
US Election 2020: છેતરપિંડીનો આરોપ લગાવીને ટ્રમ્પ બોલ્યા - જશે સુપ્રીમ કોર્ટ
વૉશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક વાર ફરીથી પોતાની જીતનો દાવો કર્યો છે. કોરોના વાયરસ મહામારી વચ્ચે થયેલી ચૂંટણીમાં વોટિંગ બંધ થઈ ચૂક્યુ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યુ છે કે તે દરેક જગ્યાએ જીતી રહ્યા છે. એવામાં જો ડેમોક્રેટ્સ જીતનો દાવો કરી રહ્યા હોય તો એ જનતા સાથે છેતરપિંડી છે અને હવે આનો ચુકાદો સુપ્રીમ કોર્ટમાં થશે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પ વ્હાઈટ હાઉસની ઈસ્ટ વિંગમાં પોતાની ટીમ સાથે ચૂંટણીના પરિણામો જોઈ રહ્યા હતા. તેમની સાથે ઉપ રાષ્ટ્રપતિ માઈક પેન્સ પણ સ્ટેજ પર હાજર હતા. ટ્રમ્પે કહ્યુ, 'અમે ફલોરિડા, ટેકસાસ, નૉર્થ કેરોલિના દરેક જગ્યાએથી જીતી રહ્યા છે અને ગણતરી બંધ કરી દેવામાં આવી છે. અમે સુપ્રીમ કોર્ટ જઈ રહ્યા છે અને અમે વોટિંગ બંધ કરવાની વાત કહીશુ. અમે નથી ઈચ્છતા કે સવારે 4 વાગે બેલેટ તપાસવામાં આવે.' રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફ્લોરિડજા અને ટેકસાસ જેવા મોટા બેટલગ્રાઉન્ડ સ્ટેટ્સાં જીત મેળવી છે. હવે તે જોર્જિયા અને નૉર્થ કેરોલિનામાં પણ આગળ વધી રહ્યા છે.
ટ્રમ્પે કહ્યુ, 'લાખો લોકોએ અમારા માટે વોટ કર્યુ છે. એક બહુ જ દુખી જૂથ ખુશીમાં અડચણ લાવવા માંગે છે.' ટ્રમ્પે પોતાની સ્પીચમાં ઉજવણીની વાત પણ કહી અને કહ્યુ કે તે બધી જગ્યાએથી જીતી રહ્યા હતા પરંતુ અચાનક બધુ બંધ થઈ ગયુ. ટ્રમ્પ તરફથી ચૂંટણીમાં ચીટિંગને સાબિત કરવા માટે કોઈ પણ પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી. તેમણે કહ્યુ, 'આ અમેરિકાની જનતા સાથે ચીટિંગ છે. આ આપણા દેશ માટે શરમની વાત છે. અમે આ ચૂંટણીને જીતી રહ્યા છે.'
29 વર્ષના ભારતીય અમેરિકી નીરજ અંતાણીએ ઓહાયોથી જીતી ચૂંટણી