For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીને છૂપાવી હતી કોરોના વાયરસની માહિતીઃ અમેરિકી મેગેઝીને ચીન પર ઉઠાવ્યા સવાલ

અમેરિકાની એક મેગેઝીને હવે ચીનને શંકાના ઘેરામાં લાવીને ઉભુ કરી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસ જેણે અત્યાર સુધી 24,000થી વધુ લોકોના જીવ લઈ લીધા છે અને 5,00,000 લોકો પર અસર કરી છે, હવે દુનિયાભરને અપીલ કરી રહ્યુ છે કે આ મહામારી સામે એક જંગ છેડવી જોઈએ. આ એ જ ચીન છે જે એ સમય સુધી શાંત બેઠુ હતુ જ્યારે વુહાનમાં વાયરસ તબાહી ફેલાવી રહ્યો હતો. આજે દુનિયામાં જાન-માલનુ તો નુકશાન થઈ રહ્યુ છે પરંતુ અર્થવ્યવસ્થાની કમર તૂટી રહી છે. અમેરિકાની એક મેગેઝીને હવે ચીનને શંકાના ઘેરામાં લાવીને ઉભુ કરી દીધુ છે. મેગેઝીને પોતાના રિપોર્ટમાં આખી ટાઈમલાઈન આપી છે કે કેવી રીતે અને ક્યારે ક્યારે ચીને અસલિયત છૂપાવવાની કોશિશ કરી.

china

સમયસર દુનિયાને ચેતવી શકતુ હતુ ચીન

અમેરિકી મેગેઝીન નેશનલ રિવ્યુમાં આવેલા એક રિપોર્ટ મુજબ જો ચીને સમયસર આ વાયરસ વિશે દુનિયાને જણાવી દીધુ હોત તો કદાચ આજે તસવીર અલગ જ હોત. લોકોનો જીવ બચાવી શકાતો હતો અને સીવિયર એક્યુટ રેસ્પીરેટરી સિંડ્રોમ (સાર્સ) જેવા આ વાયરસને નિયંત્રણમાં લાવી શકાયો હોત. મેગેઝીન મુજબ કોરોના વાયરસ ચીનના હુબેઈ પ્રાંતમાં જાનવરોના માર્કેટમાંથી નીકળ્યો. પહેલા તે જાનવરમાં પહોંચ્યો અને પછી જાનવરથી માનવી સુધી પહોંચ્યો. હવે આ એક ખતરનાક સંક્રમણમાં બદલાઈ ચૂક્યો છે. જ્યારે વુહાનમાં આ વાયરસનો પહેલો દર્દી એક ડિસેમ્બરે જ સામે આવી ગયો હતો.

ડૉક્ટરની પણ પોલિસે કરી ધરપકડ

પાંચ દિવસ બાદ આણે એ વ્યક્તિની 53 વર્ષીય પત્નીને પણ સંક્રમિત કરી દીધી જે બજાર નહોતી ગઈ. મહિલામાં પણ ન્યૂમોનિયા જેવી બિમારીના લક્ષણ જોવા મળ્યા. ડિસેમ્બરના બીજા અઠવાડિયા સુધી વુહાનના ડૉક્ટરો પાસે નવા કેસ આવતા રહ્યા અને આ વાતની માહિતી મળી કે વાયરસ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાઈ રહ્યો છે. 25 ડિસેમ્બરે વુહાનની બે હોસ્પિટલોમાં મેડીકલ સ્ટાફ શંકાસ્પદ જોવા મળ્યા અને તેમને આઈસોલેશનમાં રાખી દેવામાં આવ્યા. ત્યારબાદ વુહાનમાં આ રીતની અસામાન્ય ન્યૂમોનિયા તાવના કેસમાં વધારો થવા લાગ્યો. ત્યારબાદ હુનાનના સી-ફૂડ માર્કેટથી આને જોડીનો જોવામાં આવવા લાગ્યુ. જાન્યુઆરીમાં ડૉક્ટર લી વેનલિયાંગને પોલિસે અફવા ફેલાવવાના કેસમાં પકડી લીધા હતા.

આ પણ વાંચોઃ લૉકડાઉનઃ મહારાષ્ટ્ર પોલિસને બે કન્ટેનર ટ્રકોમાં મળ્યા 300 રાજસ્થાની મજૂરઆ પણ વાંચોઃ લૉકડાઉનઃ મહારાષ્ટ્ર પોલિસને બે કન્ટેનર ટ્રકોમાં મળ્યા 300 રાજસ્થાની મજૂર

English summary
US Magazine raises doubts on China over hiding information on Coronavirus outbreak.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X