For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Vice Presidential Debate: કમલા હેરિસે માઈક પેંસને કોરોના મુદ્દે ઘેર્યા

અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે આજે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ અને ઉપરાષ્ટ્રપતિ માઈક પેંસ વચ્ચે ચર્ચા દરમિયાન બંનેએ એકબીજા પર જોરદાર હુમલો કર્યો.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે આજે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ અને ઉપરાષ્ટ્રપતિ માઈક પેંસ વચ્ચે ચર્ચા દરમિયાન બંનેએ એકબીજા પર જોરદાર હુમલો કર્યો. અમેરિકાના ઈતિહાસમાં આવી પહેલી વાર છે જ્યારે કઈ ભારતીય મૂળના મહિલા અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદ માટે મેદાનમાં છે. આ પહેલા કોઈ પણ ભારતીય મૂળના વ્યક્તિ અહીં સુધી પહોંચ્યા નથી. રાજકીય વિશ્લેષકોનુ કહેવુ છે કે કમલા હેરિસ ઘણા તેજ-તર્રાર મહિલા છે અને તેમના ભાષણમાં આક્રમકતા હોય છે માટે પેન્સ સામે તે સારા વક્તા બની શકે છે. કમલા હેરિસના દમદાર ભાષણના દમ પર ડેમોક્રેટિક પાર્ટીને આશા છે કે તે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાદ જે બાઈડેનને જીતાવવામાં સફળ થશે.

kamla herris

અર્થવ્યવસ્થાના મુદ્દે ઘેર્યા

અર્થવ્યવસ્થાના મુદ્દે પેંસે કહ્યુ કે જ્યારે ટ્રમ્પ સરકાર સત્તામાં આવી, દેશની અર્થવ્યવસ્થાની હાલત ખૂબ જ ખરાબ હતી, લોકોની સરેરાશ આવક વધવાની દિશામાં અમે કામ કર્યુ, જો બાઈડેન રાષ્ટ્રપતિ બનશે તો પહેલા દિવસે તે ટેક્સ વધારશે. બાઈડેન-હેરિસ ચીન સામે અર્થવ્યવસ્થાના મુદ્દે આત્મસમર્પણ કરવા ઈચ્છે છે. અમેરિકાની અર્થવ્યવસ્થાનુ ભવિષ્ય આ ચૂંટણી પર નિર્ભર છે. કમલા હેરિસે કહ્યુ કે બાઈડેને સ્પષ્ટ કર્યુ છે કે તે ટેક્સ નહિ વધારે. જો બાઈડેન એવા વ્યક્તિ છે જેમણે દેશને સૌથી મોટી મંદીમાંથી બહાર કાઢ્યા હતા. અત્યારે દેશની અર્થવ્યવસ્થા બરબાદ થઈ ચૂકી છે. હોસ્પિટલના બિલના ખર્ચ લોકો નથી ઉઠાવી શકતા.

કોરોનાના મુદ્દે ભિડાયા બંને ઉમેદવાર

ચર્ચા દરમિયાન કમલા હેરિસે ટ્રમ્પ સરકાર પર જોરદાર હુમલો કર્યો, તેમણે કહ્યુ કે કોરોના વાયરસ માટે તેમની કોઈ તૈયારી નહોતી. તેમણે કહ્યુ કે જો ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાયરસની વેક્સીનની ઘોષણા કરે તો તે એને નહિ લે પરંતુ જો ડૉક્ટર ફૌસી અને ડૉક્ટર વેક્સીનનુ એલાન કરે તો અમે તેને લેનાર પહેલા વ્યક્તિ હોઈશુ. વળી, માઈક પેંસે કહ્યુ કે અમે માત્ર એક વર્ષની અંદર કોરોનાની વેક્સીન તૈયાર કરવા જઈ રહ્યા છે. જો ટ્રમ્પ સરકારના કાર્યકાળમાં કોરોના વેક્સીન આવે તો આ એક ઉપલબ્ધિ છે. તેમણે કહ્યુ કે 2009માં અમેરિકામાં સ્વાઈન ફ્લુ આવ્યો, સારુ હતુ કે તે કોરોનાની જેમ ખતરનાક નહોતો, આ દરમિયાન 60 લાખ લોકો સ્વાઈન ફ્લુથી સંક્રમિત થયા હતા. જો સ્વાઈન ફ્લુ એટલો ઘાતક હોત જેટલો કોરોના વાયરસ છે તો અમેરિકામાં ઘણા લોકોના જીવ જતા. અમે જે કામ કર્યુ છે તેને ફગાવો નહિ, કોરોના વેક્સિીનને આ રીતે ફગાવો નહિ.

કોઈ યોજના નથી

કમલા હેરિસે કહ્યુ કે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને કોરોનાના જોખમ વિશે ખબર હતી કે તે કેટલો ખતરનાક છે, આજે પણ આ લોકો પાસે કોઈ યોજના નથી, પરંતુ જો બાઈડેન પાસે છે. કમલાના આરોપી પર પલટવાર કરીને માઈક પેંસે કહ્યુ કે જ્યારે હું આમની યોજના જોઉ છુ તો આ લોકો ટેસ્ટિંગ વધારવાની વાત કરે છે, નવી પીપીઈ કીટ બનાવવાની વાત કરે છે, વેક્સીન બનાવવાની વાત કરે છે. જો બાઈડેનને આ બધા વિષે બહુ જ ઓછી માહિતી છે.

US Presidential Election 2020: અમેરિકાના પ્રેસિડેન્ટ કોણ બનશે? આ સાત રાજ્ય નક્કી કરશેUS Presidential Election 2020: અમેરિકાના પ્રેસિડેન્ટ કોણ બનશે? આ સાત રાજ્ય નક્કી કરશે

English summary
US elections: Vice Presidential debate between Mike Pence and Kamala Harris
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X