For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીને વિઝા મુદ્દે અમેરિકન સંસદીય સમિતિમાં જોરદાર દલીલો

|
Google Oneindia Gujarati News

વોશિગ્ટન, 14 જૂન : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને અમેરિકાના વિઝા નહીં આપવાના મુદ્દા પર અત્રેની એક પ્રમુખ સંસદીય સમિતિમાં જોરદાર ચર્ચા થઇ. અમેરિકન સરકારના નિર્ણય પર જ્યારે એક પ્રભાવશાળી રિપબ્લિકન સાંસદ સવાલ ઉઠાવી રહ્યા હતા, ત્યાં જ બીજી તરફ દક્ષિણપંથી કાર્યકર્તા મોદીના વિઝા પર પ્રતિબંધ જારી રાખવાના પક્ષમાં બોલી રહ્યા હતા.

દક્ષિણપંથી કાર્યકર્તાઓની દલિલ હતી કે ભલે મોદી અત્યાર સુધી કોઇ પણ મામલામાં દોષી ઠેરવામાં આવ્યા નથી, પરંતુ એ પણ સત્ય છે કે ગુજરાતમાં તેમના શાસનમાં 2,500થી વધારે લોકો માર્યા ગયા અને આવામાં આ મામલા પર સંયુક્ત રાજ્ય અમેરિકાએ ઉચ્ચ નૈતિક આધાર અપનાવીને બિલકૂલ યોગ્ય કર્યું છે.

સાથે સાથે તેમણે જણાવ્યું કે જો નરેન્દ્ર મોદી ભારતના પ્રધાનમંત્રી તરીકે આરૂઢ થાય છે તો ત્યારે પરિસ્થિતિ બદલાઇ શકે છે. ગૃહની નિરિક્ષણ અને સરકાર સંશોધન સમિતિની રાષ્ટ્રીય સુરક્ષા ઉપસમિતિ તરફથી ધાર્મિક સ્વતંત્રતા પર આયોજિત એક બેઠક દરમિયાન અમેરિકન સાંસદ સિંથિયા લૂમિસે આ અંગેનો મુદ્દો ઉઠાવ્યો હતો.

તેમણે કહ્યું કે 'મોદીને અમેરિકન વિઝા આપવાને લઇને લાગેલ પ્રતિબંધ પર મારી કેટલીક ચિંતાઓ છે. તે એ એવો વ્યક્તિ છે, જેનો પ્રાંતના લોકોને નોકરીઓ આપવા અને તેમના પરિવારના કલ્યાણમાં નાટકીય રૂપથી પ્રગતિ કરી રહ્યા છે. ગુજરાતમાં જ ફોર્ડ મોટર કંપનીનું મોટાપાયે ઉત્પાદન એકમ ચાલી રહ્યું છે. ગુજરાતમાં જ ટાટાનું યુનિટ ચાલી રહ્યું છે જે મોટા પ્રમાણમાં વાહન ઉત્પાદન કરી રહી છે.'

English summary
The issue of denial of visa to Gujarat chief minister Narendra Modi was fiercely debated by a key Congressional committee, with an influential Republican party lawmaker questioning the decision of the US government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X