For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

US Midterm Election: ડોનાલ્ડ ટ્રમ્પનો આરોપ - 2020ની જેમ જ મતદારો સાથે થઈ રહ્યુ છે ફ્રૉડ

અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે આરોપ લગાવ્યો હતો કે ડેટ્રૉઈટને મોટી સંખ્યામાં 'ગેરહાજર મતપત્રની સ્થિતિ'નો સામનો કરવો પડી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

US Midterm Election: અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે આરોપ લગાવ્યો હતો કે ડેટ્રૉઈટને મોટી સંખ્યામાં 'ગેરહાજર મતપત્રની સ્થિતિ'નો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે દાવો કર્યો કે લોકોને મતદાન કરવાની મંજૂરી આપવામાં નથી આવી રહી. તેમની પોતાની સોશિયલ મીડિયા એપ ટ્રુથ સોશિયલ દ્વારા તેમણે આ પરિસ્થિતિને 'ખરેખર ખરાબ' ગણાવી અને મતદારોને પરિસ્થિતિનો વિરોધ કરવા કહ્યુ.

trump

ટ્રમ્પે ટ્રુથ સોશિયલમાં કહ્યુ કે, 'ડેટ્રૉઇટમાં ગેરહાજર મતપત્રની સ્થિતિ ખરેખર ખરાબ છે. લોકોને કહેવામાં આવી રહ્યુ છે કે 'માફ કરશો, તમે પહેલાથી જ મતદાન કરી દીધુ છે.' આવુ ઘણી જગ્યાએ મોટી સંખ્યામાં થઈ રહ્યુ છે. ટ્રુથ સોશિયલ મીડિયા પર અન્ય એક પોસ્ટમાં ટ્રમ્પે લખ્યુ, વિરોધ, વિરોધ, વિરોધ! ટ્રમ્પે 2020ની યુએસ પ્રમુખપદની ચૂંટણીનો ઉલ્લેખ કર્યો અને તેને 'મતદાર છેતરપિંડી' ગણાવી. ટ્રમ્પે કહ્યુ, 'મતદારો સાથે એ જ છેતરપિંડી થઈ રહી છે જે 2020માં થઈ હતી???'

તમને જણાવી દઈએ કે 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામો પછી ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમની સામે ચૂંટણીમાં છેતરપિંડી કરવામાં આવી હતી. જ્યોર્જિયા, એરિઝોના, પેન્સિલવેનિયા અને અન્ય સ્થળોએ તેમની સાથે કૌભાંડ કરવામાં આવ્યુ હતુ તેમ કહ્યા બાદ ટ્રમ્પ સમર્થકોનુ એક જૂથ ઘણા એમિરકી રાજ્યોમાંથી 2020ના રાષ્ટ્રપતિ ચૂંટણી પરિણામોને પ્રમાણિત કરવાનો વિરોધ કરવા માટે યુએસ કેપિટોલમાં પ્રવેશ્યુ હતુ જેમાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે તે છેતરપિંડી થઈ હતી.

આ પહેલા આજે CNNએ, ફિલાડેલ્ફિયામાં એક ચૂંટણી અધિકારીને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે લગભગ 3,400 મેઇલ-ઇન મતપત્રોને ખોટી માહિતી, ગુમ થયેલ તારીખો અથવા ગુમ થયેલ ગોપનીયતા પરબિડીયાઓને કારણે નકારી કાઢવાનુ જોખમ છે. ફિલાડેલ્ફિયા સિટી કમિશનર્સની અધ્યક્ષા લિસા ડીલીએ આ ઘટનાને પેન્સિલવેનિયાના મતદારો માટે એક વાસ્તવિક દુર્ઘટના તરીકે વર્ણવતા કહ્યુ કે 'તે ખરેખર હજારો મતદારો માટે અયોગ્ય હકાલપટ્ટી દર્શાવે છે.'

વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ મુજબ યુએસમાં મધ્યવર્તી ચૂંટણી મંગળવારે શરૂ થઈ હતી. લાખો અમેરિકનો વર્જિનિયા, મેરીલેન્ડ અને વૉશિંગ્ટન ડીસીમાં તેમના મતદાન મથકો તરફ પ્રયાણ કર્યુ હતુ. ધ ન્યૂયોર્ક ટાઇમ્સે આ બાબતથી પરિચિત લોકોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે આ દરમિયાન ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ટ્રમ્પ મધ્યસત્ર ચૂંટણી પછી ટૂંક સમયમાં ત્રીજી વ્હાઇટ હાઉસ ઝુંબેશની જાહેરાત કરે તેવી અપેક્ષા છે. ટ્રમ્પ તેમના પ્રખ્યાત 'મેક અમેરિકા ગ્રેટ અગેઇન' અભિયાન હેઠળ સમર્થન મેળવી રહ્યા છે. સીએનએન મુજબ આ ચળવળ એ માન્યતાની આસપાસ બનાવવામાં આવી છે કે મોટા પ્રમાણમાં શ્વેત, કામદાર વર્ગના રાષ્ટ્રના સાંસ્કૃતિક મૂલ્યો જોખમમાં છે.

English summary
US Midterm Election: Donald Trump claims detriots is facing an absentee ballot situation in large numbers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X