For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહાભિયોગ કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત, બધા આરોપોમાંથી છૂટકારો

મહાભિયોગ કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત, બધા આરોપોમાંથી છૂટકારો

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકાના પ્રેસિડેન્ટ વિરુદ્ધ ચાલી રહેલ મહાભિયોગમાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની જીત થઈ છે. આખરે તેમને આ મહાભિયોગમાંથી છોડી મૂકવામાં આવ્યા છે. બે અઠવાડિયા સુધી ચાલેલ ટ્રાયલ બાદ અમેરિકાના સીનેટે ડોનાલ્ડ ટ્રમ્પને તમામ આરોપોથી મુક્ત કરી દીધા. ડોનાલ્ડ ટ્રમ્પ પર સત્તાનો દુરુપયોગ કર્યો હોવાનો અને કોંગ્રેસને બાધિત કર્યા હોવાનો આરોપ હતો, પરંતુ આ બંને મામલામા સેનેટે તેમને ક્લીન ચિટ આપી દીધી છે. અમેરિકામાં થનાર ચૂંટણી પહેલા આ ક્લીન ચિટને ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જીત તરીકે જોવામાં આવી રહ્યું છે.

donald trump

બુધવારે ડોનાલ્ડ ટ્રમ્પ સામે ચાલી રહેલ મહાભિયોગ પ્રક્રિયામાં ટ્રમ્પ વિરુદ્ધ સત્તાના દુરુપયોગ મામલામાં ટ્રમ્પને 48-52 વોટથી છોડી મૂકાયા જ્યારે બીજા આરોપમાં ટ્રમ્પની 47-53 વોટથી જીત થઈ. સીનેટર મિટ રોમી એકમાત્ર સીનેટર હતા જેમણે પોતાની પાર્ટીની વિરુદ્ધ જઈ વોટ કર્યું. તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને સત્તાથી હટાવવાના પક્ષમાં વોટિંગ કર્યું હતું. જણાવી દઈએ કે અમેરિકામાં કોઈ પ્રેસિડેન્ટ વિરુદ્ધની આ ત્રીજી મહાભિયોગ પ્રક્રિયા હતી, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત થઈ છે.

જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પને વ્હાઈટ હાઉસથી હટાવવા માટે કુલ 67 વોટોની જરૂરત હતી. ટ્રમ્પ પર મુખ્ય રૂપે 2 આરોપો હતા. પહેલો આરોપ એ હતો કે ટ્રમ્પે 2020ની ચૂંટણીમાં રાજનૈતિક લાભ માટે યૂક્રેનના રાજનૈતિક ઉપયોગ કર્યો જેથી તેઓ પોતાના પ્રતિદ્ંદી જે બિડેનને બદનામ કરી શકે. જ્યારે બીજો આરોપ હતો કે ડોનાલ્ડ ટ્રમ્પે મહાભિયોગની તપાસમાં સદનનો સહયોગ નથી કર્યો. પરંતુ આ બંને મામલામાં ટ્રમ્પને ક્લીન ચિટ મળી ગઈ અને તેમને આરોપોથી છોડી મૂકવામાં આવ્યા છે.

કોરોના વાયરસઃ જાપાનની ક્રૂઝ શિપમાં 10 લોકોમાં સંક્રમણ મળ્યું, 3700 લોકોની તપાસ થઈકોરોના વાયરસઃ જાપાનની ક્રૂઝ શિપમાં 10 લોકોમાં સંક્રમણ મળ્યું, 3700 લોકોની તપાસ થઈ

English summary
US president Donald Trump acquitted from impeachment charges.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X