For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધ્યમ વર્ગ અમેરિકાનું વિકાસ એન્જીન છે: ઓબામા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

barack-obama
વોશિંગ્ટન, 13 ફેબ્રુઆરી: બીજીવાર રાષ્ટ્રપતિ ચુંટણી જીત્યા બાદ લગભગ ચાર મહિના પછી અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરતાં કહ્યું છે જે આ આપણી પેઢીની જવાબદારી છે કે મધ્યમ વર્ગના વિકાસને ફરી તેજ કરવામાં આવે, જે અમેરિકાના વિકાસનું એન્જીન છે.

મંગળવારે રાત્રે કોંગ્રેસમાં પોતાના 'સ્ટેટ ઓફ ધ યૂનિયન સ્પીચ'માં કહ્યું હતું કે 'આ આપણી પેઢીનું કામ છે કે મધ્યમ વર્ગના વિકાસમાં ફરીથી તેજી લાવવામાં આવે, જે અમેરિકાના આર્થિક વિકાસનું એન્જીન છે.'

બરાક ઓબામાએ કહ્યું હતું કે ' તેને વિચારને સ્થાપિત કરવામાં અધૂરા રહી ગયેલા કામને પુરૂ કરવાનું છે, જેનાથી આપણો દેશ બન્યો છે તે એ છે કે જો તમે સખત મહેનત કરો છો અને પોતાની જવાબદારી નિભાવો છો તો તમે આગળ વધી શકો છો. તેનાથી કોઇ ફરક પડતો નથી કે તમે કઇ જગ્યાએ છો, તમે કેવી રીતે જુઓ છો અને તમે શું પસંદ કરો છો.

જીવનને સારું બનાવવામાં સરકારની ભૂમિકાનો બચાવ કરતાં બરાક ઓબામાએ કહ્યું હતું કે તે નુકશાન વધારવા માંગતા નથી અને તે મોટી સરકાર ઇચ્છતા નથી, કારણ કે ચુસ્ત સરકાર ઇચ્છે છે.

બરાક ઓબામાએ 'આ સરકારને તમામ લોકો માટે કામ કરવું છે, નહી કે કેટલાક લોકો માટે. આ સરકારને મુક્ત સાહસને પ્રોત્સાહન આપવું જોઇએ, આંતરિક પહેલને સન્માનિત કરવા છે અને દેશભરમાં બાળકો માટે અવસરના દ્રાર ખોલવા છે. આ કામ અધુરું છે અને તે પુરું કરવું છે.

ઓબામાએ કોંગ્રેસના સંયુક્ત અધિવેશનમાં ચોથીવાર 'સ્ટેટ ઓફ ધ યૂનિયન સ્પીચ' આપી હતી. આ અધિવેશની અધ્યક્ષતા ઉપરાષ્ટ્રપતિ જો બિડન અને કોંગ્રેસના સ્પીકર જોન બોહનરે કરી હતી.

બરાક ઓબામાએ એ પણ કહ્યું હતું કે આગામી વર્ષ સુધી આ સમય અફઘાનિસ્તાન પાસે 34 હજાર અમેરિકી સૈનિકો પાછા ફરશે ત્યારબાદ તૈનાત સૈનિકોની સંખ્યા અડધાથી ઓછી રહી જશે. જે અત્યારે 66 હજાર છે.

English summary
Reviving the US economy and creating jobs turned out to be the gist of Obama’s annual State of the Union address on Tuesday night.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X