ત હતું. જજે કહ્યું હતું કે તેમાં કોઇ વિવાદ નથી કે દેવયાનીને રાજદૂત સંરક્ષણ પ્રાપ્ત હતું.

દેવયાની ખોબરાગડેના વકીલ ચૂકાદા પર ખુશી વ્યક્ત કરી છે અને તેમનું કહેવું છે કે દેવાયાની ખોબરાગડે ખુશ છે કાયદાનું પાલન થયું છે. દેવયાની ખોબરાગડેના વકીલના અનુસાર ટેક્નિકલ રીતે આ મુદ્દો ખતમ થયો નથી અને તેની ફરીથી તપાસ થઇ શકે છે. પરંતુ તેમણે કહ્યું હતું કે જો આમ થાય છે તો તે નિર્ણય આઅક્રમ અને ગેરજરૂરી હશે.

devyani

અત્રે ઉલ્લેખનીય છે કે 1999 બેંચની આઇએફએસ દેવયાની ખોબરાગડેને વીઝા છેતરપિંડી અને પોતાની નોકરાણીને ઓછું મહેતાણું આપવાના આરોપમાં ન્યૂયોર્કમાં 12 ડિસેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતે. દેવયાની ખોબરાગડેને ઇન્ડિયા-યૂએસ હેડક્વાર્ટર્સ એગ્રીમેંટટ હેઠળ 8 જાન્યુઆરીના રોજ પૂર્ણ રાજનયિક છૂટ આપવામાં આવી હતી.

દેવયાની ખોબરાગડે વિરૂદ્ધ છેતરપિંડી અને નોકરાણીને આપવામાં આવતા પગારની બાબતે ખોટી માહિતી આપવાનો આરોપ હતો. આ બાબતે ના ફક્ત તેમણે કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા પરંતુ તેમના કપડાં ઉતારીને તલાશી લેવામાં આવી હતી .આ મુદ્દે બંને દેશો વચ્ચે ગરગા ગરમી વધી ગઇ હતી. ભારતે પણ તેના જવાબમાં અમેરિકન રાજદૂતો પર કડકાઇ બતાવી હતી.

English summary
In a major relief to Indian diplomat Devyani Khobragade, a US court has granted her motion to dismiss the indictment on visa fraud charges, saying she had full diplomatic immunity when the indictment was returned against her on Januray 9.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X