For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકા ચૂંટણીઃ જો બિડેન અને કમલા હેરિસે હિંદુઓને આપી નવરાત્રિની શુભકામનાઓ

જો બિડેન અને કમલા હેરિસે શનિવારે હિંદુ તહેવાર નવરાત્રિની શુભકામનાઓ આપી છે.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન અને ઉપરાષ્ટ્રપતિ પદના દાવેદાર ભારતીય મૂળના કમલા હેરિસે શનિવારે હિંદુ તહેવાર નવરાત્રિની શુભકામનાઓ આપી છે. બંને નેતાઓએ ટ્વિટ કરીને હિંદુઓને નવરાત્રિની શુભકામનાઓ આપીને અનિષ્ટ પર સારાજીતની કામના કરી છે. જો બિડેને ટ્વિટ કરીને લખ્યુ, 'હિંદુઓનો નવરાત્રિ તહેવાર શરૂ થતા જિલ અને હું અમેરિકા અને દુનિયાભરમાં મનાવાતા બધા લોકોને પોતાના તરફથી શુભકામનાઓ આપી રહ્યા છે. એક વાર ફરીથી અનિષ્ટ પર સારાની જીત અને બધાના માટે નવી તકો અને શરૂઆતની કામના કરુ છુ.'

joe biden- kamla harris

રાષ્ટ્રપતિ પદના દાવેદાર ભારતીય મૂળના કમલા હેરિસે પણ નવરાત્રિની શુભકામનાઓ આપી. સેનેટર કમલા હેરિસે ટ્વિટ કરીને લખ્યુ, 'ડગલસ એમ્હૉફ અને મારા તરફથી અમારા હિંદુ અમેરિકી દોસ્તો અને તેમના પરિવારોને નવરાત્રિની ખૂબ શુભકામનાઓ, ઈશ્વર કરે કે આ આકાશ આપણે સૌને પોતાના સમાજનો વિકાસ કરીને નવા અમેરિકાના નિર્માણની પ્રેરણા આપે.'

અમેરિકામાં આ વર્ષના અંતમાં ત્રણ નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે. એવામાં જો બિડેન અને કમલા હેરિસનુ આ ટ્વિટ ઘણુ મહત્વ ધરાવે છે. 77 વર્ષીય અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પના હરીફ છે. બરાક ઓબામાના પ્રશાસનાં સંયુક્ત રાજ્ય અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ તરીકે બિડેન વ્હાઈટ હાઉસ અને પોતાના અધિકૃત આવાસ પર દિવાળી સમારંભમાં ઘણા સક્રિય રહેતા હતા.

આ વખતે ચૂંટણીમાં ટ્રમ્પની અસર ઓછી દેખાઈ રહી છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ચાલી રહેલ જોરદાર પ્રચાર માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જે બિડેન અને રિપબ્લિક પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પનુ ટાઉન હૉલ આયોજિત કરવામાં આવ્યુ હતુ. આ આયોજન ટ્રમ્પના મુકાબલે વધુ લોકોએ બિડેનનો કાર્યક્રમ જોયો.

New Zealand: જેસિંદા આરડ્રોન ફરી બન્યા કીવી દેશના પ્રાઈમ મિનિસ્ટર, પાર્ટીને મળી પ્રચંડ જીતNew Zealand: જેસિંદા આરડ્રોન ફરી બન્યા કીવી દેશના પ્રાઈમ મિનિસ્ટર, પાર્ટીને મળી પ્રચંડ જીત

English summary
US election 2020: Joe Biden and Kamala Harris wish Navratri to Hindus says 'May Good win over Evil again'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X