For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

US Election 2020: ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટ્સ પર લગાવ્યો ચોરીનો આરોપ, ટ્વિટરે ટ્વિટ છૂપાવ્યા

ટ્રમ્પે ડેમોક્રેટ્સ પર ચૂંટણીમાં ચોરીનો આરોપ લગાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકામાં 46માં રાષ્ટ્રપતિ માટે ચૂંટણી થઈ ચૂકી છે અને હવે પરિણામો આવવા લાગ્યા છે. મુકાબલો રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટ જે બિડેન વચ્ચે છે અને કટ્ટર મુકાબલો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ એક વાર ફરીથી વ્હાઈટ હાઉસમાં પાછા આવવા તરફ વિચારી રહ્યા છે. ટ્રમ્પે આ દરમિયાન ડેમોક્રેટ્સ પર ચૂંટણીમાં ચોરીનો આરોપ લગાવ્યો છે. ટ્રમ્પે ટ્વિટ કરીને ડેમોક્રેટ્સ પર હુમલો કર્યો પરંતુ ટ્વિટરે તેમના ટ્વિટને છૂપાવી દીધુ.

trump

આજે નિવેદન જારી કરશે ટ્રમ્પ

ટ્રમ્પે ટ્વિટ કર્યુ અને લખ્યુ, 'અમે મોટા લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છે પરંતુ તે ચૂંટણીને ચોરી કરવાની કોશિશ કરી રહ્યા છે. અમે તેમને આમ નહિ કરવા દઈએ. ચૂંટણી બંધ થઈ ગયા બાદ વોટ ન નાખી શકાય.' ટ્રમ્પે આ સાથે જ કહ્યુ છે કે તે આજે રાતે એક નિવેદન જારી કરશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પૂર્વ રાષ્ટ્રપતિ બિડેન બંને વચ્ચે પારંપરિક રાજ્યોમાં કાંટાની ટક્કર છે. ટ્રમ્પ અત્યાર સુધી અલાસ્કા, અરાકંસાસ, કેંટુકી, લુસિયાના, મિસીસિપી, નેબ્રાસ્કા, નૉર્થ ડકોટા, ઓકલાહોમા, સાઉથ ડકોટા, ટેનેસી, વેસ્ટ વર્જિનિયા, વ્યોમિંગ, ઈન્ડિયાના અને સાઉથ કેરોલિનામાં જીત મેળવી ચૂક્યા છે.

ફ્લોરિડામાં જીત્યા ટ્રમ્પ

ન્યૂઝ એજન્સી એપી તરફથી જણાવવામાં આવ્યુ છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફ્લોરિડામાં જીતી ચૂક્યા છે. આ રાજ્યના 29 ઈલેક્ટોરલ વોટ્સ પણ તેમના ખાતામાં ગયા છે. ફ્લોરિડા એક મોટુ બેટલગ્રાઉન્ડ સ્ટેટ છે અને ટ્રમ્પના ફરીથી ચૂંટણીમાં આ રાજ્ય મોટી ભૂમિકા નિભાવવાનુ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ હવે ધીમે ધીમે ચૂંટણી મેદાનમાં પાછા આવી રહ્યા છે. ફૉક્સ ન્યૂઝ, સીએનએન અને ન્યૂયૉર્ક ટાઈમ્સના જણાવ્યા મુજબ હવે રેસમાં કાંટાની ટક્કર છે. બિડેન પાસે 237 ઈલેક્ટોરલ વોટ્સ છે અને ટ્રમ્પ અત્યાર સુધીમાં 210 વોટ જીતી ચૂક્યા છે. કુલ ઈલેક્ટોરલ વોટ્સ 538 છે અને ચૂંટણી જીતવા માટે વિજેતાને 270 વોટ જોઈએ.

અર્નબ ગોસ્વામીની ધરપકડ પર ભડક્યુ 'એડિટર્સ ગિલ્ડ ઑફ ઈન્ડિયા'અર્નબ ગોસ્વામીની ધરપકડ પર ભડક્યુ 'એડિટર્સ ગિલ્ડ ઑફ ઈન્ડિયા'

English summary
US Election 2020: Trump accuses Democrats stealing elections Twitter flags his tweet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X