For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

US Election 2020: Halloween week પર જાણો વ્હાઈટ હાઉસમાં રહેતા ભૂતની કહાની

આજે અમને તમને એ ભૂતની કહાની સંભળાવીએ જે વ્હાઈટ હાઉસમાં જ રહે છે અને જેને અહીં કામ કરતો લોકોએ અનુભવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ વ્હાઈટ હાઉસ, દુનિયાના એક સૌથી શક્તિશાળી વ્યક્તિનુ નિવાસસ્થાન, પરંતુ શું તમને ખબર છે કે આ જગ્યાએ આજે પણ એક ભૂત હાજર છે. હા, વ્હાઈટ હાઉસ માત્ર કોઈ અમેરિકી રાષ્ટ્રપતિનુ અધિકૃત નિવાસ જ નથી પરંતુ એક ભૂતિયા જગ્યા સ્થળ પણ છે. હેલોવીન વીક અને ઈલેક્શન ડેના પ્રસંગે આજે અમને તમને એ ભૂતની કહાની સંભળાવીએ જે વ્હાઈટ હાઉસમાં જ રહે છે અને જેને અહીં કામ કરતો લોકોએ અનુભવ્યુ છે.

white house

અમેરિકાના 16માં રાષ્ટ્રપતિનુ ભૂત

વ્હાઈટ હાઉસમાં આજે પણ અમેરિકાના 16માં રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનનુ ભૂત છે. લિંકનના ભૂતને વ્હાઈટ હાઉસ ઘોસ્ટના નામથી પણ જાણે છે. કહેવાય છે કે જ્યારથી લિંકનનુ મોત થયુ ત્યારથી જ વ્હાઈટ હાઉસ એક ભૂતિયા જગ્યામાં ફેરવાઈ ગયુ છે. લિંકનનુ મોત પ્રાકૃતિક નહોતુ, તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેમના દોસ્ત વાર્ડ હિલ લેમને એક વાર જણાવ્યુ હતુ કે લિંકનને ત્રણ દિવસ પહેલા જ પોતાની હત્યાનો આભાસ થઈ ગયો હતો. લિંકને સપનામાં પોતાની હત્યા જોઈ હતી. લિંકનના બૉડીગાર્ડે જ તેમને મારી નાખ્યા હતા. લિંકનના ભૂતનો ઉલ્લેખ સૌથી પહલા એક ફોટોગ્રાફમાં મળે છે. લિંકનની પત્ની મેરી ટૉડ લિંકને જ્યારે એક ફોટો પડાવ્યો તો એ ફોટોમાં તેમના ખભા પર હાથ રાખેલુ ભૂત જોઈ શકાય છે.

વિંસ્ટન ચર્ચિલને પણ દેખાયુ હતુ ભૂત

આ ઉપરાંત ઘણી પૂર્વ રાષ્ટ્રપતિઓને પણ લિંકનના બેડરૂમમાંથી ક્યારેક ચાલવાની તો ક્યારેક વાત કરવાના અવાજો આવવાની વાત કહી છે. પૂર્વ રાષ્ટ્રપતિ એલેનૉર રુઝવેલ્ટની માનીએ તો તેમણે વ્હાઈટ હાઉસમાં આખો દિવસ લિંકનની હાજરી અનુભવી હતી. જો બ્રિટનના પૂર્વ પીમ વિંસ્ટન ચર્ચિલ વ્હાઈટ હાઉસમાં ના રોકાતા તો લિંકનના ભૂતની વાત માત્ર અમુક લોકોને જ ખબર હોત. ચર્ચિલે કહ્યુ હતુ કે જે રૂમમાં તે રોકાયા હતા ત્યાં એક ખૂણામાં આગ સળગતી હતી. લિંકન બરાબર એ જ જગ્યાએ ઉભા હતા. ચર્ચિલે તો ત્યાં સુધી કહ્યુ હતુ કે તેમણે લિંકનને હસતા જોયા હતા અને પછી થોડી વાર પછી ગાયબ થઈ ગયા હતા. જો કે સન 1980 બાદ કોઈએ રાષ્ટ્રપતિનુ ભૂત તો જોયુ નથી પરંતુ અહીં કામ કરતા લોકોનુ માનવ છે કે આજે પણ લિંકનની આત્મા વ્હાઈટ હાઉસમાં ભટકે છે.

PM મોદીઃ સોશિયલ ડિસ્ટંસીંગ સાથે લોકતંત્રના ઉત્સવને સફળ બનાવોPM મોદીઃ સોશિયલ ડિસ્ટંસીંગ સાથે લોકતંત્રના ઉત્સવને સફળ બનાવો

English summary
US Election 2020: Know the story of ghost living in a White House during this Halloween week.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X