અમેરિકન શીખ સમૂહ મનમોહન સિંહને પાઠવશે સમન

Posted By:
Subscribe to Oneindia News

વોશિંગ્ટન, 2 માર્ચ: વોશિંગ્ટનમાં એક અમેરિકન સંઘીય ન્યાયાધીશે ભારતના વડાપ્રધાન મનમોહન સિંહને સમન મોકલવા સંબંધી શીખ અધિકાર સમૂહની અરજીને મંજૂરી આપી દીધી છે. શીખ અધિકાર સમૂહે મનમોહનના કાર્યકાળમાં કથિત માનવાધિકાર ભંગના મામલામાં સમન મોકલવા માટે અરજી કરી હતી.

અત્રે નોંધનીય છે કે 1965ના હેગ સેવા પ્રસ્તાવ ન્યાયિક દસ્તાવેજને એક દેશથી અન્ય સુધી રાજદૂત અને કુટનીતિક ચેનલોનો સહારો લીધા વગર પ્રક્રિયા કરવાની પરવાનગી આપે છએ.

સપ્ટેમ્બર 2013માં વોશિંગ્ટન યાત્રા દરમિયાન વોશિંગ્ટન સંઘીટ કોર્ટે મનમોહન સિંહની વિરુધ્ધ શીખ ફોર જસ્ટીસ (એસએફજે)ની અરજી પર સમન જારી કર્યું હતું. એસએફજેએ 'મનમોહન સિંહ પર ભારતમાં શીખ સમુદાય વિરુદ્ધ માનવતા વિરુધ્ધ અપરાધને પ્રોત્સાહન આપવાનો આરોપલ લગાવ્યો હતો.'

મનમોહન સિંહને ભારતમાં સમન પાઠવવાને માટે સમય સીમામાં વધારવા સંબંધિત એસએફજેની અરજી પર ન્યાયાધીશ જેમ્સ ઇ1 બોઆસબર્ગે શુક્રવારે આદેશ આપ્યો કે વાદીને એપ્રિલ સુધી અથવા તો સેવાના પુરાવા રજૂ કરવો પડશે અથવા તો તેને પ્રભાવી સેવાની સ્થિતિથી કોર્ટને અવગત કરાવવું પડશે.

manmohan singh

English summary
A US federal judge in Washington has granted a Sikh rights group's plea to serve summons on Indian Prime Minister Manmohan Singh in India in a case of alleged violation of human rights during his tenure.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.