For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયા કોરોના પોઝિટિવ

અમેરિકા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયા કોરોના પોઝિટિવ

|
Google Oneindia Gujarati News

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલેનિયા ટ્રમ્પ કોરોના પોઝિટિવ થયા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે તેઓ અને અમેરિકી ફર્સ્ટ લેડી મેલાનિયા કોરોના સંક્રમિત થયા છે. ટ્રમ્પે ટ્વીટ કરી આ જાણકારી આપી છે. ટ્રમ્પે ટ્વીટમાં લખ્યું કે, આજે રાતે મારો અને મેલાનિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમે અમારી ક્વોરેન્ટાઈન અને રેકવરી પ્રક્રિયા જલદી જ શરૂ કરશું.

melania trump

ન્યૂયોર્ક જર્સીથી પરત ફર્યા ડોનાલ્ડ ટ્રમ્પ

ટ્રમ્પે પોતાના ટ્વીટમાં લખ્યું કે તેઓ અને ફર્સ્ટ લેડી મેલાનિયા કોવિડથી સંક્રમિત છે અને બંનેને ક્વોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. હાલ તેમનો ઈલાજ શરૂ થઈ ગયો છે. ટ્રમ્પની નજીકની સલાહકાર 31 વર્ષીય હોપ હિક્સ કોવિડ પોઝિટિવ છે અને માનવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પને હિક્સથી જ સંક્રમણ મળ્યું છે. હિક્સ બુધવારે પોતાની સાથે રેલી માટે ગઈ હતી. પ્રશાસનના અધિકારીઓએ જણાવ્યું કે ગુરુવારે તેમનામાં કોરોના વાયરસની પુષ્ટિ થી છે. ટ્રમ્પ ગુરુવારે ન્યૂઝર્સી ગયા હતા અને અહીં પર તેમણે ફંડ એકઠું કરતા એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમના સોશિયલ મીડિયા ડાયરેક્ટર ડૈન સ્કાવિનો અને પ્રેસ સેક્રેટરી કાઈલા મૈકાની પહેલાં તેમની સાથે જવાના હતા પરંતુ આખરી ઘડીએ પોતાના કાર્યક્રમમાં બદલાવ કર્યો. જે બાદ હોપ હિક્સ તેમની સાથે ગયા હતા.

કોરોના વાયરસના કુલ મામલાની સંખ્યા 64 લાખની નજીક, એક દિવસમાં 81000થી વધુ કેસકોરોના વાયરસના કુલ મામલાની સંખ્યા 64 લાખની નજીક, એક દિવસમાં 81000થી વધુ કેસ

English summary
US President Donald Trump and his wife Melania tested Corona positive
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X