અમેરિકી સાંસદની માંગણી પાકિસ્તાનને આંતકવાદી જાહેર કરો

Posted By:
Subscribe to Oneindia News

અમેરિકાના સાંસદ ટેડ પોએ ફરી એક વાર પાકિસ્તાનની મુશ્કેલીઓ વધારી છે. તેમણે ટ્રંપને પાક સાથે સંબંધો વિષે વિચારવાની અને પાકિસ્તાનને આતંકી દેશ જાહેર કરવાની પોતાની અપીલને ફરી રજૂ કરી છે. તો બીજી તરફ તેમ પણ મનાઇ રહ્યું છે કે કદાચ રાષ્ટ્રપતિ ટ્રંપ આ વખતે માની પણ જાય. સેનેટમાં આતંકવાદથી જોડાયેલી કમિટીના અધ્યક્ષ ટેડ પોએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં ગુરુવારે પાકિસ્તાન સ્ટેટ સ્પોન્સર ઓફ ટેરરિઝમ એક્ટ (એચઆર 1449) રજૂ કર્યું.

pakistan

બિલ રજૂ કરતા પોએ કહ્યું કે પાકિસ્તાન વિશ્વાસપાત્ર નથી. આટલા વર્ષોથી તે અમેરિકાના કટ્ટર દુશ્મનોની સહાયતા કરે છે. પોના કહેવા મુજબ ઓસામા બિન લાદેનને આશ્રય આપવાથી લઇને હક્કાની નેટવર્ક સાથે તેના નજીકના સંબંધો બતાવે છે કે તે આતંકવાદ વિરુદ્ધના યુદ્ધમાં કોની સાથે છે?

90 દિવસમાં ટ્રંપ લેશે નિર્ણય
પોનું કહેવું હતું કે અમેરિકાએ આજથી જ પાકિસ્તાનને આર્થિક સહાય કરવાનું બંધ કરવું જોઇએ. અને તેને આતંકવાદને પ્રેરતા દેશ તરીકે ગણાવો જોઇએ. બિલમાં તેમણે ટ્રંપને 90 દિવસમાં તે રિપોર્ટ આપવાનું કહ્યું છે જે બતાવે કે પાકિસ્તાને અમેરિકાને આતંકવાદ વિરુદ્ધના યુદ્ધમાં કોઇ પણ રીતની સહાય કરી છે કેમ. આ બાદ 30 દિવસમાં વિદેશ મંત્રી ફોલો અપ રિપોર્ટ દાખલ કરી બતાવશે જે બાદ સાફ થશે કે પાકિસ્તાન આતંકવાદને રજૂ કરતો દેશ છે કે નહીં.

English summary
US Lawmaker Ted Poe has asked President Donald Trump to declare Pakistan a state sponsor of terror.
Please Wait while comments are loading...