નરેન્દ્ર મોદીમાં અમેરિકાને દેખાયા રોનાલ્ડ રીગન!

Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 26 એપ્રિલ: નરેન્દ્ર મોદી લગભગ હવે દુનિયાના એવા ગણ્યાગાઠ્યા લોકોમાં સમાવિષ્ટ થઇ ગયા છે જેમના અંગે દુનિયાભરના લોકોમાં બે ફાટા પડેલા છે. કોઇ તેમના પક્ષમાં કંઇ કહે છે તો કોઇ તેમની વિરુધ્ધમાં કંઇ કહેવા લાગે છે.

મોદીની ટીકાઓ અને પ્રશંસાઓની વચ્ચે જ અમેરિકન ન્યૂઝપેપર ડેલી કોલરમાં એક એવો આર્ટિકલ પબ્લિશ થયો છે જેમાં નરેન્દ્ર મોદીની તુલના પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગનની સાથે કરી દેવામાં આવી છે.

આ આર્ટિકલને અમેરિકાના પૂર્વ ઉપ-સહાયક ડેવિડ કોહને લખ્યું છે અને તેનું ટાઇટલ છે 'ઇઝ ઇન્ડિયા અબાઉટ ટૂ ઇલેક્ટ ઇટ્સ રીગન' આ આર્ટિકલ 14 એપ્રિલના રોજ અમેરિકામાં પબ્લિશ થયો છે અને આર્ટિકલ કોહને મોદી અને રીગનની વચ્ચે કેટલીંક સમાનતાઓને લાવવાની કોશીશ કરી છે.

કોહને લખ્યું છે કે દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર ભારત પાંચ અઠવાડીયા સુધી ચાલનારી ચૂંટણી પ્રક્રિયાની વચ્ચે પોતાના નવા વડાપ્રધાનની પસંદગી કરવાનું છે. જોકે હવે વડાપ્રધાન કોણ બનશે તે અંગે કંઇપણ કહેવું ખૂબ જ મુશ્કેલ છે પરંતુ વિશેષ્લકોનું અનુમાન છે કે નરેન્દ્ર મોદી જ દેશના હવે પછીના વડાપ્રધાન બનશે.

ત્યારબાદ જ કોહને મોદી અને રીગનની વચ્ચેની સમાનતાઓનો ઉલ્લેખ પોતાના આ આર્ટિકલમાં કર્યો છે. આવો જાણે સ્લાઇડરમાં કે બંને નેતાઓ વચ્ચે એવી તો કંઇ બાબતો છે જે કોહનને એક સમાન લાગે છે...

ચા વેચનાર નરેન્દ્ર મોદી

ચા વેચનાર નરેન્દ્ર મોદી

કોહને લખ્યું છે કે પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ રોનાલ્ડ વિલ્સન રીગન અને નરેન્દ્ર દામોદરદાસ મોદી બંનેની પારિવારીક પૃષ્ઠભૂમિ એક જેવી છે. જ્યાં મોદીએ નાનપણમાં રેલવે સ્ટેશન પર ચા વેચવાનું કામ કર્યું તે જ રીતે રીગને પણ સાધારણ વર્ગવાળા નેતા હતા.

રીગન સફળ ગવર્નર તો મોદી સફળ મુખ્યમંત્રી

રીગન સફળ ગવર્નર તો મોદી સફળ મુખ્યમંત્રી

કોહને પોતાના આ આર્ટિકલમાં જણાવ્યું છે કે મોદી અને રીગન બંનેનો પૂર્વ કાર્યકાળ ખૂબ જ સફળ રહ્યો છે. જ્યા રીગન એક સફળ ગવર્નર તરીકે જાણીતા રહ્યા તો મોદી પણ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે હેટ્રીક લગાવી છે અને તેઓ 15 વર્ષમાં ખૂબ જ લોકપ્રિય બન્યા છે.

મોદીનું મોદીનોમિક્સ તો રીગનનું રીગનોમિક્સ

મોદીનું મોદીનોમિક્સ તો રીગનનું રીગનોમિક્સ

કોહન અનુસાર જે રીતે રીગન ખુલી અર્થવ્યવસ્થાના સમર્થક હતા તે જ રીતે મોદી પણ તેનું સમર્થન કરે છે. ખુલી અને ભ્રષ્ટચાર મુક્ત અર્થવ્યવસ્થાના કારણે મોદી માટે 'મોદીનોમિક્સ' શબ્દનો પ્રયોગ થાય છે, જ્યારે રિગન માટે 'રીગનોમિક્સ' શબ્દનો પ્રયોગ કરવામાં આવતો હતો.

હંમેશા રહેશે લોકોના નિશાના પર

હંમેશા રહેશે લોકોના નિશાના પર

કોહન અનુસાર સૌથી મોટી વાત જે બંનેને સમાન બનાવે છે તે છે તેમના ટિકાકારો. અમેરિકાની જેમ ભારતમાં પણ ખૂબ જ સાંસ્કૃતિક ભિન્નતાઓવાળા લોકો રહે છે. રીગન હંમેશા જ એવા લોકોના નિશાના પર રહ્યા છે. રીગનના ટીકાકારોની જેમ જ મોદીના ટિકાકારો પણ તેમને હંમેશા તેમને નિચા દેખાડવાની કોશીશમાં રહે છે.

કેવી રીતે કરશે દેશનું નેતૃત્વ

કેવી રીતે કરશે દેશનું નેતૃત્વ

મોદીના ટિકાકારોને હંમેશા લાગે છે કે ક્યારેક ચા વેચનારો અને મુશ્કેલીથી અંગ્રેજી બોલી શકનારો આ નેતા કેવી રીતે દેશનું નેતૃત્વ કરી શકશે. રીગન માટે પણ આવી જ વાતો થતી હતી. તેમના ટિકાકારો માનતા હતા કે અનસોફેસ્ટિકેટેડ અને સાધારણ દેખાનાર આ વ્યક્તિ કેવી રીતે અમેરિકાનું નેતૃત્વ કરી શકશે.

મોદીની જેમ રીગન પણ વિનાશકારી

મોદીની જેમ રીગન પણ વિનાશકારી

કોહને લખ્યુ છે કે રીગનને લઇને દેશમાં ઘણા પ્રકારની ચેતાવણીઓ આપવામાં આવી હતી કે રીગન જો દેશના રાષ્ટ્રપતિ બન્યા તો અમેરિકાનો વિનાશ થઇ જશે. અને કંઇક આવું મોદી માટે કહેવામાં આવી રહ્યું છે. પરંતુ બાદમાં જે કંઇ પણ બન્યું તે લોકોના સામે છે અને ઇતિહાસનો ભાગ બની ચૂક્યો છે. સોવિયત રાજ્યના પતનની સાથે રીગને પોતાના ટિકાકારોને ખોટા સાબિત કરી દીધા.

મોદી પર પણ છે ભેદભાવનો આરોપ

મોદી પર પણ છે ભેદભાવનો આરોપ

કોહન અનુસાર રીગનને પણ નરેન્દ્ર મોદીની જ જેમ રંગભેદના આરોપો લાગ્યા હતા. લોકો માનતા હતા કે રીગન અર્થવ્યવસ્થા માટે ખતરનાખ સાબિત થઇ શકે છે અને સાથે જ તેઓ લઘુમતીઓને પણ લઘુમતીઓને પણ નુકસાન પહોંચાડનાર નેતા બની શકે છે. એવી જ રીતે નરેન્દ્ર મોદીને પણ આવા જ આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે.

English summary
US leader David Cohen draws comparison between Narendra Modi and Ronald Reagan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X