For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાઈથ ચાઈના સી પર ઘેરાયુ ચીન, અમેરિકાએ તૈનાત કરી વૉરશિપ્સ

સાઉથ ચાઈના સી પર અમેરિકાએ હવે ચીનની ઘેરાબંધી શરૂ કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

સાઉથ ચાઈના સી પર અમેરિકાએ હવે ચીનની ઘેરાબંધી શરૂ કરી દીધી છે. યુએસ નેવી તરફથી અહીં આપણે બે એરક્રાફ્ટ કેરિયલ યુએસએસ નિમિત્જ અને યુએસએસ રોનાલ્ડ રીગનને તૈનાત કરી દીધા છે. આ સાથે જ બીજી ઘણી વૉરશિપ્સને મોકલવામાં આવ્યા છે. ચીન સાથે વધતા તણાવ વચ્ચે એક મોટો ઘટનાક્રમ ગણવામાં આવી રહ્યા છે. લેફ્ટનન્ટ કમાંડર સીન બ્રોફી તરફથી આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે.

યુએસ નેવીની એક્સરસાઈસ ચાલુ

યુએસ નેવીની એક્સરસાઈસ ચાલુ

યુએસએસ રીગન પર મિલિટ્રી પબ્લિક રિલેશન્સ ઑફિસર(પીઆરઓ) લેફ્ટનન્ટ કમાંડર બ્રોફીએ જણાવ્યુ કે યુએસએસ નિમિત્જ અને રીગન સતત ડ્રિલ કરી રહ્યા છે. તેમની સાથે સાથે સાુથ ચાઈના સી પર બીજા ઘણા વૉરશિપ્સ હાજર છે અને સતત એક્સરસાઈઝ ચાલુ છે. લે. કમાંડર બ્રોફીએ જણાવ્યુ કે એક આઝાદ અને ખુલ્લા હિંદ-પ્રશાંત ક્ષેત્રની મદદ માટે આ એક્સરસાઈઝને શરૂ કરવામાં આવી છે. લે. કમાંડર રોનાલ્ડ રીગન કેરિયરય સ્ટ્રાઈક ગ્રુપના પીઆરઓ પણ છે. સીએનએન તરફથી પણ કહેવામાં આવ્યુ છે કે યુએસ નેવી આગલા અમુક દિવસોમાં એક્સરસાઈઝને અંજામ આપવા માટે ઘણા વૉરશિપ્સને સાઉથ ચાઈના સી પર તૈનાત કરશે.

હિંદ-પ્રશાંત ક્ષેત્રની સુરક્ષાનુ મહત્વ

હિંદ-પ્રશાંત ક્ષેત્રની સુરક્ષાનુ મહત્વ

લેફ્ટનન્ટ જો જેઈલીએ કહ્યુ છે કે ફિલીપીન્સ સી અને સાઉથ ચાઈના સી પર બે એરક્રાફ્ટ કેરિયર છે. તેની મદદથી સેનોઓને એડવાન્સ્ડ ટ્રેનિંગનો મોકો મળી શકશે. સાથે જ કમાંડર્સને ઑપરેશનલ તૈયારીઓમાં મદદ મળશે. કમાંડર્સ ક્ષેત્રીય સ્થિતિ મુજબ આ સેનાઓને બોલાવી શકે છે. તેમણે જો કે એ પણ કહ્યુ છે કે બે એરક્રાફ્ટ કેરિયર્સની હાજરીને કોઈ રાજકીય કે પછી વિશ્વના ઘટનાક્રમનો જવાબ નથી. યુએસ નેવીનો હેતુ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં સુરક્ષા, સ્થિરતા અને સમૃદ્ધશીલતાને આગળ વધારવાનો છે.

ચીન પર ભડક્યા પોપેયો

ચીન પર ભડક્યા પોપેયો

આ વાત પણ ધ્યાન આપવા જેવી છે કે અત્યારે ચીન તરફથી સાઉથ ચાઈના સીમાં તેના ભાગ પર સતત મિલિટ્રી ડ્રિલને અંજામ આપવામાં આવી રહ્યો છે. આ એક્સરસાઈઝ વિવાદિત પાર્સલ દ્વીપ નજીક થઈ રહી છે. અમેરિકી વિદેશ મંત્રી માઈક પોપેયો તરફથી શુક્રવારે ટ્વિટ કરવામાં આવ્યુ છે. તેમણે લખ્યુ છે કે, 'અમેરિકા પોતાના દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશો સાથે સંમત છેઃ પીપલ્સ રિપલ્બિક ઑફ ચાઈના તરફથી સાઉથ ચાઈના સીના વિવાદિત ભાગ પર થઈ રહેલ મિલિટ્રી એક્સરસાઈઝ બહુ ભડકાઉ છે. અમે ચીનના ગેરકાયદેસર દાવાને ફગાવીએ છીએ.' રક્ષા વિભાગ પેંટાગન તરફથી પણ આ પ્રકારનુ નિવેદન આપવામાં આવ્યુ છે.

રીગન અને નિમિત્જ પર 90 ફાઈટર જેટ્સ

રીગન અને નિમિત્જ પર 90 ફાઈટર જેટ્સ

યુએસએસ રોનાલ્ડ રીગન એક પરમાણુ ક્ષમતા યુક્ત એરક્રાફ્ટ કરિયર છે. આના પર 90 ફાઈટર જેટ્સ અને હેલીકોપ્ટર્સને તૈનાત કરવામાં આવી શકે છે. આ પ્રકારના યુએસએસ નિમિત્જ પર પણ 90 જેટ્સ અને હેલીકોપ્ટર્સની ક્ષમતા છે. નિમિત્જ પણ પરમાણુ ક્ષમતાથી લેસ એરક્રાફ્ટ કેરિયર છે. આ એરક્રાફ્ટ કેરિયર જાપાનના યુકોસુકામાં તૈનાત રહે છે અને અહીં તૈનાત એક એકમાત્ર ફૉરવર્ડ બેઝ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપનુ જહાજ છે. આ અમેરિકી નેવીના સાતમો મોટો હિસ્સો છે. પાર્સલ આઈલેન્ડ પર ચીન, વિયેટનામ અને તાઈવાન પોત પોતાનો દાવો કરે છે. અમેરિકા હંમેશાથી કહેતુ આવી રહ્યુ છે કે ચીનને આ દ્વીપ પર મિલિટ્રી હાર્ડવેર અને તેનાથી જોડાયેલા સંસ્થાઓનુ નિર્માણ કરીને આનુ સૈન્યીકરણ કરી દેવામાં આવ્યુ છે.

PM મોદીએ દેશવાસીઓને આપી ગુરુપૂર્ણિમાની શુભકામનાPM મોદીએ દેશવાસીઓને આપી ગુરુપૂર્ણિમાની શુભકામના

English summary
US Navy sends two aircraft carriers and several warships to South China Sea.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X